Home State Gujarat Staged Accident Exposed: વિજાપુર હિટ-એન્ડ-રન કેસનો પર્દાફાશ, સામાન્ય અકસ્માત નહીં પણ પત્ની...

Staged Accident Exposed: વિજાપુર હિટ-એન્ડ-રન કેસનો પર્દાફાશ, સામાન્ય અકસ્માત નહીં પણ પત્ની દ્વારા આચરવામાં આવેલું સુનિયોજિત મર્ડર!

0
120
Staged Accident Exposed
Staged Accident Exposed

Staged Accident Exposed: મહેસાણાના વિજાપુરમાં થોડા દિવસો પહેલા બનેલી એક હિટ-એન્ડ-રનની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી દીધી છે. જે કેસને પોલીસ શરૂઆતમાં એક સામાન્ય અકસ્માત માની રહી હતી, તે ઊંડી તપાસ બાદ એક સુનિયોજિત હત્યાનું કાવતરું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ ગુનામાં મૃતકની પત્ની અને ભત્રીજી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

Staged Accident Exposed

Staged Accident Exposed: શું હતો મામલો?

તારીખ ૮ જુલાઈ, ૨૦૨૬ના રોજ વિજાપુરમાં એક વ્યક્તિ પોતાના એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક સફેદ રંગની બ્રેઝા કારે તેમને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટના પ્રથમ દૃષ્ટિએ સામાન્ય અકસ્માત લાગતી હતી, પરંતુ પોલીસને આ બાબતે શંકા જતાં તપાસ તેજ કરી હતી.

Staged Accident Exposed

Staged Accident Exposed: પત્ની જ નીકળી ‘માસ્ટરમાઇન્ડ’

વિજાપુર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે જ્યારે તપાસ શરૂ કરી, ત્યારે ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. મૃતકની પત્ની રીટાબેન પટેલ છેલ્લા કેટલાક સમયથી પતિ સાથેના ઝઘડા અને તેમના પર વહેમ રાખવાને કારણે કંટાળી ગઈ હતી. તેણે પતિને રસ્તામાંથી હટાવવા માટે ભત્રીજા વિમલકુમાર પટેલને પૈસાની લાલચ આપી આ કામ માટે તૈયાર કર્યો હતો. આ કાવતરામાં મૃતકની ભત્રીજી શ્રદ્ધાબેન પટેલ પણ સામેલ હતી. રીટાબેન સતત પોતાના પતિનું જીવંત લોકેશન ભત્રીજાને મોકલતી હતી, જેના આધારે તેમણે અકસ્માત સર્જી હત્યાને અંજામ આપ્યો હતો.

Staged Accident Exposed: પોલીસની કાર્યવાહી

વિજાપુર પીઆઈ આર. જે. ચૌહાણે જણાવ્યું હતું કે, ટેકનિકલ એવિડન્સ અને સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે:

  • રીટાબેન વિનોદકુમાર પટેલ (૪૯): મૃતકની પત્ની અને કાવતરાની માસ્ટરમાઇન્ડ.
  • પટેલ વિમલકુમાર રોહિતભાઇ (૨૪): કાર ચાલક.
  • શ્રદ્ધાબેન સાગરકુમાર પટેલ (૨૭): મૃતકની ભત્રીજી અને ષડયંત્રમાં ભાગીદાર.

પોલીસે ત્રણેય સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સંબંધોને લોહીથી ખરડતી આ ઘટનાએ લોકોમાં આઘાતની લાગણી જન્માવી છે. હવે કાયદો આ આરોપીઓને કઈ સજા ફટકારે છે તે જોવું રહ્યું.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, પાવર ઓફ એટર્ની ધારકનું મૃત્યુ થતાં જ સત્તા સમાપ્ત, ગેરકાયદેસર ગિફ્ટ ડીડ રદ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે