Home State Gujarat Fatal Encounter with Stray Cattle: સાણંદ-બાવળા હાઈવે પર રખડતા ઢોરનો આતંક, ગાય...

Fatal Encounter with Stray Cattle: સાણંદ-બાવળા હાઈવે પર રખડતા ઢોરનો આતંક, ગાય સાથે બાઈક અથડાતા યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત

0
80
Fatal Encounter with Stray Cattle
Fatal Encounter with Stray Cattle

Fatal Encounter with Stray Cattle: સાણંદ-બાવળા હાઈવે પર રખડતા ઢોરનો ત્રાસ વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ગત ૧૬ જુલાઈની રાત્રે પીંપણ ગામ નજીક રસ્તાની વચ્ચે અડીંગો જમાવીને બેઠેલી રખડતી ગાયો સાથે બાઈક અથડાતા એક યુવકનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Fatal Encounter with Stray Cattle

Fatal Encounter with Stray Cattle: અંધારામાં કાળ બનીને આવી ગાયો

મળતી માહિતી મુજબ, ૧૬ જુલાઈના રોજ રાત્રે આશરે સાડા આઠ વાગ્યાના સુમારે એક યુવક પોતાના બાઈક પર સાણંદ-બાવળા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. રાત્રિના અંધારામાં રોડની વચ્ચે બેઠેલી ૧૦થી વધુ ગાયોનું ટોળું બાઈકસવારને દેખાયું ન હતું, જેના કારણે બાઈક સીધું જ ગાયો સાથે ધડાકાભેર અથડાયું હતું.

Fatal Encounter with Stray Cattle: સીસીટીવીમાં કેદ થઈ હૃદયદ્રાવક દ્રશ્યો

આ અકસ્માતના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે યુવક ફૂલ સ્પીડમાં જઈ રહ્યો છે અને અચાનક ગાયો સામે આવી જતાં તે કાબૂ ગુમાવે છે. ટક્કર એટલી પ્રચંડ હતી કે યુવક હવામાં ફંગોળાઈને દૂર જઈને પટકાયો હતો. માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થવાના કારણે યુવકે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. અકસ્માત બાદ ગાયો પણ ડરીને ઊભી થતી દ્રશ્યોમાં જોવા મળે છે.

Fatal Encounter with Stray Cattle: તંત્ર સામે સ્થાનિકોમાં આક્રોશ

આ દુર્ઘટના બાદ મૃતકના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. સ્થાનિક લોકોમાં તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓનું કહેવું છે કે:

  • આ રોડ પર રખડતા ઢોરનો ત્રાસ કાયમી બની ગયો છે, છતાં તંત્ર કોઈ કડક પગલાં લેતું નથી.
  • તમામ રખડતા ઢોરને પકડીને સુરક્ષિત ગૌશાળા કે પાંજરાપોળમાં ખસેડવામાં આવે.
  • રસ્તા પર પશુઓને રખડતા મૂકનાર બેજવાબદાર પશુમાલિકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

આ ઘટનાએ ફરી એકવાર રખડતા ઢોરના મુદ્દે વહીવટીતંત્રની ગંભીરતા પર સવાલો ઉભા કર્યા છે. શું હવે તંત્ર કોઈ નક્કર પગલાં લેશે કે પછી કોઈ અન્ય નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવવો પડશે?

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

વિજાપુર હિટ-એન્ડ-રન કેસનો પર્દાફાશ, સામાન્ય અકસ્માત નહીં પણ પત્ની દ્વારા આચરવામાં આવેલું સુનિયોજિત મર્ડર!

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે