Engineering Marvel: ભારતીય રેલવેના ઈતિહાસમાં એક નવો અને ક્રાંતિકારી અધ્યાય લખાયો છે. સુરતના અતિ વ્યસ્ત ગણાતા ઉધના રેલવે સ્ટેશન ખાતે પશ્ચિમ રેલવે અને L&Tની ટીમે માત્ર 6 કલાકના ‘બ્લોક’માં દેશનો સૌપ્રથમ ‘સ્ટીલ આર્ચ’ આધારિત પેડેસ્ટ્રિયન સબવે (અંડરપાસ) તૈયાર કરીને અદભુત એન્જિનિયરિંગનું પ્રદર્શન કર્યું છે.

Engineering Marvel: મહિનાઓનું કામ માત્ર 6 કલાકમાં પૂર્ણ
સામાન્ય રીતે રેલવે ટ્રેક નીચે અંડરપાસ બનાવવા માટે મહિનાઓનો સમય લાગે છે અને ટ્રેન વ્યવહારને લાંબા સમય સુધી અસર થાય છે. પરંતુ આ પ્રોજેક્ટમાં પરંપરાગત પદ્ધતિઓને બદલે અદ્યતન ‘સ્ટીલ આર્ચ ટેકનોલોજી’નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- રેકોર્ડબ્રેક કામગીરી: 17 જુલાઈએ બપોરે 12 થી સાંજે 6 વાગ્યા સુધીના માત્ર 6 કલાકના ટ્રાફિક બ્લોકમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવી.
- પ્રક્રિયા: ચાલુ ટ્રેકમાંથી 10 મીટરનો ટ્રેક હટાવીને, ખાડો ખોદવામાં આવ્યો અને ફેક્ટરીમાં તૈયાર કરેલી સ્ટીલની ટનલ ક્રેનની મદદથી સીધી ફીટ કરી દેવામાં આવી.

Engineering Marvel: શા માટે આ પ્રોજેક્ટ ખાસ છે?
પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના DRM પંકજસિંહે જણાવ્યું કે, આ પદ્ધતિ જૂની ‘કટ એન્ડ કવર’ કે ‘બોક્સ પુશિંગ’ પદ્ધતિઓનો કાયમી ઉકેલ છે.
- મજબૂતી: આ ટનલ 6mm જાડાઈ ધરાવતી ખાસ ગ્રેડની સ્ટીલ પ્લેટ્સમાંથી બની છે.
- લાંબુ આયુષ્ય: કાટ અને ભેજથી બચાવવા માટે તેના પર 4 લેયરનું સ્પેશિયલ કેમિકલ અને એન્ટી-કોરોઝિવ કોટિંગ કરવામાં આવ્યું છે, જે આગામી 50 વર્ષ સુધી સુરક્ષિત રહેશે.
- જટિલ પડકારો: ઉધના સ્ટેશન પર હજારો હાઈ-વોલ્ટેજ કેબલ્સ અને સિગ્નલિંગ નેટવર્ક હોવા છતાં, કોઈ પણ વિક્ષેપ વિના આ ટેકનિકલ પડકારને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો છે.

Engineering Marvel: મુસાફરો અને નાગરિકોને શું થશે ફાયદો?
ભારતમાં રેલવે અકસ્માતોનું એક મુખ્ય કારણ શોર્ટકટ માટે લોકો દ્વારા રેલવે ટ્રેક ઓળંગવો છે.
- સુરક્ષા: આ અંડરપાસથી શ્રમિકો અને સામાન્ય નાગરિકો જીવના જોખમે ટ્રેક ઓળંગ્યા વિના સુરક્ષિત રીતે સામે પાર જઈ શકશે.
- ટ્રાફિક મુક્તિ: આ અંડરપાસનો ઉપયોગ પદયાત્રીઓ તેમજ ટુ-વ્હીલર ચાલકો પણ કરી શકશે.

Engineering Marvel: ભવિષ્યની યોજના
રેલવે પ્રશાસન અત્યારે આ પ્રોજેક્ટનું વાઇબ્રેશન અને લોડ ટેસ્ટિંગ કરી રહ્યું છે. જો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ સાબિત થશે, તો સમગ્ર ભારતીય રેલવેમાં જ્યાં પણ અકસ્માત પ્રવણ વિસ્તારો (Black Spots) છે, ત્યાં આ જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને હજારોની સંખ્યામાં સ્ટીલ અંડરપાસ બનાવવામાં આવશે.

આ પ્રોજેક્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં ભારતની વધતી ક્ષમતા અને ટેકનોલોજીકલ પ્રગતિનું પ્રતીક બની રહેશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




