HomeGujaratPitch Turned Battleground: FIFA વર્લ્ડ કપ ૨૦૨૬: આર્જેન્ટિનાની ફાઇનલમાં એન્ટ્રી, ઇંગ્લેન્ડ સામેની...

Pitch Turned Battleground: FIFA વર્લ્ડ કપ ૨૦૨૬: આર્જેન્ટિનાની ફાઇનલમાં એન્ટ્રી, ઇંગ્લેન્ડ સામેની જીત બાદ મેદાન પર ‘યુદ્ધ’!

Pitch Turned Battleground: ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ની સેમીફાઈનલ મેચમાં આર્જેન્ટિનાએ ઇંગ્લેન્ડને ૨-૧થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જોકે, આ ઐતિહાસિક જીત બાદ મેદાન પર સર્જાયેલી હિંસા અને રાજકીય બેનરના વિવાદે ફૂટબોલ જગતમાં ખળભળાટ મચાવ્યો છે.

Pitch Turned Battleground: મેચની રોમાંચક સફર: છેલ્લી મિનિટે આર્જેન્ટિનાનો વિજય

Pitch Turned Battleground

મેચના પહેલા હાફમાં બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. બીજા હાફની ૫૫મી મિનિટે ઇંગ્લેન્ડના એન્થોની ગોર્ડને ગોલ કરીને ટીમને ૧-૦થી લીડ અપાવી હતી. જોકે, આર્જેન્ટિનાએ હાર ન માની અને ૮૫મી મિનિટે એન્ઝો ફર્નાન્ડિઝે ગોલ કરીને સ્કોર ૧-૧ની બરાબરી પર લાવી દીધો. મેચના અંતિમ તબક્કે, ૯૨મી મિનિટે માર્ટિનેઝના શાનદાર હેડર ગોલની મદદથી આર્જેન્ટિનાએ ૨-૧થી જીત મેળવી સાતમી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

Pitch Turned Battleground: મેદાન પર ખેલાડીઓ વચ્ચે મારામારી

Pitch Turned Battleground

રેફરીની અંતિમ સીટી વાગતા જ મેદાન પર સ્થિતિ તંગ બની હતી. હારથી નિરાશ ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડી જુડ બેલિંગહામ અને આર્જેન્ટિનાના સબસ્ટિટ્યુટ ખેલાડી વેલેન્ટિન બાર્કો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી વણસી ગઈ કે બેલિંગહામે ગુસ્સામાં આવી બાર્કોના માથા પર ‘ટપલી’ મારી દીધી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. બંને ટીમના અન્ય ખેલાડીઓ અને સ્ટાફે વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો.

Pitch Turned Battleground

Pitch Turned Battleground:ફોકલેન્ડ’ બેનરનો રાજકીય વિવાદ

Pitch Turned Battleground
Pitch Turned Battleground
Pitch Turned Battleground
Pitch Turned Battleground

આ મેચ માત્ર ફૂટબોલના મેદાન પૂરતી સીમિત ન રહી, પરંતુ એક મોટા રાજકીય વિવાદમાં ફેરવાઈ ગઈ. મેચ બાદ આર્જેન્ટિનાના સપોર્ટ સ્ટાફ અને ચાહકોએ સ્ટેડિયમમાં “Las Malvinas son Argentinas” (માલવિનાસ/ફોકલેન્ડ આર્જેન્ટિનાનું છે) લખેલું બેનર પ્રદર્શિત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ૧૯૮૨માં આ જ ફોકલેન્ડ આઇલેન્ડના કબજા માટે આર્જેન્ટિના અને બ્રિટન વચ્ચે યુદ્ધ થયું હતું. ફિફાના નિયમો મુજબ રમતગમતના મેદાન પર રાજકીય સંદેશાઓ આપવા પર પ્રતિબંધ છે, ત્યારે આ ઘટનાને લઈને રમતગમતની ભાવના (Sportsmanship) પર ગંભીર સવાલો ઉભા થયા છે

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ઉમરેઠના બેચરી હમીદપુરામાં મહી કેનાલ તૂટી, ૫૦૦ વીઘા પાક પાણીમાં ગરકાવ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments