Home State Gujarat Lawyer Turns Accused: ન્યાય અપાવનાર વકીલ જ બન્યો ‘રાક્ષસ’, સગીરાને બ્લેકમેલ કરી...

Lawyer Turns Accused: ન્યાય અપાવનાર વકીલ જ બન્યો ‘રાક્ષસ’, સગીરાને બ્લેકમેલ કરી આચર્યું દુષ્કર્મ, પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો

0
115
Lawyer Turns Accused
Lawyer Turns Accused

Lawyer Turns Accused: સુરતમાંથી એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેને જાણીને કાયદાના રક્ષક ગણાતા વકીલ પદ પરથી લોકોનો વિશ્વાસ ડગી જાય. જે વકીલ પર એક પીડિત પરિવારે પોતાની દીકરીને ન્યાય અપાવવા માટે અતૂટ ભરોસો મૂક્યો હતો, તે જ વકીલે સગીરાને ધમકાવી, બંધક બનાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ નરાધમ વકીલ સામે પોલીસે પોક્સો (POCSO) અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી જેલભેગો કરી દીધો છે.

Lawyer Turns Accused

Lawyer Turns Accused: શું છે સમગ્ર મામલો?

વર્ષ 2025માં એક 13 વર્ષીય સગીરાનું અપહરણ અને દુષ્કર્મ થયું હતું. આ કેસમાં પીડિત પરિવારને ન્યાય મળે તે માટે પિતાએ વકીલ પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીરને પોતાનો કેસ લડવા માટે રોક્યા હતા. પરિવારને વકીલ પર પૂરો વિશ્વાસ હતો, પરંતુ વકીલે આ વિશ્વાસનો ગેરલાભ ઉઠાવીને પોતાની વિકૃત માનસિકતા બહાર લાવી હતી.

Lawyer Turns Accused

Lawyer Turns Accused: કેસ બગાડવાની ધમકી આપીને સગીરાને ઉઠાવી ગયો

તપાસમાં સામે આવ્યું છે કે, 12 જુલાઈ 2026ના રોજ આરોપી વકીલે પીડિતાના પિતાને ફોન કરી સગીરાને ઘરકામ માટે માંગણી કરી હતી. જ્યારે પરિવારે ના પાડી, ત્યારે વકીલે ધમકી આપી કે જો દીકરીને મારા ઘરે નહીં મોકલો, તો કોર્ટમાં ચાલતો તમારો જૂનો કેસ હું જાણીજોઈને બગાડી નાખીશ. આ ધમકીથી ડરી ગયેલા પરિવારે દીકરીને વકીલ સાથે મોકલી હતી, જ્યાં વકીલે તેને પોતાના મકાન પર લઈ જઈ બંધક બનાવી હતી.

Lawyer Turns Accused

Lawyer Turns Accused: અમાનવીય કૃત્ય અને બ્લેકમેલિંગ

આરોપી વકીલે સગીરા સાથે મારપીટ કરી, દુષ્કર્મ આચર્યું અને એટલું જ નહીં, અકુદરતી કુકર્મ પણ કર્યું. પીડિતા કોઈને કશું ન કહી શકે તે માટે વકીલે આ અમાનવીય કૃત્યનો વીડિયો પણ ઉતાર્યો હતો. બાદમાં સગીરાએ હિંમત ભેગી કરીને પોતાના પિતાને આ તમામ આપવીતી જણાવતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.

Lawyer Turns Accused: પોલીસની ત્વરિત કાર્યવાહી

ઘટનાની ગંભીરતા સમજીને સચિન GIDC પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. ACP એ. સી. તરડે અને તેમની ટીમે ગણતરીના કલાકોમાં જ આરોપી પ્રણયરાજ રણવીરને ડિંડોલી વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, આરોપી વકીલ અગાઉ પણ 6 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે, જેમાં દહેજ ઉત્પીડન, સરકારી કર્મચારી પર હુમલો અને મારામારી જેવા કેસોનો સમાવેશ થાય છે.

આ કેસમાં પોલીસે BNSની કલમ 64(2)(જે), 65(1), 95, 115(2), 351(2) તેમજ પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી શરૂ કરી છે. હાલ આરોપીનો મોબાઈલ જપ્ત કરી તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગુજરાતના 60 હજાર કર્મચારીઓ માટે સારા સમાચાર: 2005 પહેલાના કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજનાનો લાભ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે