HomeGujaratChaos in Mehsana: મહેસાણાના ખેરવામાં ધોળા દિવસે સનસનાટી, વેપારીને છરો મારી ૧.૫૦...

Chaos in Mehsana: મહેસાણાના ખેરવામાં ધોળા દિવસે સનસનાટી, વેપારીને છરો મારી ૧.૫૦ લાખ રોકડ અને ૧૦ તોલા સોનું લૂંટાયું

Chaos in Mehsana: મહેસાણા તાલુકાના ખેરવા ગામમાં ભરબપોરે લૂંટની એક અત્યંત હિંસક ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. ગામની ઓઝોન સોસાયટીમાં રહેતા અને લાતીનો વ્યવસાય કરતા રમેશભાઈ પટેલ પાસેથી બાઇક સવાર ચાર લૂંટારુઓએ લાખોની રોકડ અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે.

Chaos in Mehsana

Chaos in Mehsana: શું બની હતી ઘટના?

ઘટનાની વિગત મુજબ, રમેશભાઈ પટેલ બપોરે આશરે ૨:૦૦ વાગ્યે ખેરવા કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાંથી ૧.૫૦ લાખ રૂપિયા રોકડા અને ૧૦ તોલા સોનાના દાગીના લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. બેંકથી માત્ર ૩૦૦ મીટર દૂર એક ગલીમાં અગાઉથી ટાંપીને બેઠેલા ચાર શખ્સોએ તેમને આંતર્યા હતા.

Chaos in Mehsana

Chaos in Mehsana: ક્રૂરતાની પરાકાષ્ઠા: આંખમાં મરચું અને છરાનો ઘા

લૂંટારુઓએ રમેશભાઈની આંખોમાં મરચાની ભૂકી ફેંકી દીધી હતી. જ્યારે રમેશભાઈએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે હુમલાખોરોએ તેમના હાથમાં દોઢ ફૂટનો છરો ભોંકી દીધો હતો. છરો તેમના હાથની આરપાર નીકળી ગયો હોવા છતાં, હિંમત હાર્યા વગર લોહીલુહાણ હાલતમાં રમેશભાઈ બાઇક ચલાવી મુખ્ય રોડ સુધી પહોંચ્યા હતા, જ્યાં તેઓ ઢળી પડ્યા હતા. આસપાસના લોકોએ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા.

Chaos in Mehsana

Chaos in Mehsana: મદદ કરનાર વેપારીની જુબાની

સ્થાનિક વેપારી બળદેવભાઈ પટેલે જણાવ્યું હતું કે, રમેશભાઈના અવાજ સાંભળીને તેઓ મદદ માટે દોડ્યા હતા. શરૂઆતમાં તેમને લાગ્યું કે રમેશભાઈને હૃદયરોગનો હુમલો આવ્યો હશે, પરંતુ નજીક જઈને જોતા સમગ્ર ઘટનાની ગંભીરતા સમજાય હતી. લૂંટારુઓ અત્યંત ઘાતકી રીતે હુમલો કરીને રોકડ અને દાગીના ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા.

પોલીસ તપાસ તેજ

આ ઘટનાને પગલે મહેસાણા તાલુકા પોલીસ અને એલ.સી.બી.નો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસે ગામના પ્રવેશદ્વારો અને ક્રેડિટ સોસાયટીના સીસીટીવી ફૂટેજ મેળવી લૂંટારુઓનું પગેરું દબાવવા સઘન તપાસ શરૂ કરી છે. સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ઐતિહાસિક વિજય, લોર્ડ્સના મેદાન પર ભારતીય મહિલા ટીમનો દબદબો, ઇંગ્લેન્ડને 270 રનથી કચડ્યું

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments