Home State Gujarat Controversy in Patan: પાટણના હારીજમાં ‘ઝાપટપરા’નું નામ બદલાતા વિવાદ, સરકારી દસ્તાવેજોમાં ફેરફાર...

Controversy in Patan: પાટણના હારીજમાં ‘ઝાપટપરા’નું નામ બદલાતા વિવાદ, સરકારી દસ્તાવેજોમાં ફેરફાર થતા સ્થાનિકોમાં રોષ

0
265
Controversy in Patan
Controversy in Patan

Controversy in Patan: પાટણ જિલ્લાના હારીજ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પરંપરાગત વિસ્તાર ‘ઝાપટપરા’નું નામ સત્તાવાર મંજૂરી વગર બદલીને સરકારી કાગળોમાં ‘ઈસ્લામપુરા’ કરી દેવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને હિન્દુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે.

Controversy in Patan

Controversy in Patan: શું છે સમગ્ર મામલો?

તાજેતરમાં સરકારી તંત્ર દ્વારા કરવામાં આવેલા એક સર્વે દરમિયાન સામે આવ્યું હતું કે, આ વિસ્તારના રહીશોના સરકારી દસ્તાવેજોમાં ‘ઝાપટપરા’ના સ્થાને નવું નામ ઉમેરાઈ ગયું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ નામ બદલવા માટે નગરપાલિકામાં કોઈ પણ પ્રકારનો ઠરાવ પસાર કરવામાં આવ્યો નથી કે કોઈ સત્તાવાર દરખાસ્ત પણ કરવામાં આવી નહોતી.

Controversy in Patan

Controversy in Patan: સ્થાનિકોની પ્રતિક્રિયા

આ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા લોકોનું કહેવું છે કે, આ વિસ્તારનું નામ દાયકાઓથી ‘ઝાપટપરા’ જ છે અને તેમનો તમામ વહીવટી રેકોર્ડ પણ તે જ નામે ચાલે છે.

  • શેખ ઇમ્તિયાઝ ખાન: “અંદાજે 90 ટકા લોકોના દસ્તાવેજોમાં ‘ઝાપટપરા’ નામ જ છે. જે લોકોના આધાર કાર્ડ કે અન્ય દસ્તાવેજોમાં ભૂલથી નામ બદલાયું છે, અમે તેને સુધારવા માટે તંત્રમાં રજૂઆત કરીશું. આ વિસ્તારનું જૂનું નામ જ યથાવત રહેવું જોઈએ.”
  • સ્થાનિક રહીશ તખીબેન: “મને અહીં લગ્ન કરીને 30-35 વર્ષ થયા છે, ત્યારથી આ વિસ્તાર ‘ઝાપટપરા’ તરીકે જ ઓળખાય છે. અચાનક બદલાયેલા નામને કારણે અમને મુશ્કેલી પડી રહી છે.”
Controversy in Patan

Controversy in Patan: વહીવટી તંત્રની ભૂમિકા શંકાના દાયરામાં

સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે વસ્તીના સમીકરણો બદલાયા બાદ, ચોક્કસ તત્વોની વહીવટી તંત્ર સાથેની મિલીભગતથી આ ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારી રેકોર્ડ પરથી જૂનું નામ દૂર કરીને નવું નામ કયા આધારે ચડાવવામાં આવ્યું, તે મોટો પ્રશ્ન બની ગયો છે.

Controversy in Patan

નાયબ કલેક્ટરના તપાસના આદેશ

આ ગંભીર મામલે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. નાયબ કલેક્ટર મેહુલ બરાસરાએ જણાવ્યું હતું કે, “આ ઘટના અમારા ધ્યાને આવી છે. પ્રાંત અધિકારી (સમી) અને મામલતદાર (હારીજ)ને તાત્કાલિક ખરાઈ કરીને નિયમ અનુસાર કાર્યવાહી કરવા સૂચના આપી દેવામાં આવી છે.” હાલ મામલતદારના અહેવાલની રાહ જોવાઈ રહી છે, ત્યારબાદ જ આ બાબતે સ્પષ્ટતા થઈ શકશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સ્ટંટબાજી ભારે પડી: વાયરલ વીડિયો બાદ પોલીસની કાર્યવાહી, માજીની સ્કોર્પિયો કાર ડિટેઈન

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે