HomeGujaratGujarat Rain Prediction Row: ગુજરાતમાં વરસાદી આગાહીઓનો વિવાદ: 'વિજ્ઞાન જાથા'ના આકરા પ્રહાર,...

Gujarat Rain Prediction Row: ગુજરાતમાં વરસાદી આગાહીઓનો વિવાદ: ‘વિજ્ઞાન જાથા’ના આકરા પ્રહાર, અંબાલાલ પટેલે કરી આગાહીથી દૂર રહેવાની જાહેરાત

Gujarat Rain Prediction Row: ગુજરાતમાં ચોમાસાની સીઝન દરમિયાન વરસાદની આગાહીઓને લઈને રાજ્યમાં એક મોટો વિવાદ છેડાયો છે. ખેડૂતો એક તરફ વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયા અને ખાનગી આગાહીકારો દ્વારા કરવામાં આવતી વરસાદની આગાહીઓ પર ‘વિજ્ઞાન જાથા’એ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે હવે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી જાહેરાત કરી છે.

Gujarat Rain Prediction Row: વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાના આક્ષેપો

વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ વરસાદના વરતારા કરનારા આગાહીકારો સામે લાલ આંખ કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે:

  • વૈજ્ઞાનિક આધાર વગર કરવામાં આવતી આગાહીઓને કારણે ખેડૂતોને કરોડોનું નુકસાન થયું છે.
  • જુલાઈ મહિનાના મધ્ય સુધીમાં કરવામાં આવેલી મોટાભાગની આગાહીઓ ખોટી સાબિત થઈ છે.
  • ખેડૂતો હવે ખાનગી આગાહીકારો પર ભરોસો કરવાનું બંધ કરે.
  • જયંત પંડ્યાએ સ્પષ્ટપણે માંગણી કરી છે કે વૈજ્ઞાનિક આધાર વિના ભ્રામક માહિતી ફેલાવનારા આવા આગાહીકારો સામે કાયદેસરનો ગુનો દાખલ થવો જોઈએ.

Gujarat Rain Prediction Row: અંબાલાલ પટેલની પ્રતિક્રિયા

વિજ્ઞાન જાથાના આ આક્ષેપો બાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે:

  • તેઓ કોઈ આધુનિક સાધનોના બદલે વર્ષો જૂના પરંપરાગત જ્ઞાન અને ‘કોઠા’ના આધારે આગાહી કરે છે.
  • વિવાદ વધતા તેમણે હવે પછી આગાહી નહીં કરવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી લોકો મારી સાથે નહીં આવે, ત્યાં સુધી હું હવે કોઈ આગાહી નહીં કરું.”

Gujarat Rain Prediction Row: ખેડૂતોની સ્થિતિ અને મૂંઝવણ

Gujarat Rain Prediction Row

રાજ્યના ખેડૂતો હાલ અસમંજસમાં છે. પ્રથમ રાઉન્ડના સારા વરસાદ બાદ વાવણી થઈ ચૂકી છે, પરંતુ હવે બીજા રાઉન્ડના વરસાદની રાહ જોતા ખેડૂતો પિયત માટે ચિંતિત છે. દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ છે, જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો હજુ પણ વરસાદની પ્રતીક્ષામાં છે. આવી સ્થિતિમાં ખોટી આગાહીઓ ખેડૂતોના આયોજન પર પાણી ફેરવી રહી છે.

સોશિયલ મીડિયા પર ચર્ચા

આ વિવાદને લઈને સોશિયલ મીડિયા પર પણ ખેડૂતો અને નાગરિકો મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો વિજ્ઞાન જાથાના તર્કને સમર્થન આપી રહ્યા છે, તો કેટલાક લોકો પરંપરાગત આગાહીઓ પર ભરોસો રાખતા હોવાનું જણાવી રહ્યા છે.

તમે શું માનો છો? શું ખરેખર ખાનગી આગાહીકારોની આગાહીઓ ખેડૂતોને નુકસાન પહોંચાડી રહી છે? શું આગાહીકારો સામે પગલાં લેવા જોઈએ? તમારા મંતવ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: 12 બાળકોના મોતથી ફફડાટ, આરોગ્ય વિભાગ એલર્ટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments