HomeGujaratDefamation Row: સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ સામે...

Defamation Row: સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ સામે ફરિયાદ, પોલીસ સ્ટેશનની બહાર કીર્તિએ ફેંક્યો પડકાર

Defamation Row: સોશિયલ મીડિયા પર પોતાના વિવાદિત નિવેદનો અને વીડિયોને કારણે હંમેશા ચર્ચામાં રહેતી સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં આવી છે. સુરતના પુણા પોલીસ સ્ટેશને કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કાર્યવાહી ભાવનગરના બોરડા ગામના સરપંચના પતિ રાજુ ભમ્મરની ફરિયાદના આધારે કરવામાં આવી છે.

Defamation Row

Defamation Row: શું છે સમગ્ર મામલો?

ફરિયાદી રાજુ ભમ્મરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ભૂતકાળમાં સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હતા. સંબંધ પૂરો થયા બાદ નયના બારૈયાની ઉશ્કેરણીથી કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર તેમના અને તેમના પરિવારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનું કાવતરું રચ્યું હતું.

Defamation Row

Defamation Row: કીર્તિ પટેલના ગંભીર આક્ષેપો અને ધમકીઓ

ફરિયાદ મુજબ, ગત 5 જૂન, 2026ના રોજ કીર્તિ પટેલે રાજુભાઈને વ્હોટ્સએપ કોલ કરીને તેમની પત્ની (સરપંચ) વિશે અનૈતિક સંબંધના ખોટા આક્ષેપો કર્યા હતા. એટલું જ નહીં, તેણે ઇન્સ્ટાગ્રામ આઈડી ‘KIRTI NI MOJ5143’ પરથી અવારનવાર રીલ્સ બનાવી રાજુભાઈના પરિવારના ચારિત્ર્ય પર કાદવ ઉછાળ્યો હતો. આ વીડિયોને મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ‘naina paliwal 0005’ પર શેર કરીને તેને પ્રોત્સાહન આપ્યું હતું.

Defamation Row

Defamation Row: પોલીસ સ્ટેશનની બહાર હંગામો

ફરિયાદ નોંધાયા બાદ કીર્તિ પટેલ સુરતના પુણા પોલીસ સ્ટેશનની બહાર આક્રમક મૂડમાં જોવા મળી હતી. તેણે બૂમો પાડીને પોલીસને પડકાર ફેંક્યો હતો કે તે ખોટા કેસ સહન નહીં કરે. તેણે ફરિયાદ કરનાર રાજુભાઈને પણ પોલીસ સ્ટેશનની બહાર આવીને બતાવવા માટે ખુલ્લી ચીમકી આપી હતી.

Defamation Row

પોલીસની કાર્યવાહી

પુણા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) અને IT એક્ટની કલમ 67 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર આર. એચ. મોરી કરી રહ્યા છે. કીર્તિ પટેલ સામે અગાઉ પણ અનેક વિવાદો અને ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

Defamation Row

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

મિડલ-ઈસ્ટમાં તણાવની ચરમસીમા, અમેરિકાના વળતા પ્રહાર બાદ ઈરાનનો 5 દેશોમાં મિસાઈલ અને ડ્રોન હુમલો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments