Market Rally: ભારતીય શેરબજારમાં આજે શુક્રવારે જોરદાર તેજી જોવા મળી હતી. વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતો અને બેંકિંગ તેમજ રિયલ્ટી સેક્ટરમાં થયેલી નવી ખરીદીના પગલે ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા હતા.

Market Rally: બજારના આજના આંકડા:
- સેન્સેક્સ: 828 પોઈન્ટ (1.08%)ના ઉછાળા સાથે 77,569 ના સ્તરે બંધ રહ્યો.
- નિફ્ટી: 244 પોઈન્ટ (1.02%) વધીને 24,206 ના સ્તરે પહોંચ્યો.
- મુખ્ય સેક્ટર: આજના કારોબારમાં બેંકિંગ અને રિયલ્ટી શેરોમાં રોકાણકારોનો ભારે રસ જોવા મળ્યો હતો.
Market Rally: TCS ના પરિણામો અને શેરનો દેખાવ
આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપની TCS ના પ્રથમ ક્વાર્ટરના પરિણામો આજે જાહેર થયા હતા, જેની બજાર પર સકારાત્મક અસર જોવા મળી હતી.
- શેરમાં ઉછાળો: પરિણામો બાદ TCS નો શેર 0.90% વધીને ₹2,068 પર બંધ થયો હતો.
- નાણાકીય દેખાવ: કંપનીનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 5% વધીને ₹13,349 કરોડ રહ્યો છે, જ્યારે ઓપરેશનલ આવક 14% વધીને ₹72,275 કરોડ સુધી પહોંચી છે.
- ડિવિડન્ડ: કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ 2026-27 માટે ₹12 પ્રતિ શેર વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે, જેના માટે 15 જુલાઈની રેકોર્ડ ડેટ નક્કી કરાઈ છે.
Market Rally: વૈશ્વિક સંકેતો અને વિદેશી રોકાણકારો
એશિયન બજારોમાં પણ આજે તેજીનો માહોલ રહ્યો હતો, જેમાં સાઉથ કોરિયાનો કોસ્પી 2.52% અને જાપાનનો નિકેઈ 1.20% ઉછળ્યો હતો. ગઈકાલે અમેરિકી બજારમાં પણ નાસ્ડેક 1.30% અને ડાઉ જોન્સ 0.27% ના વધારા સાથે બંધ થયા હતા.
જોકે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII/FPI) ની વેચવાલી આજે પણ જારી રહી હતી. લેટેસ્ટ ડેટા મુજબ, FII/FPI એ આજે ₹533 કરોડ ના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક રોકાણકારો (DII) એ ₹2,058 કરોડના શેરની ખરીદી કરી હતી.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
અમદાવાદમાં ગોઝારો અકસ્માત, DPS સ્કૂલની બસની અડફેટે ૧૯ વર્ષીય યુવકનું ઘટનાસ્થળે મોત




