HomeGujaratShocking Incident: શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના, ગીર સોમનાથમાં શિક્ષકે વિદ્યાર્થી પાસે...

Shocking Incident: શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના, ગીર સોમનાથમાં શિક્ષકે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવતા ખળભળાટ

Shocking Incident: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળામાંથી એક અત્યંત ચોંકાવનારી અને શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. શાળાના એક શિક્ષક પર ધોરણ-7માં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થીને પૈસા આપી ગામમાંથી દારૂ મંગાવવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે. આ સમગ્ર મામલે આચાર્યે લેખિત ફરિયાદ કરતા શિક્ષણ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે.

Shocking Incident

Shocking Incident: શું છે સમગ્ર મામલો?

ફરિયાદ મુજબ, ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષક હરેશગીરી ગુલાબગીરી ગૌસ્વામી લાંબા સમયથી નશાની હાલતમાં શાળાએ આવતા હોવાની ફરિયાદો હતી. ગત 20 જૂનના રોજ આ શિક્ષકે ધોરણ-7ના એક વિદ્યાર્થીને 500 રૂપિયા આપીને દારૂ લાવવા મોકલ્યો હતો. આચાર્યને જાણ થતા તેમણે વિદ્યાર્થીને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરી હતી, જેમાં બાળકે સ્વીકાર્યું હતું કે તે અગાઉ પણ અનેક વખત આ શિક્ષક માટે દારૂ લાવી ચૂક્યો છે.

Shocking Incident

Shocking Incident: સીસીટીવી અને પુરાવા સામે આવ્યા

આચાર્યે તાત્કાલિક શાળાના અન્ય શિક્ષકોની હાજરીમાં પંચરોજકામ કરી, વિદ્યાર્થી પાસેથી મળેલી દારૂની બોટલ અને બાકી રહેલા 230 રૂપિયા કબજે કરીને સીલ કરી દીધા હતા. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હરેશ વાઢેરના જણાવ્યા અનુસાર, બાળકની કબૂલાત અને સીસીટીવી ફૂટેજ જેવા મજબૂત પુરાવાઓ આ મામલે સામે આવ્યા છે.

Shocking Incident

Shocking Incident: શિક્ષકની ભૂતકાળની કામગીરી શંકાસ્પદ

આ શિક્ષક સામે આ અગાઉ પણ નશામાં શાળાએ આવવા બદલ બે વખત શિક્ષાત્મક પગલાં લેવાઈ ચૂક્યા છે. વારંવારની રજૂઆતો છતાં શિક્ષકની આદતમાં સુધારો ન આવતા અને હવે સગીર વિદ્યાર્થીનો દારૂ મંગાવવા માટે ઉપયોગ થતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Shocking Incident

વહીવટી કાર્યવાહી

શિક્ષણ વિભાગે આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી છે:

  • શિક્ષક વિરુદ્ધ પોલીસમાં અરજી દાખલ કરવામાં આવી છે.
  • જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આ શિક્ષક સામે ખાતાકીય તપાસ બેસાડવામાં આવી છે.
  • આગામી 13 જુલાઈના રોજ શિક્ષકની રૂબરૂ સુનાવણી યોજાશે.
Shocking Incident

શિક્ષણ જગતમાં આદર્શ માનવામાં આવતા શિક્ષક દ્વારા જ જ્યારે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે ત્યારે સમગ્ર શિક્ષણ વ્યવસ્થા પર સવાલો ઊભા થાય છે. હવે આગામી તપાસમાં શિક્ષક સામે કેવા પ્રકારના કડક પગલાં લેવાય છે, તેના પર સૌની નજર ટકેલી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સુરતમાં પૂરના પાણી ઓસરતા વેપારીઓની આંખમાં આંસુ, લાખોનું નુકસાન, રોડ પર માલ વેચવા મજબૂર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments