HomeGujaratCrime in Rajkot: રાજકોટમાં બાઈક ચલાવવા બાબતે નજીવો ઝઘડો જીવલેણ બન્યો, કાકા-ભત્રીજા...

Crime in Rajkot: રાજકોટમાં બાઈક ચલાવવા બાબતે નજીવો ઝઘડો જીવલેણ બન્યો, કાકા-ભત્રીજા પર ફાયરિંગ, ભત્રીજાનું મોત

Crime in Rajkot: રાજકોટના નાનામવા રોડ પર આવેલા મોકાજી સર્કલ પાસે બુધવારે સાંજે બાઈક ચલાવવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલામાં થયેલા ફાયરિંગમાં એક યુવાનનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેના કાકા ગંભીર રીતે ઘાયલ થયા છે.

Crime in Rajkot

Crime in Rajkot: શું હતી ઘટના?

પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક કૃષ્ણદીપસિંહ અને તેમના કાકા મહેન્દ્રસિંહ મોકાજી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિઓ સાથે બાઈક ચલાવવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. વાત એટલી વણસી ગઈ કે સામે પક્ષે પોતાના પિતાને હથિયાર સાથે બોલાવી લીધા હતા. થોડી જ વારમાં સ્થળ પર પહોંચેલા હુમલાખોરોએ અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

Crime in Rajkot

Crime in Rajkot: મુખ્ય આરોપીઓ અને તપાસ

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાએ આપેલી માહિતી મુજબ, આ ઘટનામાં મવડીના નવલનગરમાં રહેતા રણજીત વાળા અને તેના બે પુત્રો રાજવીર અને અભી વાળાની સંડોવણી સામે આવી છે.

  • મૃતક: કૃષ્ણદીપસિંહ (ઘટનાસ્થળે જ મોત).
  • ઘાયલ: મહેન્દ્રસિંહ (કાકા, હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ).
  • સંડોવાયેલા શખસો: પ્રાથમિક તપાસ મુજબ આ ઘટનામાં 7 થી 8 જેટલા લોકો સામેલ હોવાનું અનુમાન છે.
Crime in Rajkot

પોલીસની કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ ક્રાઈમ બ્રાન્ચ અને તાલુકા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતકનો પરિવાર પોલીસ વિભાગ સાથે સંકળાયેલો હોવાનું પણ સામે આવ્યું છે (મૃતકના ભાઈ પોલીસમાં GRDમાં ફરજ બજાવે છે અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ગોપાલસિંહ સાથે તેમનો કૌટુંબિક સંબંધ છે). હાલ પોલીસ આરોપીઓને પકડવા માટે સીસીટીવી ફૂટેજ અને લોકેશન ટ્રેસિંગના આધારે તપાસ કરી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમા પર, ઈરાનના 90 સૈન્ય ઠેકાણાઓ પર અમેરિકી એરસ્ટ્રાઈક, ટ્રમ્પની કડક ચેતવણી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments