Home Videsh Ceasefire Ends: ઈરાન સાથે યુદ્ધવિરામ ખતમ! NATO સમિટમાં ટ્રમ્પની ગર્જના- ‘અમે 80...

Ceasefire Ends: ઈરાન સાથે યુદ્ધવિરામ ખતમ! NATO સમિટમાં ટ્રમ્પની ગર્જના- ‘અમે 80 ઠેકાણા ઉડાવ્યા, હવે કોઈ કરાર નહીં થાય’; ક્રૂડ ઓઈલ 6% ઉછળ્યું

0
108
Ceasefire Ends
Ceasefire Ends

Ceasefire Ends: વિશ્વ પર ફરી એકવાર મોટા યુદ્ધના વાદળો ઘેરાયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાટો (NATO) સમિટ દરમિયાન એક ચોંકાવનારી જાહેરાત કરતા જણાવ્યું છે કે, ઈરાન સાથે થયેલો યુદ્ધવિરામ કરાર (MoU) હવે સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયો છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે હવે અમેરિકા ઈરાન સાથે કોઈ પણ પ્રકારની ડીલ કરવા માંગતું નથી.

અમેરિકી રાષ્ટ્રપતિએ કડક વલણ અપનાવતા કહ્યું, અમે ગઈ રાત્રે જ ઈરાન પર જોરદાર જવાબી હુમલો કરીને તેમના ખતરનાક લોકોને ટાર્ગેટ કર્યા છે. હવેથી તેઓ જ્યારે પણ હુમલો કરશે, અમેરિકા તેનો બમણા વેગથી જવાબ આપશે.” ટ્રમ્પે ઉમેર્યું કે અમેરિકાનું અંતિમ લક્ષ્ય ઈરાનના પરમાણુ કાર્યક્રમને હંમેશા માટે ખતમ કરવાનું છે. આ સાથે જ તેમણે નાટો (NATO) ગઠબંધન સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી કે દુનિયાના સૌથી મોટા આતંક સમર્થક દેશ વિરૂદ્ધ તેમણે અમેરિકાને પૂરતો સાથ આપ્યો નથી.

Ceasefire Ends

Ceasefire Ends: અમેરિકાની મોટી એરસ્ટ્રાઈક: 80 સૈન્ય ઠેકાણા તબાહ

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના જણાવ્યા અનુસાર, હોર્મુઝની ખાડીમાં જહાજો પર થયેલા હુમલાના જવાબમાં અમેરિકાએ ઈરાનના 80થી વધુ સૈન્ય ઠેકાણાઓ પર ભયાનક એરસ્ટ્રાઈક કરી છે. અમેરિકી વાયુસેનાએ ઈરાનના બંદર અબ્બાસમાં આવેલા શાહિદ હક્કાની પોર્ટ, સિરિક અને કેશ્મને મુખ્ય નિશાન બનાવ્યા હતા. હુમલામાં એર ડિફેન્સ સિસ્ટમ, કમાન્ડ સેન્ટર્સ, કોસ્ટલ રડાર, એન્ટી-શિપ મિસાઈલ સિસ્ટમ, ડ્રોન લોન્ચ સાઈટ્સ અને IRGCની 60થી વધુ મિલિટરી બોટ્સને નષ્ટ કરી દેવામાં આવી છે.

Ceasefire Ends

Ceasefire Ends: છેલ્લા 24 કલાકના 4 મોટા વૈશ્વિક અપડેટ્સ

  • હોર્મુઝમાં 3 ટેન્કરો પર હુમલો: અયાતોલ્લાહ ખામેનીના અંતિમ સંસ્કાર વચ્ચે ઈરાને હોર્મુઝમાં કતરના એક જહાજ સહિત કુલ 3 ટેન્કરોને નિશાન બનાવ્યા અને ચેતવણી આપી કે જો તેમના રૂટનો ઉપયોગ નહીં થાય તો સુરક્ષાની કોઈ ગેરંટી નથી.
  • કતરે કરી આકરી નિંદા: કતરે પોતાના જહાજ પર થયેલા હુમલા બાદ ઈરાનને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા માટે ખતરો ગણાવી કાયદેસર રીતે સંપૂર્ણ જવાબદાર ઠેરવ્યું છે.
  • ઈરાનનો પલટવાર: ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું કે, અમેરિકાની ધમકીઓ વચ્ચે કોઈ પણ વાટાઘાટો શક્ય નથી. પહેલા અમેરિકાએ જૂના કરારોનું સન્માન કરવું પડશે.
  • ખામેનીના જનાજામાં ઉમટી લાખોની ભીડ: કોમ શહેરમાં ખામેનીની અંતિમ યાત્રામાં લાખો લોકો જોડાયા હતા. લોકોએ તાબૂત પર લાલ કપડું ચઢાવ્યું હતું, જે ઈસ્લામિક પરંપરામાં ‘બદલા’ (Revenge) નું પ્રતીક માનવામાં આવે છે.
Ceasefire Ends

Ceasefire Ends: આર્થિક મોરચે મોટો ઝટકો: ક્રૂડ ઓઈલ 6% ઉછળ્યું, શેરબજારો તૂટ્યા

ટ્રમ્પના આ આકરા વલણ અને યુદ્ધવિરામ તૂટવાના સમાચાર બાદ વૈશ્વિક બજારમાં ખળભળાટ મચી ગયો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 6% ના તોતિંગ ઉછાળા સાથે $78 પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. બીજી તરફ, યુરોપિયન શેરબજારોમાં 1.6% નો મોટો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોના મતે, જો આ તણાવ લાંબો ચાલશે તો વૈશ્વિક સ્તરે મોંઘવારી અને ઉર્જા પુરવઠા (Energy Supply) નું મોટું સંકટ ઊભું થઈ શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

જંબુસરના કનગામમાં રાઠોડ સમાજના સ્મશાનમાં શેડનો અભાવ, ચોમાસામાં અંતિમ સંસ્કાર માટે ભારે હાલાકી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે