HomeGujaratNarrow Escape in Gandhinagar: ગાંધીનગર હાઈવે પર ભયાનક અકસ્માત: ગિફ્ટ સિટી બ્રિજ...

Narrow Escape in Gandhinagar: ગાંધીનગર હાઈવે પર ભયાનક અકસ્માત: ગિફ્ટ સિટી બ્રિજ પાસે કાર પલ્ટી મારી, ચાલકનો ચમત્કારિક બચાવ

Narrow Escape in Gandhinagar: ગાંધીનગર-અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પર આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ગિફ્ટ સિટી બ્રિજ નજીક લવારપુર પાસે પુરપાટ ઝડપે દોડતી એક ‘ટિગોર’ કાર અકસ્માતનો ભોગ બની હતી. જોકે, આ દુર્ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.

Narrow Escape in Gandhinagar: શું બની હતી ઘટના?

પ્રાપ્ત માહિતી અનુસાર, ટિગોર કાર અત્યંત ઝડપે જઈ રહી હતી. તે દરમિયાન રસ્તામાં અચાનક બીજું કોઈ વાહન આવી જતાં ચાલકે તેને બચાવવા માટે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. અથડામણ ટાળવા માટે ચાલકે ફૂલ ટન (અચાનક વળાંક) મારવાનો પ્રયાસ કરતા કાર બેકાબૂ બની હતી અને હાઈવે પર પલ્ટી મારી ગઈ હતી.

Narrow Escape in Gandhinagar: એરબેગ્સે બચાવ્યો જીવ

Narrow Escape in Gandhinagar

કારની રફ્તાર એટલી હતી કે કાર પલ્ટી મારી જતાં તેના ફુરચે-ફુરચા ઉડી ગયા હતા. અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે જોતા જ સૌ કોઈના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે, કારમાં રહેલી સેફ્ટી સિસ્ટમ અને એરબેગ્સ સમયસર ખુલી જતાં વાહન ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. ચાલકને કોઈ ગંભીર ઇજા થઈ નથી, જે એક મોટી રાહતની વાત છે.

ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વાહન ચાલકની સ્થિતિ જાણી રાહત અનુભવી હતી. આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક પણ થોડીવાર માટે જામ થયો હતો.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક ગુજરાત માટે ભારે, દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ અને નદીઓ બે કાંઠે થશે!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments