Home Breaking News Ambalal Patel Forecast: અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક ગુજરાત માટે...

Ambalal Patel Forecast: અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક ગુજરાત માટે ભારે, દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ અને નદીઓ બે કાંઠે થશે!

0
124
Ambalal Patel Forecast
Ambalal Patel Forecast

Ambalal Patel Forecast: ગુજરાતમાં ચોમાસાની તોફાની એન્ટ્રી બાદ હવે આગામી દિવસો માટે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચિંતાજનક અને મોટી આગાહી કરી છે. આગામી બે દિવસ (૪૮ કલાક) રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે, જ્યારે રાજ્યની નાની નદીઓ પણ પૂરના કારણે બે કાંઠે થઈ શકે છે.

Ambalal Patel Forecast: મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મુશળધારની શક્યતા

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી ૪૮ કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત ૬ જુલાઈ સુધીમાં વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના મહિસાગર અને પંચમહાલના ભાગોમાં પણ આભ વરસશે. જ્યારે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં પણ સારો વરસાદ થવાના યોગ છે.

Ambalal Patel Forecast: સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં એલર્ટ

Ambalal Patel Forecast
  • દક્ષિણ ગુજરાત: અહીં મેઘરાજા અનરાધાર વરસશે, જેને કારણે નદીઓમાં પૂર આવવાની પૂરેપૂરી શક્યતા છે.
  • સૌરાષ્ટ્ર: ભાવનગર અને અમરેલીના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે પોરબંદર અને જામનગરમાં સારો વરસાદ તથા ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત હળવદ, ધ્રાંગધ્રા અને મોરબી પંથકમાં પણ મેઘમહેર જોવા મળશે.
  • કચ્છ: કચ્છના જુદા જુદા ભાગોમાં પણ આગામી દિવસોમાં વરસાદની એન્ટ્રી થશે, જેનાથી જમીનના ભૂગર્ભ જળના તળ ઊંચા આવશે.

Ambalal Patel Forecast: બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ અને નર્મદા ડેમમાં પાણીની આવક

હવામાન નિષ્ણાંતના મતે, ૬-૭ જુલાઈથી ઉત્તર ભારતમાં પણ વરસાદની ગતિ વધશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, ૮-૯ જુલાઈ દરમિયાન બંગાળના ઉપસાગર (Bay of Bengal) માં એક નવી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે, જેની અસરથી ગુજરાતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. આ સિવાય મધ્યપ્રદેશમાં થનારા ભારે વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર (નર્મદા) ડેમમાં પાણીની ધરખમ આવક નોંધાશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ગુજરાતમાં ચોમાસાની જોરદાર એન્ટ્રી, માંગરોળમાં આભ ફાટ્યું, ૧૨ ઇંચથી વધુ વરસાદ!

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે