Home State Gujarat Monsoon Rains Lash Gujarat: મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ગુજરાતમાં ચોમાસાની જોરદાર એન્ટ્રી, માંગરોળમાં...

Monsoon Rains Lash Gujarat: મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ગુજરાતમાં ચોમાસાની જોરદાર એન્ટ્રી, માંગરોળમાં આભ ફાટ્યું, ૧૨ ઇંચથી વધુ વરસાદ!

0
111
Monsoon Rains Lash Gujarat
Monsoon Rains Lash Gujarat

Monsoon Rains Lash Gujarat: ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર અને જોરદાર એન્ટ્રી કરી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૩ જિલ્લાના ૧૭૨ તાલુકાઓમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે. આ દરમિયાન સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ૩૨૧ મિમી (આશરે ૧૨.૬ ઇંચ) નોંધાયો છે. ભારે વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે, જ્યારે માર્ગ વ્યવસ્થા અને વીજ પુરવઠો ખોરવાયા છે.

Monsoon Rains Lash Gujarat: વરસાદના મુખ્ય આંકડા અને ડેમની સ્થિતિ

  • છેલ્લા ૨૪ કલાકનો સરેરાશ વરસાદ: ૨૪.૧૭ મિમી
  • સિઝનનો કુલ સરેરાશ વરસાદ: ૭૬.૯૨ મિમી (સિઝનના કુલ સરેરાશ સામે ૮.૪૬ ટકા વરસાદ)
  • સરદાર સરોવર ડેમની સ્થિતિ: નર્મદા ડેમ ૬૩.૯૪ ટકા ભરાયો.
  • જળાશયોની સ્થિતિ: રાજ્યના ૨૦૬ જળાશયોમાં કુલ ૩૬ ટકા પાણીનો સંગ્રહ થયો છે, જેમાંથી ૨ ડેમ હાઈ એલર્ટ પર અને ૭ ડેમ વોર્નિંગ પર છે.

Monsoon Rains Lash Gujarat: ક્યાં કેટલો વરસાદ નોંધાયો? (મુખ્ય વિસ્તારો)

Monsoon Rains Lash Gujarat
  • જૂનાગઢ: માંગરોળ – ૩૨૧ મિમી, કેશોદ – ૨૭૮ મિમી, માળીયા હાટીના – ૨૩૨ મિમી.
  • ગીર સોમનાથ: સુત્રાપાડા – ૩૧૪ મિમી, પાટણ-વેરાવળ – ૨૫૬ મિમી.
  • દક્ષિણ ગુજરાત: નવસારીના ચીખલીમાં ૨૦૪ મિમી, વલસાડમાં ૧૭૫ મિમી, ગણદેવીમાં ૧૬૯ મિમી, ડાંગમાં ૧૨૮ મિમી અને તાપીના ડોલવણમાં ૧૧૧ મિમી વરસાદ ખાબક્યો છે.

Monsoon Rains Lash Gujarat: ભારે વરસાદથી ૪૮ રસ્તાઓ બંધ: વાહનવ્યવહાર ખોરવાયો

Monsoon Rains Lash Gujarat

પાણી ભરાવા, ઓવરટોપિંગ અને રસ્તા ધોવાઈ જવાના કારણે રાજ્યભરમાં કુલ ૪૮ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે:

  • નેશનલ હાઈવે: જામનગરમાં ૧ નેશનલ હાઈવે બંધ.
  • સ્ટેટ હાઈવે: કુલ ૪ સ્ટેટ હાઈવે બંધ (ખેડામાં ૧ અને જૂનાગઢમાં ૩).
  • પંચાયત હસ્તકના રસ્તા: કુલ ૩૬ માર્ગો બંધ, જેમાં સૌથી વધુ વલસાડમાં ૧૪ અને નવસારીમાં ૧૦ રસ્તા બંધ છે. આ ઉપરાંત જૂનાગઢમાં ૮ અને સુરત, જામનગર, અમરેલીમાં ૧-૧ માર્ગ બંધ છે.

Monsoon Rains Lash Gujarat: ૧૯૫૫ ગામોમાં વીજળી ગુલ, તંત્ર એલર્ટ પર

ભારે વરસાદ અને વાવાઝોડા જેવા માહોલને કારણે રાજ્યના ૧૯૫૫ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે, જેને પુનઃસ્થાપિત કરવા વીજ કંપનીઓ યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.

જોકે, રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં અત્યાર સુધી ક્યાંય સ્થળાંતર કરવાની જરૂર પડી નથી. તેમ છતાં, સંભવિત કટોકટીને પહોંચી વળવા માટે NDRFની ૯ ટીમ અને SDRFની ૨૪ પ્લાટૂન તૈનાત કરી દેવામાં આવી છે. દરિયો તોફાની બનવાની શક્યતા હોવાથી માછીમારોને ૩ જુલાઈથી ૬ જુલાઈ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: દારૂડિયા પુત્રથી કંટાળી માતા-પિતાએ જ એસિડ પીવડાવી ગળાટૂંપો દઈ પતાવી દીધો!

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે