HomeGujaratACB Trap in Mehsana: મહેસાણામાં જમીન માપણી માટે ₹1.90 લાખની લાંચ માંગનાર...

ACB Trap in Mehsana: મહેસાણામાં જમીન માપણી માટે ₹1.90 લાખની લાંચ માંગનાર DILR કચેરીનો સર્વેયર ₹70 હજાર લેતા રંગેહાથ ઝડપાયો, ગાંધીનગર ACBની મોટી કાર્યવાહી

ACB Trap in Mehsana: મહેસાણામાં ખેડૂતની જમીનની હિસ્સા દુરસ્તી માટે માપણી કરી નકશો બનાવી આપવાના બદલામાં લાંચની માંગણી કરનાર ભ્રષ્ટ કર્મચારી સામે ગાંધીનગર એસીબી (Anti-Corruption Bureau) એ મોટી કાર્યવાહી કરી છે. મહેસાણા DILR કચેરીના લાયસન્સી સર્વેયર આશિષ પરમારને ₹70,000 ની લાંચ લેતા ગુરુવારે સાંજે જૂની કોર્ટ કેમ્પસમાંથી રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.

ACB Trap in Mehsana

ACB Trap in Mehsana: જમીન માપણી અને નકશા માટે માંગ્યા હતા ₹1.90 લાખ

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, બહુચરાજી તાલુકાના સુરજ ગામના એક યુવકને પોતાની જમીનની હિસ્સા દુરસ્તી કરાવવાની હતી. આ માટે તેને મામલતદારનો હુકમ પણ મળી ગયો હતો. ત્યારબાદ જમીનની માપણી કરાવવા અને તેનો સત્તાવાર નકશો બનાવવા માટે તેણે મહેસાણાના બહુમાળી સંકુલમાં આવેલી ડી.આઈ.એલ.આર. (DILR) કચેરીના લાયસન્સી સર્વેયર આશિષ પરમાર (રહે. આકબા, તા. બહુચરાજી) નો સંપર્ક કર્યો હતો.

આ સરકારી કામ કરી આપવાના બદલામાં સર્વેયર આશિષે કુલ ₹1,90,000 ની તોતિંગ લાંચની માંગણી કરી હતી. લાંબા સમયની રકઝક બાદ, તેમાંથી ₹70,000 અત્યારે (એડવાન્સ) અને બાકીની રકમ કામ પૂર્ણ થયા બાદ આપવાનું નક્કી થયું હતું.

ACB Trap in Mehsana: ચાની કીટલી પર લાંચ લેવા ગયો ને ACBના સકંજામાં ફસાયો

ફરિયાદી યુવક આ ભ્રષ્ટાચારના નાણાં આપવા માંગતો ન હોવાથી તેણે તાત્કાલિક ગાંધીનગર એસીબી કચેરીનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીના પી.આઈ. ડી.એ. ચૌધરી અને તેમની ટીમે મહેસાણામાં લાંચનું છટકું (Trap) ગોઠવ્યું હતું.

ગુરુવારે સાંજે જ્યારે યુવક રૂપિયા 70 હજાર લઈને પહોંચ્યો, ત્યારે શાતિર આરોપી સર્વેયર આશિષ પરમારને કોઈના પર શંકા ન જાય તે માટે તે યુવકને બહુમાળી સંકુલથી દૂર જૂની કોર્ટ કેમ્પસમાં આવેલી એક ચાની કીટલી પર લઈ ગયો હતો. ત્યાં જેવો આશિષે લાંચના ₹70,000 સ્વીકાર્યા, કે તરત જ આસપાસ વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમે ત્રાટકીને તેને રંગેહાથ દબોચી લીધો હતો.

આરોપીના ઘરે પણ એસીબીનું સર્ચ ઓપરેશન સર્વેયર આશિષ પરમાર લાંચ લેતા પકડાયા બાદ ગાંધીનગર એસીબીની ટીમે તેના ઘરે પણ દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, પ્રાથમિક તપાસમાં તેના ઘરેથી કોઈ વાંધાજનક વસ્તુ કે અપ્રમાણસર મિલકતના દસ્તાવેજો મળી આવ્યા નથી.

હાલમાં એસીબીએ ભ્રષ્ટ સર્વેયર સામે કાયદેસરનો ગુનો નોંધી તેની અટકાયત કરી છે અને આ કૌભાંડમાં કચેરીના અન્ય કોઈ અધિકારી સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

હાલમાં એસીબીએ ભ્રષ્ટ સર્વેયર સામે કાયદેસરનો ગુનો નોંધી તેની અટકાયત કરી છે અને આ કૌભાંડમાં કચેરીના અન્ય કોઈ અધિકારી સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments