HomeGujaratMajor Bureaucratic Shuffle: ગુજરાત બ્યુરોક્રેસીમાં મોટા સમાચાર, રાજ્ય સેવાના ૧૮ અધિકારીઓને IAS...

Major Bureaucratic Shuffle: ગુજરાત બ્યુરોક્રેસીમાં મોટા સમાચાર, રાજ્ય સેવાના ૧૮ અધિકારીઓને IAS તરીકે બઢતી, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન!

Major Bureaucratic Shuffle: ગુજરાતના વહીવટી તંત્રને વધુ મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. રાજ્ય વહીવટી સેવા (State Civil Service) ના કુલ ૧૮ અનુભવી અધિકારીઓને ભારતીય વહીવટી સેવા (IAS) માં બઢતી આપવામાં આવી છે. કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના તાલીમ વિભાગ (DoPT) દ્વારા ૨૫ જૂન ૨૦૨૬ના રોજ આ અંગેનું ગેઝેટ નોટિફિકેશન જાહેર કરીને મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. આ પ્રમોશન મેળવનારાઓમાં આર.એન. કુચારા અને આર.પી. પટેલ જેવા વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે.

Major Bureaucratic Shuffle

Major Bureaucratic Shuffle: સિલેક્ટ લિસ્ટ ૨૦૨૪ અને ૨૦૨૫માંથી પસંદગી

DoPT ના નોટિફિકેશન અનુસાર, વર્ષ ૨૦૨૫ દરમિયાન સર્જાયેલી ખાલી જગ્યાઓ સામે તૈયાર કરવામાં આવેલી સિલેક્ટ લિસ્ટ-૨૦૨૫માંથી ૧૭ અધિકારીઓને IAS કેડર એલોટ કરવામાં આવી છે. આ ઉપરાંત, અમદાવાદ બેન્ચના ટ્રિબ્યુનલના આદેશના પાલનરૂપે સિલેક્ટ લિસ્ટ-૨૦૨૪ (SCS-Addition) માંથી વધુ એક અધિકારીને પણ આ પ્રતિષ્ઠિત કેડરમાં સ્થાન મળ્યું છે.

Major Bureaucratic Shuffle: હાલ પ્રોબેશન પર રહેશે, હાઈકોર્ટના ચુકાદાને આધીન નિયુક્તિ

કેન્દ્ર સરકારના આદેશ મુજબ તમામ પ્રમોટેડ અધિકારીઓને હાલ પ્રોબેશન પર IAS કેડરમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની સિનિયોરિટી અને એલોટમેન્ટનું વર્ષ નક્કી કરવા માટે ગુજરાત સરકારને જરૂરી દરખાસ્ત મોકલવા સૂચના અપાઈ છે. ગેઝેટમાં એ પણ સ્પષ્ટ કરાયું છે કે આ તમામ નિમણૂકો ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ કેટલીક વિશેષ નાગરિક અરજીઓ (SCA) ના અંતિમ ચુકાદાને આધીન રહેશે.

Major Bureaucratic Shuffle: વહીવટી તંત્રની અછત દૂર થશે, વધારાના ચાર્જમાંથી મળશે મુક્તિ

ગુજરાતમાં લાંબા સમયથી IAS અધિકારીઓની અછત વર્તાઈ રહી છે, જેના કારણે કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (DDO), મ્યુનિસિપલ કમિશનર અને વિવિધ વિકાસ સત્તામંડળો સહિત આશરે ૧૫ થી ૨૫ જેટલી મહત્વની જગ્યાઓ પર અન્ય અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

હવે રાજ્ય સેવાના ૧૮ અધિકારીઓને IAS તરીકે પ્રમોશન મળતાં આ મહત્વની જગ્યાઓ પર નિયમિત અને કાયમી નિમણૂકનો માર્ગ મોકળો બનશે. રાજ્ય વહીવટી સેવાનો બહોળો અનુભવ ધરાવતા આ અધિકારીઓની ઉપલબ્ધતાથી ગુજરાતના વહીવટી તંત્રમાં વધુ સ્થિરતા અને કાર્યક્ષમતા આવવાની પૂરી શક્યતા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

વડોદરા ડેસર બ્રેકિંગ: સાવલીનો કરડ નદી પરનો કોઝવે ધોવાયો, જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા ગ્રામજનો!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments