94 Runs 29 Balls 11-Ball Fifty: ભારતીય ક્રિકેટના ઉગતા સિતારા વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચી દીધો છે. શ્રીલંકાના દાંબુલા ખાતે રમાઈ રહેલી ટ્રાઈ નેશન વન-ડે સિરીઝની ફાઈનલ મેચમાં ઈન્ડિયા-A તરફથી રમતા વૈભવે વિસ્ફોટક બેટિંગ કરી ૫૦ ઓવરના ક્રિકેટ (લિસ્ટ-A)માં સૌથી ઝડપી હાફ સેન્ચુરી ફટકારવાનો ૨૦ વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ ધ્વસ્ત કરી દીધો છે.
94 Runs 29 Balls 11-Ball Fifty: માત્ર ૧૧ બોલમાં ફિફ્ટી અને ૨૯ બોલમાં ૯૪ રન!
શ્રીલંકા-A સામેની ફાઇનલ મેચમાં ઓપનિંગ કરવા ઉતરેલા વૈભવ સૂર્યવંશીએ શરૂઆતથી જ શ્રીલંકન બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. તેણે માત્ર ૧૧ બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. આ આક્રમક ઇનિંગ્સ દરમિયાન તેણે કુલ ૨૯ બોલનો સામનો કરીને ૯૪ રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં તે સદી ચૂક્યો હતો પરંતુ પોતાનું નામ ઇતિહાસના પાના પર નોંધાવી દીધું છે.
94 Runs 29 Balls 11-Ball Fifty: કૌશલ્ય વીરારત્નેનો રેકોર્ડ તૂટ્યો

વૈભવ પહેલા લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદીનો વર્લ્ડ રેકોર્ડ શ્રીલંકાના જ કૌશલ્ય વીરારત્નેના નામે હતો. વીરારત્નેએ વર્ષ ૨૦૦૬માં રાગામા ક્રિકેટ ક્લબ તરફથી રમતા ૧૨ બોલમાં ફિફ્ટી ફટકારી હતી. વૈભવે આજે ૧૧ બોલમાં આ સિદ્ધિ મેળવીને તેનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
94 Runs 29 Balls 11-Ball Fifty: મેચની સ્થિતિ અને ટીમ ઇન્ડિયા મજબૂત
મેચની વાત કરીએ તો શ્રીલંકા-A ના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વૈભવની તોફાની શરૂઆત બાદ ટીમ ઈન્ડિયાએ મેચ પર મજબૂત પકડ બનાવી લીધી છે. ૩૫ ઓવરના અંતે ટીમ ઈન્ડિયાનો સ્કોર ૨૫૩/૩ પર પહોંચ્યો છે. હાલ ક્રિઝ પર કેપ્ટન તિલક વર્મા (જેણે આ સિરીઝમાં વધુ એક શાનદાર ફિફ્ટી ફટકારી છે) અને વિકેટકીપર કુમાર કુશાગ્ર રમી રહ્યા છે.
94 Runs 29 Balls 11-Ball Fifty: બંને ટીમોની પ્લેઇંગ-૧૧:

ઈન્ડિયા-A: પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), સૂર્યાંશ શેડગે, નિશાંત સિંધુ, અનુકુલ રોય, વિપરાજ નિગમ, અશોક શર્મા અને યશ ઠાકુર.
શ્રીલંકા-A: નિરોશન ડિકવેલા (વિકેટકીપર), અવિષ્કા ફર્નાન્ડો, નુવાનીડુ ફર્નાન્ડો, સદીરા સમરવિક્રમા, સહન અરાચિગે (કેપ્ટન), રવિન્દુ ફર્નાન્ડો, વનુજા સહન, મોહમ્મદ શિરાઝ, વિજયકાંત વિયાસકાંથ, દુલાજ સમુદિથા અને કુગાથાસ મથુલન.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમરેલી પંથકમાં ભારે ફફડાટ: બગસરામાં ૧૦ વર્ષના માસૂમ બાળક પર દીપડાનો હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો




