HomeGujaratHorrific Lion Attack in Amreli: અમરેલીમાં સિંહના હુમલાનો ભયાનક અંત: ચોથા દિવસે...

Horrific Lion Attack in Amreli: અમરેલીમાં સિંહના હુમલાનો ભયાનક અંત: ચોથા દિવસે યુવકનો પગ મળ્યો, કૂતરું મોઢામાં દબોચી કંપનીમાં લઈ જતાં CCTV આવ્યા સામે

Horrific Lion Attack in Amreli: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક સિંહના હુમલામાં કમકમાટીભર્યા મોતને ભેટેલા ઉત્તરાખંડના યુવકના શરીરના અંગો મળવાનો સિલસિલો હજુ પણ ચાલુ છે. ઘટનાના ચોથા દિવસે મૃતક યુવકનો એક પગ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. આ પગ એક શ્વાન (કૂતરું) મોઢામાં દબાવીને સ્થાનિક ખાનગી કંપનીના કેમ્પસમાં લઈ ગયું હોવાના ચોંકાવનારા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

Horrific Lion Attack in Amreli: કૂતરાના મોઢામાં માનવ પગ જોઈ કંપની પ્રશાસન ચોંક્યું

Horrific Lion Attack in Amreli

રાજુલા રેન્જ વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ હતું તે દરમિયાન, ઘટનાસ્થળની બિલકુલ સામે આવેલી ‘ગુજરાત પાવર પ્લાન્ટ કંપની’ના પરિસરમાંથી આ પગ મળી આવ્યો હતો. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે એક રખડતું કૂતરું આ પગને મોઢામાં દબાવીને કંપનીના કેમ્પસમાં પ્રવેશે છે. વન વિભાગ અને પોલીસે આ ફૂટેજ કબજે કરી પગને તાત્કાલિક પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ માટે હોસ્પિટલ ખસેડ્યો છે.

Horrific Lion Attack in Amreli: ૪ સાવજોએ ભેગા મળીને માણી મિજબાની?

સામાન્ય રીતે સિંહના હુમલાના કેસમાં એક કે બે સિંહને કેદ કરાતા હોય છે, પરંતુ આ ઘટનાની ભયાનકતા જોતાં વન વિભાગે તાબડતોબ મેગા ઓપરેશન હાથ ધરીને કુલ ૪ સિંહોને પાંજરે પૂર્યા છે. જેમાં બે મોટા સિંહ અને બે પાઠડા સિંહોનો સમાવેશ થાય છે. આ તમામ સિંહોને હાલ બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે રાખવામાં આવ્યા છે. અધિકારીઓને શંકા છે કે યુવક પર ચારેય સિંહોએ સાથે મળીને હુમલા બાદ મિજબાની માણી હોઈ શકે છે. સિંહો ખરેખર માનવભક્ષી બન્યા છે કે કેમ તેનો સત્તાવાર સેમ્પલ રિપોર્ટ આવ્યા બાદ જ અંતિમ નિર્ણય લેવાશે.

Horrific Lion Attack in Amreli: રહસ્યના ઘેરામાં સમગ્ર ઘટના: સિંહો ભૂખ્યા નહોતા!

Horrific Lion Attack in Amreli

વન વિભાગની ક્રોસ ચેકિંગ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ સિંહોએ એક દિવસ પહેલા જ મારણ કર્યું હતું, એટલે કે તેઓ ભૂખ્યા નહોતા. વળી, આ વિસ્તારના સિંહો સામાન્ય રીતે માણસો જોઈને હુમલો કરતા નથી. તો પછી આ યુવક પર જ કેમ હુમલો કર્યો તે મોટો પ્રશ્ન છે. વધુમાં, ઘટનાસ્થળે રોડ કાંઠે ટાયર્સની બાજુમાં યુવકની બેગ એકદમ વ્યવસ્થિત રીતે મૂકેલી મળી આવી છે, જેનાથી આખી ઘટના પર રહસ્ય વધુ ઘેરાયું છે.

Horrific Lion Attack in Amreli: ટ્રકચાલક હેડલાઈટ ચાલુ રાખી કલાક સુધી લાઈવ જોતો રહ્યો!

Horrific Lion Attack in Amreli

આ અગાઉ સોશિયલ મીડિયા પર બે વીડિયો વાયરલ થયા હતા. જેમાં એક વીડિયોમાં સિંહ યુવકના શિકાર બાદ મિજબાની માણતો દેખાય છે (જોકે શૂટ કરનારને અંદાજ નહોતો કે તે માણસ છે). જ્યારે બીજા વીડિયોમાં એક હૃદયહીન ટ્રકચાલક પોતાના વાહનની હેડલાઈટ ચાલુ રાખીને સતત એક કલાક સુધી આ ભયાનક દ્રશ્ય લાઈવ જોતો રહ્યો હોવાનું સામે આવ્યું છે. સિંહ ત્યાંથી હટ્યો ત્યારબાદ જ ટ્રકચાલક ત્યાંથી નીકળ્યો હતો.

Horrific Lion Attack in Amreli: કોણ હતો મૃતક યુવક?

Horrific Lion Attack in Amreli

મૃતક યુવકની ઓળખ પ્રકાશ ચંદ્ર તરીકે થઈ છે, જે મૂળ ઉત્તરાખંડના પિથૌરાગઢનો વતની હતો. તે સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. ૧૬ જૂનના રોજ મોડી રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ તે પોતાના વતન જવા માટે હોટલેથી નીકળ્યો હતો, ત્યારે જ કોવાયા ગામ નજીક અંધારામાં ટાંપ લગાવીને બેઠેલા સિંહે તેના પર ઓચિંતો હુમલો કરી તેને ઝાડીઓમાં ઢસડી ગયો હતો અને તેનું માથું ધડથી અલગ કરી આખું શરીર ફાડી ખાધું હતું.

Horrific Lion Attack in Amreli: વનમંત્રી અને રાજ્યમંત્રીની પ્રતિક્રિયા

Horrific Lion Attack in Amreli
  • વનમંત્રી અર્જુન મોઢવાડીયા: “આ એક અત્યંત દુઃખદ ઘટના છે. સામાન્ય રીતે સિંહ ક્યારેય આ પ્રકારે હુમલા કરતા નથી, પરંતુ ક્યારેક તેમના બિહેવિયરમાં ચેન્જ અથવા એકલતાના કારણે આવું બને છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે આ વિસ્તારમાં વન વિભાગના ટ્રેકરોની સંખ્યા વધારવા માટે સૂચના આપી દેવામાં આવી છે. નાગરિકોને પણ વન વિભાગની સૂચનાઓનું પાલન કરવા વિનંતી છે.”
  • રાજ્યમંત્રી પ્રવીણ માળી: “આ ઘટનાની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. સિંહોને તેમના કુદરતી આવાસમાં પૂરતો ખોરાક મળી રહે તેવું આયોજન કરાશે અને માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટે સુરક્ષાના વધારાના પગલાં લેવામાં આવશે.”

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: પાવાગઢ ડુંગર પર કાળમુખો વરસાદ વહેલી સવારે ભેખડ ધસી પડતાં ૨ યાત્રાળુઓના કમકમાટીભર્યા મોત, ૪ ગંભીર ઇજાગ્રસ્ત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments