HomeAhmedabadAhmedabad Breaking: અમદાવાદના વિશાલા મેટ્રો ડેપો પાસે ભીષણ આગ, ૨૦૦ જેટલા ઝૂંપડા...

Ahmedabad Breaking: અમદાવાદના વિશાલા મેટ્રો ડેપો પાસે ભીષણ આગ, ૨૦૦ જેટલા ઝૂંપડા બળીને ખાખ; ફાયર બ્રિગેડની ૮ ગાડીઓ ઘટનાસ્થળે

Ahmedabad Breaking: અમદાવાદ શહેરના વિશાલા મેટ્રો ડેપો નજીક આવેલી શ્રમિકોની વસાહતમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં સેંકડો આશિયાના તેની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

Ahmedabad Breaking: ૨૦૦૦ માંથી ૨૦૦ જેટલા ઝૂંપડા બળીને ખાખ, ૮ થી વધુ ફાયર ફાઇટરો તૈનાત

Ahmedabad Breaking

વિશાલા મેટ્રો ડેપો પાસે અંદાજે ૨૦૦૦ જેટલા ઝૂંપડાઓ આવેલા છે, જેમાંથી આશરે ૨૦૦ જેટલા ઝૂંપડાઓ આ ભયાનક આગમાં બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા છે. ઘટનાની ગંભીરતાને જોતાં ફાયર બ્રિગેડની ૮ થી વધુ ગાડીઓ અને જવાનોની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરો દ્વારા ભારે જહેમત બાદ મોટાભાગની આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને હાલ પણ કૂલિંગ ઓપરેશનની કામગીરી ચાલુ છે.

Ahmedabad Breaking

Ahmedabad Breaking: કોઈ જાનહાનિ નહીં, આગનું કારણ અકબંધ

Ahmedabad Breaking

આ ભયાનક દુર્ઘટનામાં સૌથી રાહતના સમાચાર એ છે કે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. વસાહતના લોકો સમયસર બહાર નીકળી જતાં મોટી દુર્ઘટના ટળી છે. જોકે, આ ભીષણ આગ ક્યા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો:  ABVP ના વિરોધ સામે HNGU ઝૂકી; ૧૫% ફી વધારાનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments