HomeGujaratCM Bhupendra Patel Rushes to Delhi:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના: નીતિ...

CM Bhupendra Patel Rushes to Delhi:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના: નીતિ આયોગની બેઠક સહિત દિલ્હીમાં યોજાશે મહત્વની મુલાકાતો

CM Bhupendra Patel Rushes to Delhi:ગુજરાતના રાજકારણ અને વહીવટી તંત્રને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક મહત્વપૂર્ણ પ્રવાસે દિલ્હી જવા રવાના થયા છે. મુખ્યમંત્રીના આ અચાનક દિલ્હી પ્રવાસને કારણે આજે યોજાનારી રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક પણ મોકૂફ રાખવામાં આવી છે.

CM Bhupendra Patel Rushes to Delhi:અડાલજ ત્રિમંદિરે મહાઆરતી બાદ લીધી વિદાય

દિલ્હી રવાના થતાં પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અડાલજ સ્થિત ત્રિમંદિર ખાતે હાજરી આપી હતી. ત્યાં યોજાયેલી મહાઆરતીમાં ભાગ લઈને અને આશીર્વાદ મેળવ્યા બાદ તેઓ સીધા દિલ્હી જવા માટે રવાના થયા હતા.

CM Bhupendra Patel Rushes to Delhi:નીતિ આયોગની બેઠકમાં આપશે હાજરી

મુખ્યમંત્રીના આ પ્રવાસનો મુખ્ય હેતુ આવતીકાલે દિલ્હીમાં યોજાનારી નીતિ આયોગની મહત્વની બેઠક છે. આ હાઈ-લેવલ બેઠકમાં મુખ્યમંત્રી ગુજરાતના વિકાસ કાર્યો, આગામી રોડમેપ અને કેન્દ્ર સરકાર પાસેના રાજકીય તેમજ આર્થિક મુદ્દાઓ રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે મુલાકાતની શક્યતા

CM Bhupendra Patel Rushes to Delhi

સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ અન્ય વરિષ્ઠ કેન્દ્રીય નેતાઓ સાથે ખાસ મુલાકાત કરી શકે છે. આ બેઠકોમાં રાજ્યના પડતર પ્રશ્નો અને સંગઠનને લગતી ચર્ચાઓ થવાની સંભાવના છે. ખાસ વાત એ છે કે, નાયબ મુખ્યમંત્રી પણ હાલ દિલ્હીમાં જ હાજર છે, જેથી આ પ્રવાસ રાજકીય દ્રષ્ટિએ ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

PM મોદીના શાસનને 12 વર્ષ પૂર્ણ થતાં આપશે શુભેચ્છા

આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રૂબરૂ મળીને ખાસ શુભેચ્છાઓ પાઠવી શકે છે. પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના સફળ શાસનને (કેન્દ્રમાં) મહત્વના વર્ષો પૂર્ણ થવાના અવસરે મુખ્યમંત્રી ગુજરાત વતી તેમને મોં મીઠું કરાવીને અભિનંદન પાઠવશે.

આ પણ વાંચો :CM ઓફિસ, AMC અને RSS કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અમદાવાદ-ગાંધીનગરમાં હાઈ એલર્ટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments