Home State Gujarat Surat Crime Graph Surges: સુરતમાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા, મુસીબતપુરામાં યુવક પર તીક્ષ્ણ હથિયારથી...

Surat Crime Graph Surges: સુરતમાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા, મુસીબતપુરામાં યુવક પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો, શહેરમાં ભયનો માહોલ

0
96
Surat Crime Graph Surges
Surat Crime Graph Surges

Surat Crime Graph Surges: દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ચિંતાજનક રીતે સતત ઉપર જઈ રહ્યો છે. લૂંટ, ચિટરિંગ અને હત્યાઓનો સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યો, ત્યાં વધુ એક હિંસક અને લોહિયાળ હુમલાની ઘટના સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. અસામાજિક તત્વોમાં પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેમ ધોળા દિવસે અથવા જાહેર વિસ્તારોમાં હિંસક હુમલાઓ સામાન્ય બની ગયા છે. તાજી ઘટનામાં સુરતના એક ગીચ વિસ્તારમાં એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.

Surat Crime Graph Surges

Surat Crime Graph Surges: ઝમઝમ એપાર્ટમેન્ટ નીચે લોહીની નદીઓ વહી

મળતી માહિતી અનુસાર, આ સનસનાટીભરી ઘટના સુરતના હોળી બંગલા પાસે આવેલા મુસીબતપુરા વિસ્તારની છે. અહીં આવેલા ‘ઝમઝમ એપાર્ટમેન્ટ’ નીચે અલ્તામસ અન્સારી નામનો યુવક ઊભો હતો. તે દરમિયાન અચાનક ધસી આવેલા અજાણ્યા શખ્સે કોઈ પણ કારણ વગર અલ્તામસ પર હિંસક હુમલો કરી દીધો હતો. હુમલાખોર પોતાની સાથે અત્યંત તીક્ષ્ણ હથિયાર લઈને આવ્યો હતો.

હુમલાખોરે અલ્તામસને જાનથી મારી નાખવાના ઇરાદે તેના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં અલ્તામસ ત્યાં જ ઢળી પડ્યો હતો. ધોળા દિવસે જાહેર એપાર્ટમેન્ટ નીચે થયેલા આ હિચકારા હુમલાના પગલે આસપાસના લોકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. હુમલો કર્યા બાદ અજાણ્યો હુમલાખોર હથિયાર સાથે ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

Surat Crime Graph Surges

Surat Crime Graph Surges: ઇજાગ્રસ્ત યુવકની હાલત ગંભીર, સ્થાનીકોમાં રોષ

હુમલાના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનીક લોકોએ તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં તરફડિયા મારતા અલ્તામસ અન્સારીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા વાગવાને કારણે યુવકની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે અને તે હાલ હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે. જાહેર વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં સુરક્ષાને લઈને ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.

Surat Crime Graph Surges

Surat Crime Graph Surges: પોલીસ કાફલો ઘટનાસ્થળે: હુમલાખોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા

આ લોહિયાળ ખેલ અંગેની જાણ થતાં જ સ્થાનીક પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને પ્રાથમિક તપાસ હાથ ધરી છે. હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો? શું આ કોઈ જૂની અદાવતનો મામલો છે કે પૈસાની લેવડદેવડનો? તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આ ઉપરાંત, ઝમઝમ એપાર્ટમેન્ટ અને આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ ખંખોળવામાં આવી રહ્યા છે જેથી હુમલાખોરની ઓળખ થઈ શકે. પોલીસે હુમલાખોરને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Surat Crime Graph Surges: સુરતમાં વધતો ગુનાખોરીનો ગ્રાફ

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીની ઘટનાઓમાં અસાધારણ વધારો થયો છે. ડ્રગ્સની હેરાફેરી, આંતરિક ગેંગવોર અને સામાન્ય બાબતોમાં હત્યાઓ થવી હવે સુરતમાં રોજની સવાર જેવી ઘટનાઓ બની ગઈ છે. ‘ક્રાઈમ કેપિટલ’ તરફ આગળ વધી રહેલા સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે પોલીસ કમિશનર અને ગૃહ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

માથે ગોગલ્સ, હાથમાં ટેટૂ, વડોદરાના જ્વેલરી શો-રૂમમાં મોઢામાં સોનાની બુટ્ટી-વીંટી છુપાવતી ‘સોફેસ્ટિકેટેડ’ મહિલા ઝડપાઈ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે