Home State Gujarat Surat Industrial Horror: સુરતમાં કાળજું કંપાવનારી દુર્ઘટના, ETP પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટેંક સાફ...

Surat Industrial Horror: સુરતમાં કાળજું કંપાવનારી દુર્ઘટના, ETP પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટેંક સાફ કરવા ઉતરેલા ૪ સફાઇ કર્મીઓના ઝેરી ગેસથી કરુણ મોત; સેફ્ટીના અભાવની આશંકા

0
134
Surat Industrial Horror
Surat Industrial Horror

Surat Industrial Horror: ઔદ્યોગિક નગરી સુરતના ખાંડ બજાર વિસ્તારમાંથી રવિવારની વહેલી સવારે એક અત્યંત કરુણ અને ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી છે. ચોર્યાસી ડેરીની બાજુમાં આવેલા ‘રતિ હાઉસ’ (રતિ જ્વેલર્સ) ખાતે અંડરગ્રાઉન્ડ ટેંક ચેમ્બરની સફાઈ (સ્લજ ક્લીનિંગ) કરવા ઉતરેલા ચાર શ્રમિકોના ઝેરી ગેસની અસરોના કારણે ગૂંગળામણથી મોત નીપજ્યા છે. ટાંકીની અંદર ફસાયેલા ચારેય શ્રમિકોને ફાયર બ્રિગેડે ઓક્સિજન કીટ સાથે ભારે જહેમત બાદ બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ કાળજીપૂર્વકની સારવાર મળે તે પહેલા જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

Surat Industrial Horror

Surat Industrial Horror: સવારે ૧૦:૨૨ વાગ્યે કંટ્રોલ રૂમ પર આવ્યો કોલ

ઘટનાની વિગતો આપતા ફાયર વિભાગના અધિકારી ભાવિનભાઈ જગદીશભાઇ કોસીયાએ જણાવ્યું હતું કે, રવિવારે સવારે ૧૦:૨૨ કલાકે ફાયર કંટ્રોલ રૂમને માહિતી મળી હતી કે ખાંડ બજાર પાસે એક વ્યક્તિ ચેમ્બરમાં ફસાયેલો છે. કોલ મળતાની સાથે જ ફાયર ફાઇટરોની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે, ત્યાં પહોંચ્યા બાદ ખબર પડી કે સ્થિતિ અતિ ગંભીર હતી. કાદવ-કચરો સાફ કરવા માટે એક નહીં પણ કુલ ચાર શ્રમિકો અંદર ઉતર્યા હતા અને ઝેરી ગેસ ચડવાના કારણે ચારેય જણા ત્યાં જ બેભાન થઈને ફસાઈ ગયા હતા.

Surat Industrial Horror: ઓક્સિજન કીટ સાથે રેસ્ક્યુ ઓપરેશન, પણ જીવ ન બચ્યા

ડેપ્યુટી ફાયર ઓફિસર પ્રકાશ ઇડાવે આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું કે:

“અમને માત્ર એક માણસ બેભાન હોવાનો મેસેજ મળ્યો હતો, પણ તપાસ કરતા સ્લજ ચેમ્બરમાં ચાર લોકો ફસાયેલા હોવાનું માલૂમ પડ્યું હતું. અમારી ટીમે યુદ્ધના ધોરણે ઓક્સિજન કીટ પહેરીને ભારે જહેમત બાદ ચારેય લોકોને બહાર કાઢ્યા હતા. સ્થળ પર હાજર ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેઓને તાત્કાલિક સ્મીમેર (SMIMER) હોસ્પિટલમાં રવાના કરવામાં આવ્યા હતા.”

જોકે, સ્મીમેર હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તપાસ બાદ ચારેય શ્રમિકોને મૃત જાહેર કર્યા હતા. એકસાથે ચાર-ચાર શ્રમિકોના મોતના સમાચારથી હોસ્પિટલ પરિસરમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો.

Surat Industrial Horror: સેફ્ટીના સાધનોનો અભાવ: ફેક્ટરી એક્ટ હેઠળ તપાસ થશે

આ દુર્ઘટનામાં પ્રાથમિક દ્રષ્ટિએ શ્રમિકોની સુરક્ષા માટેના જરૂરી સેફ્ટી ગીયર્સ (સાધનો)નો અભાવ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ડેપ્યુટી ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર, આ પ્રોપર્ટી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવે છે અને તે સુરત મહાનગરપાલિકા (SMC) ની હદ હેઠળ સીધી આવતી નથી, જેના કારણે આ કેસમાં ‘ફેક્ટરી એક્ટ’ના કડક નિયમો લાગુ પડશે. ફેક્ટરી માલિકો દ્વારા શ્રમિકોની સુરક્ષા પ્રત્યે ઘોર બેદરકારી દાખવવામાં આવી હતી કે નહીં તે અંગે સંબંધિત વિભાગો અને પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.

હાલમાં સુરત પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી, ચારેય શ્રમિકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક એકમોમાં કામ કરતા ગરીબ શ્રમિકોની કથળતી સુરક્ષા અને ફેક્ટરી માલિકોની બેદરકારી સામે મોટા સવાલો ઊભા કર્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 પગાર માત્ર ₹૬ હજાર… મિલકત કરોડોની!, ૫ આલીશાન મકાન, ૧૩ પ્લોટ અને પત્નીના બેંક લોકરમાંથી નોટો ભરેલી ૫ બેગમાં ₹૨ કરોડ રોકડા જપ્ત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે