Home Gujarat Ahmedabad Massive Scam Unearthed: ૨૦ કરોડની ઠગાઈના ‘બંટી-બબલી’, ટ્રક ડ્રાઈવરમાંથી મહાઠગ બનેલો અનિલ...

Massive Scam Unearthed: ૨૦ કરોડની ઠગાઈના ‘બંટી-બબલી’, ટ્રક ડ્રાઈવરમાંથી મહાઠગ બનેલો અનિલ વિભાણી પત્ની સાથે ધરપકડ, નેતા-અધિકારીઓ સાથેના ફોટા બતાવી ૧૫ લોકોને રોડ પર લાવી દીધા

0
275
Massive Scam Unearthed
Massive Scam Unearthed

Massive Scam Unearthed: મોટા નેતાઓ, આર્મીના ઉચ્ચ અધિકારીઓ અને વરિષ્ઠ આઈપીએસ (IPS) અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનો દાવો કરી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર કુખ્યાત ‘બંટી-બબલી’ દંપતીને અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા (EOW) એ ઝડપી લીધા છે. ધરપકડ કરાયેલા આરોપીઓ અનિલ વિભાણી અને તેની પત્ની વિમી વિભાણીએ અત્યાર સુધીમાં ૧૫ લોકોને પોતાની માયાવી જાળમાં ફસાવીને અંદાજે ₹૨૦ કરોડથી વધુની ઠગાઈ આચરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Massive Scam Unearthed

Massive Scam Unearthed: ટ્રક ડ્રાઈવરમાંથી લક્ઝુરિયસ લાઈફ સુધીની સફર

આરોપી અનિલ વિભાણીનો ભૂતકાળ ગુનાહિત અને ચોંકાવનારો છે. તે અગાઉ પથ્થરની ખાણમાં મજૂરી કરતો હતો અને લાંબા સમય સુધી તેણે ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરી હતી. વર્ષ ૨૦૧૦ થી તેણે સુરતમાંથી ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો હતો. તેના વિરૂદ્ધ સુરતમાં તેની પ્રથમ પત્નીની હત્યા સહિત છેતરપિંડી, પ્રોહીબિશન અને ધાક-ધમકીના ૮ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. લોકોના પરસેવાના કરોડો રૂપિયા પડાવીને આ દંપતી અત્યંત વૈભવી લાઈફસ્ટાઈલ જીવતું હતું.

Massive Scam Unearthed

Massive Scam Unearthed: કેનેડાથી પરત ફરેલા NRI પાસે ૨.૨૭ કરોડ પડાવ્યા

EOW ના ડીસીપી હિમકરસિંહે ઘટના અંગે વિગતો આપતા જણાવ્યું કે, ફરિયાદી હિરેનકુમાર કેનેડામાં પીઆર (PR) મેળવવા ગયા હતા, જ્યાં તેમની સાથે ₹૨૪ કરોડની મોટી ઠગાઈ થઈ હતી. તેઓ જ્યારે આઘાતમાં ભારત પરત આવ્યા ત્યારે અનિલ વિભાણીએ તેમનો સંપર્ક કર્યો હતો.

અનિલે મહેસૂલ, સિંચાઈ, વીજળી વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને આર્મીના લેફ્ટનન્ટ જનરલ સાથેના પોતાના ફોટા બતાવી હિરેનકુમારનો વિશ્વાસ જીત્યો હતો અને આ નાણાં પાછા અપાવવાના બહાને તેમની પાસેથી ૨.૨૭ કરોડ પડાવી લીધા હતા. રૂપિયા લીધા બાદ અનિલે કોઈ કામ ન કર્યું અને ફોન બંધ કરી દીધો હતો.

પત્ની વિમી પણ ઠગાઈમાં ભાગીદાર: ફરિયાદીના ખર્ચે ખરીદી સાડીઓ આ ઠગાઈમાં અનિલની પત્ની વિમી વિભાણી પણ બરાબરની ભાગીદાર હતી. તે ફરિયાદી હિરેનકુમારને સાથે રાખીને સાડીના શોરૂમમાં ગઈ હતી અને ત્યાં પોતાના માટે ₹૧ લાખની મોંઘીદાટ સાડીઓ ખરીદી તેનું પેમેન્ટ પણ ફરિયાદી પાસે કરાવ્યું હતું. નાણાકીય લેવડદેવડ અને સોદાબાજીની ફાઈનલ વાતચીતમાં વિમી મુખ્ય ભૂમિકા ભજવતી હતી.

Massive Scam Unearthed

Massive Scam Unearthed: કરોડોના સોનાના બિસ્કિટ, કિંમતી ફર્નિચર અને દીકરીના લગ્નમાં ઝવેરાત

અનિલ વિભાણીએ લોકો પાસેથી પડાવેલા પૈસાનો ઉપયોગ માત્ર મોજશોખ માટે કર્યો હતો:

  • તેણે પોતાની દીકરીના લગ્નમાં અઢળક સોનાના દાગીના આપ્યા હતા.
  • બજારમાં પોતાની ખોટી વગ બતાવીને તેણે ૫ થી ૬ સોનાના વેપારીઓ પાસેથી જ ઓળખાણના જોરે અંદાજે ૫ કરોડના ગોલ્ડ બાર (સોનાના બિસ્કિટ) અને જ્વેલરી પડાવી લીધી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
  • પોતાના આલીશાન મકાનોમાં કિંમતી અને વિદેશી ફર્નિચર વસાવ્યું હતું.

Massive Scam Unearthed: પોલીસે ₹૫ કરોડની મર્સિડીઝ-રેન્જ રોવર સહિત ૬ કાર, બેંક એકાઉન્ટ અને લોકર્સ સીઝ કર્યા

આર્થિક ગુના નિવારણ શાખાએ ઠગ દંપતી પર સકંજો કસતા તેમની કરોડોની સંપત્તિ જપ્ત કરી છે:

પોલીસ હાલમાં આ તમામ મિલકતોની તપાસ કરી રહી છે અને જો આ મિલકતો છેતરપિંડીના પૈસામાંથી ખરીદવામાં આવી હશે તો તેને કાયદેસર રીતે ટાંચમાં (જપ્ત) લેવાની કાર્યવાહી કરાશે.

પોલીસની જાહેર જનતાને અપીલ: EOW ના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે જો ગુજરાત કે અન્ય કોઈ પણ વિસ્તારના નાગરિકો આ અનિલ વિભાણી અને વિમી વિભાણીની ટોળકીનો શિકાર બન્યા હોય, તો તેઓએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો, જેથી તેમની ફરિયાદ નોંધીને વધુ કડક કાયદાકીય પગલાં ભરી શકાય.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

અમિત ખૂંટ આપઘાત કેસની માસ્ટરમાઈન્ડ પૂજા રાજગોરનું ગમખ્વાર અકસ્માતમાં મોત, ગોંડલ નજીક કાર વૃક્ષ સાથે અથડાતાં કુરચા ઊડ્યા, ૫ વર્ષની બાળકી સહિત ૪ ઘાયલ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે