Home Stock Market Stock Market Update: શેરબજારમાં નરમાશ, સેન્સેક્સ ૧૧૬ પોઈન્ટ ઘટીને ૭૪,૨૪૩ પર બંધ,...

Stock Market Update: શેરબજારમાં નરમાશ, સેન્સેક્સ ૧૧૬ પોઈન્ટ ઘટીને ૭૪,૨૪૩ પર બંધ, આઈટી અને મેટલ શેરોમાં વેચવાલી, રાજેશ એક્સપોર્ટમાં લોઅર સર્કિટ

0
265
Stock Market Update
Stock Market Update

Stock Market Update: સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવાર, ૫ જૂનના રોજ ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. દિવસભરના ઉતાર-ચઢાવ બાદ મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન પર બંધ થયા હતા. આજના કારોબારમાં ખાસ કરીને મેટલ અને આઈટી (IT) સેક્ટરના શેરોમાં સૌથી વધુ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.

આજના બજારની મુખ્ય સ્થિતિ:

  • સેન્સેક્સ: ૧૧૬ પોઈન્ટના ઘટાડા સાથે ૭૪,૨૪૩ ના સ્તરે બંધ થયો.
  • નિફ્ટી: ૫૦ પોઈન્ટ તૂટીને ૨૩,૩૬૬ ની સપાટી પર બંધ રહ્યો.
Stock Market Update

Stock Market Update: સેબીની કાર્યવાહી બાદ રાજેશ એક્સપોર્ટનો શેર સતત બીજા દિવસે ૫% તૂટ્યો

બજારમાં આજે સૌથી મોટી હલચલ ‘રાજેશ એક્સપોર્ટ’ના શેરમાં જોવા મળી હતી. સેબી (SEBI) દ્વારા નાણાકીય ગેરરીતિ અને છેતરપિંડીના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા બાદ આજે સતત બીજા દિવસે આ શેરમાં ૫% ની લોઅર સર્કિટ લાગી હતી અને તે ઘટીને ₹૯૮.૭૩ પર આવી ગયો છે. છેલ્લા ૬ મહિનામાં આ શેરમાં લગભગ ૫૦% નો મોટો કડાકો બોલાઈ ચૂક્યો છે.

શું છે મામલો?

સેબીના જણાવ્યા અનુસાર, રાજેશ એક્સપોર્ટની આવકનો ૯૭% થી ૯૯% હિસ્સો વિદેશમાં આવેલી સબ્સિડિયરી કંપની ‘વાલકેમ્બી એસએ’ (Valcambi SA) માંથી આવે છે. કંપનીએ આ વિદેશી ફર્મના ખાતાઓ અને નાણાકીય વ્યવહારોની સંપૂર્ણ વિગતો રજૂ કરી ન હતી. આ વિગતો છુપાવીને કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૫ દરમિયાન આવકના આંકડાઓમાં અંદાજે ૧૫.૧૫ લાખ કરોડની મોટી ગડબડ કરી હોવાનો સેબીનો આરોપ છે.

Stock Market Update

Stock Market Update: વૈશ્વિક બજારોની સ્થિતિ: એશિયામાં ઘટાડો, અમેરિકામાં મિશ્ર પ્રતિસાદ

આજે એશિયન બજારોમાં નકારાત્મક વલણ જોવા મળ્યું હતું, જ્યારે ગઈકાલે અમેરિકી બજારોમાં તેજીનો માહોલ હતો.

અમેરિકી બજાર (ગઈકાલનો બંધ)

  • ડાઉ જોન્સ: ૮૭૫ પોઈન્ટ (+૧.૭૩%) ના મોટા ઉછાળા સાથે ૫૧,૫૬૨ પર બંધ.
  • નાસ્ડેક: ૨૩ પોઈન્ટ (-૦.૦૯%) ના નજીવા ઘટાડા સાથે ૨૬,૮૩૧ પર બંધ.
  • S&P 500: ૩૧ પોઈન્ટ (+૦.૪૧%) વધીને ૭,૫૮૪ પર બંધ.

Stock Market Update: વિદેશી રોકાણકારો (FII) ની ચોખ્ખી વેચવાલી યથાવત

ભારતીય શેરબજારમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) સતત નાણાં પાછા ખેંચી રહ્યા છે, જ્યારે સ્થાનિક રોકાણકારો (DII) બજારને ટેકો આપી રહ્યા છે.

રોકાણકારોના આંકડા (કરોડ રૂપિયામાં):

કેટેગરીલેટેસ્ટ (૧ દિવસ)છેલ્લા ૭ દિવસછેલ્લા ૩૦ દિવસ
DII (સ્થાનિક રોકાણકારો)+૪,૩૬૦+૨૪,૮૦૦+૯૩,૨૬૫
FII/FPI (વિદેશી રોકાણકારો)-૪,૪૪૭-૨૨,૩૩૮-૭૧,૬૮૧

(નોંધ: પ્લસ (+) ચિહ્ન ખરીદી અને માઈનસ (-) ચિહ્ન વેચવાલી દર્શાવે છે)

ગુરુવાર, ૪ જૂનના રોજ બજાર ફ્લેટ રહ્યું હતું, જેમાં સેન્સેક્સ માત્ર ૧૪ પોઈન્ટ વધીને ૭૪,૩૬૦ પર અને નિફ્ટી ૧૧ પોઈન્ટ વધીને ૨૩,૪૧૭ પર બંધ થયો હતો. જો કે, આજે આઈટી અને મેટલ પાછળ બજારે ફરી પોતાની લીડ ગુમાવી દીધી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

PM મોદીના આગમન પહેલાં સુરત પર્યાવરણના રંગે રંગાયું, CMનો કાફલો માત્ર ૨ કારનો, હર્ષ સંઘવી ઉદ્યોગકારો સાથે સાયકલ રેલી યોજી સભાસ્થળે પહોંચશે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે