Home Gujarat Surat Tragedy in Surat: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાં પરિણીતાએ 4 મહિનાના...

Tragedy in Surat: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાં પરિણીતાએ 4 મહિનાના માસૂમ પુત્રને એસિડ પીવડાવી પોતે પણ આત્મહત્યા કરી

0
227
Tragedy in Surat
Tragedy in Surat

Tragedy in Surat: શહેરના સરથાણા વિસ્તારમાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. સરથાણાના યોગીચોક પાસે આવેલી એવન હાઇટ્સમાં રહેતી એક 29 વર્ષીય પરિણીતાએ પોતાના માત્ર 4 મહિનાના માસૂમ દીકરાને એસિડ પીવડાવી, પોતે પણ એસિડ ગટગટાવી લેતા બંનેના કરુણ મોત નીપજ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ, બાળકના જન્મ બાદ (ડિલિવરી પછી) માનસિક તબિયત લથડવાના કારણે માતાએ આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. આ અરેરાટીભરી ઘટનાને પગલે સમગ્ર સુરતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Tragedy in Surat

Tragedy in Surat: પિયરમાં ડિલિવરી માટે આવી હતી, દોઢ વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા

મળતી માહિતી મુજબ, મૂળ અમરેલી જિલ્લાના ધારીના વતની અને હાલ સરથાણા યોગીચોક સ્થિત એવન હાઇટ્સમાં રહેતી 29 વર્ષીય ધારાના લગ્ન આશરે દોઢ વર્ષ પહેલાં જ થયા હતા. ધારા પોતાની ડિલિવરી માટે પિયરમાં આવી હતી અને ચાર મહિના પહેલાં જ તેણે એક સ્વસ્થ માસૂમ દીકરા ‘રીશાન’ને જન્મ આપ્યો હતો. ઘરમાં દીકરાના જન્મથી ખુશીનો માહોલ હતો, પરંતુ આ ખુશી લાંબો સમય ટકી શકી નહોતી.

Tragedy in Surat: ડિલિવરી બાદ માનસિક તબિયત લથડી, 2-3 દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો

કૌટુંબિક વિગતો અનુસાર, ધારા છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતી હતી અને તેની દવાઓ પણ ચાલી રહી હતી. બાળકના જન્મ એટલે કે ડિલિવરી બાદ તેની માનસિક સ્થિતિ (પોસ્ટપાર્ટમ ડિપ્રેશન) વધુ બગડી ગઈ હતી. તેની તબિયત સતત લથડતી જતી હોવાથી પરિવાર પણ ભારે ચિંતામાં હતો. માનસિક તણાવ એટલો વધી ગયો હતો કે છેલ્લા બે-ત્રણ દિવસથી ધારાએ જમવાનું પણ છોડી દીધું હતું અને તે ભારે ડિપ્રેશનમાં જીવી રહી હતી.

Tragedy in Surat: સોસાયટીના શૌચાલયમાં જઈ ખેલાયો મોતના ખેલ

સોમવારે (1 જૂન) સાંજના સમયે આ કરુણાંતિકા સર્જાઈ હતી:

  • ધારા પોતાના 4 મહિનાના માસૂમ દીકરા રીશાનને તેડીને સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર ગઈ હતી.
  • ત્યાં આવેલા શૌચાલયમાં જઈને તેણે ભારે માનસિક તણાવની સ્થિતિમાં પહેલા પોતાના કાળજાના ટુકડા એવા માસૂમ રીશાનને એસિડ પીવડાવી દીધું હતું.
  • ત્યારબાદ ધારાએ પોતે પણ એસિડ ગટગટાવી લીધું હતું.

Tragedy in Surat: સારવાર દરમિયાન બંનેના મોત, પરિવારમાં આક્રંદ

બનાવની જાણ થતાં જ આસપાસના લોકો અને પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ માસૂમ બાળક અને માતા બંનેએ દમ તોડી દીધો હતો. એકસાથે માતા અને 4 મહિનાના બાળકના મોતના પગલે હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના આક્રંદથી પથ્થર હૃદયના માનવી પણ રડી પડ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડિલિવરી પછી થતા ડિપ્રેશન (Postpartum Depression) ના કારણે જ આ પગલું ભરાયું છે કે અન્ય કોઈ કારણ છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

અમદાવાદમાં ધોળા દિવસે સનસનીખેજ હત્યા, મેઘાણીનગરની ગુલબર્ગ સોસાયટી બહાર યુવકને છરીના ઘા ઝીંકી પતાવી દેવાયો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે