Diplomatic Stir: નેપાળ સરકાર ‘ડેમેજ-કન્ટ્રોલ’ મોડમાં PM બાલેન્દ્ર શાહના વિવાદાસ્પદ નિવેદન બાદ વિદેશ મંત્રાલયે આપી સ્પષ્ટતા

0
103
Diplomatic Stir
Diplomatic Stir

Diplomatic Stir: ભારત અને નેપાળ વચ્ચેના સરહદ વિવાદ પર નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહના એક નિવેદનને કારણે બંને દેશોના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પીએમ શાહે સંસદમાં દાવો કર્યો હતો કે માત્ર ભારતે જ નહીં, પરંતુ નેપાળે પણ ભારતની જમીન પર અતિક્રમણ કર્યું છે. વિવાદ વધતા જ નેપાળ સરકારે તાત્કાલિક સ્પષ્ટતા કરવી પડી છે. આ સમગ્ર વિવાદના મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે:

 Diplomatic Stir: PM બાલેન્દ્ર શાહનું વિવાદાસ્પદ નિવેદન

પોતાના કાર્યકાળમાં પ્રથમવાર સંસદમાં પ્રશ્નોના ઉત્તર આપતા PM બાલેન્દ્ર શાહે જણાવ્યું, “વડાપ્રધાન બન્યા પછી મને જાણવા મળ્યું છે કે માત્ર ભારતે જ નેપાળની જમીન પર અતિક્રમણ નથી કર્યું, પરંતુ નેપાળે પણ ઘણી જગ્યાએ ભારતની જમીન પર કબજો કર્યો છે. બંને દેશોએ સાથે બેસીને આની તપાસ કરવી જોઈએ.”

 Diplomatic Stir: વિદેશ મંત્રાલયે કર્યો ‘ડેમેજ કન્ટ્રોલ’

Diplomatic Stir

PMના નિવેદનથી હોબાળો મચતા નેપાળના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે પીએમનો હેતુ ‘નો-મેન્સ લેન્ડ’ અને ક્રોસ-બોર્ડર અતિક્રમણ અંગેનો હતો. નદીઓની સરહદને કારણે ‘ફિક્સ્ડ બાઉન્ડ્રી પ્રિન્સિપલ’ હેઠળ બંને દેશોના નાગરિકો અજાણતા એકબીજાની ટેકનિકલ જમીન પર ખેતી કે ઉપયોગ કરે છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે લિમ્પિયાધૂરા, લિપુલેખ અને કાલાપાણી અંગે નેપાળનું સત્તાવાર વલણ બદલાયું નથી.

 Diplomatic Stir:  વિરોધ પક્ષનો આક્રોશ અને સંસદમાં હંગામો

નેપાળની વિપક્ષી પાર્ટીઓએ પીએમના આ નિવેદનની આકરી ટીકા કરતા કહ્યું કે, આનાથી ભારત સામે નેપાળની વર્ષો જૂની સ્થિતિ નબળી પડશે. વિપક્ષે પીએમ પાસે પુરાવા માંગ્યા છે કે નેપાળે ક્યાં અતિક્રમણ કર્યું છે અને આ નિવેદનને સંસદના રેકોર્ડમાંથી હટાવવાની માંગ પણ કરી છે.

 Diplomatic Stir:  વિવાદમાં બ્રિટનની એન્ટ્રી કરાવવાનો પ્રયાસ!

પીએમ શાહે એક ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે, 1816ની ‘સુગૌલી સંધિ’ અંગ્રેજોના સમયમાં થઈ હોવાથી તેમણે આ મુદ્દે બ્રિટન સરકાર સાથે પણ વાત કરી છે. તેમણે તર્ક આપ્યો કે બ્રિટિશરો આ સમસ્યા આવનારી પેઢીઓ પર છોડીને ગયા હોવાથી ઇંગ્લેન્ડે પણ આ વિવાદ ઉકેલવામાં રસ લેવો જોઈએ.

 ભારતનું કડક અને સ્પષ્ટ વલણ

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નેપાળના પ્રાદેશિક દાવાઓને નકારી કાઢતા સ્પષ્ટ કર્યું કે, આવા કૃત્રિમ દાવાઓ ન્યાયી કે ઐતિહાસિક તથ્યો પર આધારિત નથી અને તે અસ્વીકાર્ય છે. લિપુલેખ પાસ 1954થી કૈલાશ માનસરોવર યાત્રા માટેનો પરંપરાગત માર્ગ છે. જોકે, ભારતે પુનરોચ્ચાર કર્યો છે કે તેઓ તમામ સરહદી મુદ્દાઓ રાજદ્વારી સંવાદ અને ટેબલ ટોક દ્વારા ઉકેલવા તૈયાર છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: IPL ફાઇનલમાં ગુજરાત ફ્લોપ ગઢમાં જ GTની હાર, જાણો 5 મોટા કારણો