Home State Gujarat Huge Weather Shift In Gujarat: ગુજરાતમાં હવામાનનો મોટો પલટો 11 જિલ્લામાં વરસાદની...

Huge Weather Shift In Gujarat: ગુજરાતમાં હવામાનનો મોટો પલટો 11 જિલ્લામાં વરસાદની આગાહી, આગામી 6 દિવસ વાતાવરણ રહેશે તોફાની!

0
311
Pre-Monsoon Havoc in Gujarat
Pre-Monsoon Havoc in Gujarat

Huge Weather Shift In Gujarat: ગુજરાતમાં અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં એકાએક મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પગલે આજે (30 મે) વહેલી સવારથી જ અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં કાળાડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. મેઘરાજાના આ ધમાકેદાર આગમનથી તાપમાનમાં ઘટાડો થતાં લોકોને ગરમીથી મોટી રાહત મળી છે.

બીજી તરફ, હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે તોફાની વાતાવરણ રહેવાની ચેતવણી આપી છે, જેના કારણે ખેડૂતોને પોતાના ઊભા પાક અને ઘાસચારાને સુરક્ષિત સ્થળે ખસેડી લેવા ખાસ અપીલ કરવામાં આવી છે.

Huge Weather Shift In Gujarat: રાજકોટમાં તાપમાન એકઝાટકે 3.7°C ગગડ્યું

Huge Weather Shift In Gujarat

વરસાદી માહોલને કારણે રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે:

  • રાજકોટ: તાપમાન 43.6°C થી સીધું 3.7°C ઘટીને 39.9°C થઈ ગયું છે.
  • સુરેન્દ્રનગર: 3.2°C ના ઘટાડા સાથે 41.5°C નોંધાયું.
  • ડીસા: 4.1°C નો મોટો ઘટાડો થતાં તાપમાન 38.1°C પર પહોંચ્યું.
  • અમદાવાદ: 43.1°C સાથે અમદાવાદ હજુ પણ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે, જો કે ત્યાં પણ 1.3°C નો ઘટાડો નોંધાયો છે.

નોંધ: આગામી 7 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાનમાં હજુ 3 થી 5°C નો ક્રમિક ઘટાડો થવાની શક્યતા છે.

Huge Weather Shift In Gujarat: ક્યાં કેવો પડ્યો વરસાદ?

  • અરવલ્લી જિલ્લો: વહેલી સવારથી જ મુખ્ય મથક મોડાસા, માલપુર, ભિલોડા અને યાત્રાધામ શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારો જેવા કે વાશેરાકંપા, સુનોખ, ઇસરોલ (ઇસરી), જીતપુર અને જીવણપુરમાં પણ સારો વરસાદ નોંધાયો છે.
  • મહીસાગર જિલ્લો: લુણાવાડા શહેર સહિત ખાનપુર, સંતરામપુર અને કડાણા (ગોધર) પંથકમાં કાળાડિબાંગ વાદળો વચ્ચે ધીમી ધારે હળવો વરસાદ અને વરસાદી ઝાપટાં શરૂ થયા છે.

Huge Weather Shift In Gujarat: આગામી 6 દિવસની તોફાની આગાહી (તાલુકા અને જિલ્લા વાઇઝ)

Huge Weather Shift In Gujarat
  • 30 મે: બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ગીર સોમનાથ, દમણ અને દીવમાં 40 થી 50 kmphની ગતિએ તોફાની પવન અને વીજળીના કડાકા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
  • 31 મે: અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદની ચેતવણી. આ સિવાય મધ્ય-ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય 13 જેટલા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે.
  • 1 જૂન: મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદની શક્યતા. અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ પવન સાથે હળવો વરસાદ આવી શકે છે.
  • 2 જૂન: બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને આણંદમાં ભારે વરસાદની સંભાવના. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં (વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ) વરસાદી માહોલ રહેશે.
  • 3 અને 4 જૂન: સમગ્ર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ (રાજકોટ, અમરેલી, ભાવનગર વગેરે) માં 40 થી 50 kmphની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદી માહોલ યથાવત રહેશે.

અમદાવાદ શહેરની સ્થિતિ

અમદાવાદમાં આગામી દિવસોમાં મુખ્યત્વે આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે અને મહત્તમ તાપમાન 43°C ની આસપાસ જળવાઈ રહેશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં વન્યજીવોને હીટ સ્ટ્રોકથી બચાવવા મોટો પ્લાન, જમ્બો કૂલર્સ, સ્પ્રીન્ક્લર્સ અને ડાયેટમાં ફેરફાર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે