Make In India Goes Global: ભારત સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ની પહેલને વૈશ્વિક સ્તરે વધુ એક ઐતિહાસિક સફળતા મળી છે. ગુજરાતના વડોદરાથી હવે આફ્રિકન દેશ રિપબ્લિક ઓફ મલાવીમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)ની નિકાસ કરવામાં આવશે. આ મોટી ભાગીદારીના ભાગરૂપે મલાવીના હાઇ કમિશનર હિઝ એક્સેલન્સી લિયોનાર્ડ સેન્ઝા મેગેંઝીએ ગત 29 મેના રોજ વડોદરા નજીક પોર ખાતે આવેલી અગ્રણી ઇવી કંપની ‘મરક્યુરી ઇવી ટેક’ (Mercury EV Tech) ના વર્લ્ડ ક્લાસ પ્લાન્ટની વિશેષ મુલાકાત લીધી હતી અને તેની અત્યાધુનિક ટેકનોલોજીની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.
Make In India Goes Global: 🇨🇳 ચીનના બદલે ભારત પર પસંદગી ઉતારી: જયેશ ઠક્કર

મરક્યુરી ઇવી ટેકના ચેરમેન જયેશ ઠક્કરે આ વૈશ્વિક ઉપલબ્ધિ અંગે ઉત્સાહ વ્યક્ત કરતાં જણાવ્યું કે:
- મલાવી સરકાર સાથે ઇલેક્ટ્રિક વાહનોની નિકાસ કરવા માટેની સત્તાવાર MOU ની પ્રક્રિયા હાલ અંતિમ ચરણમાં છે.
- ટૂંક જ સમયમાં મેડ-ઇન-ઇન્ડિયા ઇલેક્ટ્રિક વાહનોનો પહેલો જથ્થો મલાવી મોકલવામાં આવશે.
- આફ્રિકા ખંડમાં ‘Warm Heart of Africa’ તરીકે ઓળખાતા મલાવી દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ગ્રીન મોબિલિટી’ના વિઝનથી પ્રભાવિત થઈને, ચીનના બદલે ભારત સાથે કામ કરવું વધુ યોગ્ય માન્યું છે.
રાષ્ટ્રપતિ સાથે બેઠક: આગામી 5 કે 6 જૂનના રોજ મલાવીના રાષ્ટ્રપતિ સાથે ચેરમેન જયેશ ઠક્કરની સત્તાવાર બેઠક યોજાશે, જેના માટે તેઓ 3 જૂને મલાવી જવા રવાના થશે. જ્યાં આગળના પ્રોડક્શન પ્લાન અને રોકાણ અંગે આખરી નિર્ણય લેવાશે.

Make In India Goes Global: ભારતની ગ્રીન ટેકનોલોજી મલાવીમાં ક્રાંતિ લાવશે: હાઇ કમિશનર

વડોદરાના પ્લાન્ટની ગુણવત્તાથી પ્રભાવિત થઈને હાઇ કમિશનર લિયોનાર્ડ સેન્ઝા મેગેંઝીએ જણાવ્યું હતું કે, મલાવી જેવી ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે હાલ મોંઘા ઈંધણ (ફ્યુઅલ) ની આયાત કરવી એ મોટો પડકાર છે. તેથી તેઓ આ ગ્રીન ટેકનોલોજી અપનાવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, આવા મોટા સંશોધનોના કારણે જ ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં સતત આગળ વધીને ચોથા ક્રમે પહોંચી રહી છે.
Make In India Goes Global: ભારતને મલાવીમાં સીધા રોકાણ માટે આમંત્રણ

હાઇ કમિશનરે મરક્યુરી ઇવી ટેક કંપનીને મલાવીમાં સીધું રોકાણ કરવા અને ત્યાં જ પોતાનો નવો પ્લાન્ટ શરૂ કરવા માટે સત્તાવાર આમંત્રણ આપ્યું છે. આ પ્રોજેક્ટથી મલાવી સરકારને મોંઘા ઇંધણના આર્થિક બોજમાંથી મુક્તિ મળશે અને તેમનું વિદેશી હૂંડિયામણ બચશે. ગુજરાતના ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે આ ખરેખર ગૌરવપૂર્ણ ક્ષણ છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગુજરાતમાં હવામાનનો મોટો પલટો 11 જિલ્લામાં વરસાદની આગાહી, આગામી 6 દિવસ વાતાવરણ રહેશે તોફાની!




