Dear Mom, Real ID Se Aao!”: બોલિવૂડની ક્યુટ અને બબલી ગર્લ શ્રદ્ધા કપૂર ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ પોતાના મજેદાર અંદાજ માટે જાણીતી છે. હાલમાં જ એક્ટ્રેસે બુધવારે મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ પર એક ક્રેઝી ડાન્સ વીડિયો શેર કર્યો છે, જે ઇન્ટરનેટ પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં શ્રદ્ધા કેઝ્યુઅલ પાયજામા પહેરીને કોઈ પણ જાતની ચિંતા વગર પોપ સ્ટાર માઇકલ જેક્સનના સુપરહિટ ગીત ‘BAD’ પર જોરદાર થીરકતી જોવા મળી રહી છે.

Dear Mom, Real ID Se Aao!”: રૂમર્ડ બોયફ્રેન્ડ રાહુલ મોદીએ કર્યો વીડિયો શૂટ

આ વીડિયો પાછળની ખાસ વાત એ છે કે તેને બીજું કોઈ નહીં પણ શ્રદ્ધાનો રૂમર્ડ બોયફ્રેન્ડ રાહુલ મોદી શૂટ કરી રહ્યો હતો. વીડિયોની શરૂઆતમાં રાહુલનો અવાજ પણ સંભળાય છે, જે શ્રદ્ધાને આવો ક્રેઝી ડાન્સ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. શ્રદ્ધાએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું, “કોઈ એસા ઢૂંડો જો આપકા એસા ડાન્સ નિકાલ દે.” વીડિયોના અંતમાં શ્રદ્ધા કેમેરા સામે જોઈને ખડખડાટ હસી પડે છે.
Dear Mom, Real ID Se Aao!”: યુઝરે કહ્યું ‘ઘર સાફ કરી લો‘, શ્રદ્ધાએ આપ્યો પંચલાઈન રિપ્લાય

શ્રદ્ધાનો આ બેફિકર અંદાજ ફેન્સને ખૂબ ગમ્યો, પરંતુ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સની નજર તેના ઘરના બેકગ્રાઉન્ડ પર ગઈ, જ્યાં સામાન વેરવિખેર પડ્યો હતો. એક યુઝરે ટ્રોલ કરતાં કમેન્ટ કરી, “બહુ ગંદું ઘર છે, વીડિયો ગ્રીન સ્ક્રીન સાથે બનાવ્યો હોત તો.”
સામાન્ય રીતે સેલેબ્સ આવી કમેન્ટ્સ ઇગ્નોર કરતા હોય છે, પરંતુ શ્રદ્ધાએ પોતાના ટિપિકલ રમુજી અંદાજમાં આ યુઝરની બોલતી બંધ કરી દીધી. શ્રદ્ધાએ રિપ્લાય આપતા લખ્યું- “ડિયર મોમ, રિયલ આઈડી સે આઓ!” એક્ટ્રેસના આ હાજરજવાબી જવાબે સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી લીધા છે અને લોકો કહી રહ્યા છે કે દરેક ભારતીય માતાની આ જ કહાની હોય છે.
Dear Mom, Real ID Se Aao!”: રાહુલ અને શ્રદ્ધાનું બોન્ડિંગ
શ્રદ્ધા કપૂર અને બિઝનેસમેન તેમજ ફિલ્મમેકર રાહુલ મોદી (જેમણે ‘તું ઝૂઠી મેં મક્કર’માં કામ કર્યું છે) વર્ષ 2024થી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે. જોકે બંનેએ ઓફિશિયલ જાહેરાત નથી કરી, પણ આ વીડિયોએ તેમની ક્યુટ કેમેસ્ટ્રી ફરી જગજાહેર કરી દીધી છે.
વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, શ્રદ્ધા કપૂરે તાજેતરમાં જ ડાયરેક્ટર લક્ષ્મણ ઉતેકરની આગામી ફિલ્મ ‘ઈઠા’નું શૂટિંગ પૂરું કર્યું છે, જેમાં તે રણદીપ હુડ્ડા સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: IPLમાં વૈભવ સૂર્યવંશીનો હાહાકાર ક્રિસ ગેલનો 14 વર્ષ જૂનો ‘મહા-રેકોર્ડ’ તોડ્યો; રાજસ્થાન ક્વોલિફાયર-2માં




