Home Videsh Tragedy in Virginia:અમેરિકામાં વધુ એક ગુજરાતીની કરપીણ હત્યા મહેસાણાની દીકરી પર સ્ટોરમાં...

Tragedy in Virginia:અમેરિકામાં વધુ એક ગુજરાતીની કરપીણ હત્યા મહેસાણાની દીકરી પર સ્ટોરમાં ધડાધડ ફાયરિંગ

0
346
Tragedy in Virginia
Tragedy in Virginia

Tragedy in Virginia: અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે વધુ એક માઠા અને હચમચાવી દેનારા સમાચાર સામે આવ્યા છે. યુએસએના વર્જિનિયા સિટીમાં રહેતી અને મૂળ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની પાટીદાર યુવતી મેઘનાબેન પટેલની સ્ટોરમાં ઘૂસીને ગોળી મારી નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે.

છેલ્લા એક જ વર્ષમાં અમેરિકામાં સમાન મોડસ ઓપરેન્ડીથી આ ચોથા ગુજરાતીની હત્યા થતાં સ્થાનિક NRI સમુદાયમાં ભારે ફફડાટ અને આક્રોશ વ્યાપી ગયો છે.

Tragedy in Virginia: માત્ર 26 સેકન્ડમાં ખેલ ખતમ: CCTVમાં કેદ થઈ ઘટના

Tragedy in Virginia

હત્યાની આ સમગ્ર કાળજું કંપાવી દેનારી ઘટના સ્ટોરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજ અનુસાર:

  • એક અજાણ્યો બુકાનીધારી શખ્સ સ્ટોરમાં પ્રવેશે છે.
  • તે થોડી સેકન્ડ આજુબાજુ નજર દોડાવે છે.
  • તુરંત જ પોતાના નેફામાંથી હથિયાર કાઢીને કાઉન્ટર પર હાજર મેઘનાબેન પર ધડાધડ ફાયરિંગ કરી દે છે.
  • માત્ર 26 સેકન્ડની અંદર આ ઘાતકી કૃત્યને અંજામ આપી હત્યારો ત્યાંથી ફરાર થઈ જાય છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ હુમલો લૂંટના ઈરાદે કરાયો હોવાની આશંકા છે.
Tragedy in Virginia

Tragedy in Virginia: વતન જંત્રાલ ગામમાં માતમનો માહોલ

Tragedy in Virginia

મેઘનાબેન છેલ્લા 10 વર્ષથી પતિ ઉપેન્દ્રભાઈ પટેલ સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા અને ત્યાં સ્ટોરમાં નોકરી કરતા હતા. તેમને સંતાનમાં એક પુત્રી (નકશીબેન) અને એક પુત્ર (સ્મિત) છે.

દીકરીની હત્યાના સમાચાર મળતા જ વિજાપુરના જંત્રાલ ગામમાં અને તેમના મોસાળ જામળા ગામમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. મૃતકના પિતા કરસનભાઈ પટેલ અને માતા કપિલાબેન હાલ જંત્રાલ ગામમાં રહે છે, જેઓ દીકરીના અકાળે અવસાનથી ભાંગી પડ્યા છે. ઘટનાની જાણ થતાં જ અમેરિકાની સ્થાનિક પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરીને હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ઈબોલા વાઈરસનું સંકટ, અમદાવાદ એરપોર્ટે જાહેર કરી કડક એડવાઈઝરી, ઈન્ટરનેશનલ મુસાફરો માટે ૫ નિયમોનું પાલન ફરજિયાત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે