Digital Crackdown: દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્ય કાંતની એક વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં સોશિયલ મીડિયા પર અસ્તિત્વમાં આવેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ પર ડિજિટલ એક્શન લેવાઈ છે. આ લોકપ્રિય પેજનું સત્તાવાર એક્સ (X – પૂર્વ ટ્વિટર) એકાઉન્ટ ભારતમાં પ્રતિબંધિત (Ban) કરી દેવામાં આવ્યું છે.
ચોંકાવનારી વાત એ છે કે, ગુરુવારે જ આ પેજે ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યાના મામલામાં દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP) ને પણ પાછળ છોડી દીધી હતી. જો કે, એક્સ એકાઉન્ટ બંધ થયા બાદ પણ આ પાર્ટીનું ઇન્સ્ટાગ્રામ પેજ હજુ ઓનલાઈન એક્ટિવ દેખાઈ રહ્યું છે.

Digital Crackdown: ઇન્સ્ટાગ્રામ પર ભાજપ કરતાં વધુ ફોલોઅર્સ!
આ ડિજિટલ આંદોલનની લોકપ્રિયતાનો અંદાજ આ આંકડા પરથી લગાવી શકાય છે:
- કોકરોચ જનતા પાર્ટી: ઇન્સ્ટાગ્રામ પર 1 કરોડ (10 Million) થી વધુ ફોલોઅર્સ.
- ભારતીય જનતા પાર્ટી (BJP): ઇન્સ્ટાગ્રામ પર 87 લાખ ફોલોઅર્સ.
Digital Crackdown: ફાઉન્ડર અભિજિત દીપકે સરકાર સામે ઉઠાવ્યા સવાલ
એકાઉન્ટ બેન થવાના પગલે પેજના ફાઉન્ડર અને જાણીતા સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ અભિજિત દીપકે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે:
“જેનો ડર હતો એ જ થયું. પહેલા તેમણે અમારું એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કર્યો અને જ્યારે તેમાં નિષ્ફળ રહ્યા ત્યારે ભારતની અંદર અમારું ઓફિશિયલ એક્સ (X) એકાઉન્ટ બેન કરી દીધું. અમે માત્ર સરકાર પાસે જવાબદારી (Accountability) માંગી રહ્યા હતા, કોઈ ખોટી વસ્તુ લખી નહોતી. બદલામાં અમારું એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દેવાયું. આ ક્યાંની લોકશાહી છે?” તેમણે દેશના યુવાનોને આ ડિજિટલ સેન્સરશિપ વિરુદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરી છે.
Digital Crackdown: શું હતો સમગ્ર વિવાદ અને CJI નું નિવેદન?
આ વિવાદની શરૂઆત ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પર સુનાવણી દરમિયાન થઈ હતી. સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે કથિત રીતે એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી:
- CJIનું નિવેદન: “કેટલાક યુવાનો કોકરોચ જેવા હોય છે, જેમને ન તો કોઈ રોજગાર મળે છે કે ન તો કોઈ વ્યવસાયમાં સ્થાન મળે છે. તેમાંથી કેટલાક મીડિયા ક્ષેત્રે જાય છે, સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ બને છે કે આરટીઆઈ (RTI) એક્ટિવિસ્ટ બને છે અને પછી દરેક સિસ્ટમ પર હુમલો કરવાનું શરૂ કરી દે છે.”
CJI ના આ નિવેદન બાદ દેશના યુવાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જો કે, વિવાદ વધતાં જસ્ટિસ સૂર્યકાંતે બીજા જ દિવસે સ્પષ્ટતા જારી કરીને કહ્યું હતું કે, તેમનો ઈશારો માત્ર ‘નકલી ડિગ્રી ધારકો’ તરફ હતો અને તેમનો ઈરાદો દેશના સાચા યુવાનોની લાગણી દુભાવવાનો નહોતો. પરંતુ, આ વિરોધના પ્રતીક રૂપે શરૂ થયેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ સોશિયલ મીડિયા પર એક મોટું જન-આંદોલન બની ગઈ છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




