A Tree of Wonders: કુદરતનો કરિશ્મા કે ખેડૂતની કમાલ! અમરેલીના ધારીમાં એક જ આંબા પર પાકે છે ૧૪ પ્રકારની કેરીઓ, સોશિયલ મીડિયા પર આંબાની ધૂમ

0
124
A Tree of Wonders
A Tree of Wonders

A Tree of Wonders: સામાન્ય રીતે કેરીના રસિયાઓ ઉનાળામાં કેસર, હાફુસ, લંગડો કે દશેરી જેવી ગણતરીની કેરીઓનો સ્વાદ માણતા હોય છે. પરંતુ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દિતલા ગામે એક પ્રગતિશીલ ખેડૂતે પોતાની કોઠાસૂઝથી એવો ચમત્કાર કરી બતાવ્યો છે, જે જોઈને કૃષિ વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. અહીં એક જ આંબાના વૃક્ષ પર ૧૪ અલગ-અલગ પ્રકારની કેરીઓ પાકી રહી છે!

A Tree of Wonders: ઘર આંગણે ‘ખુટા કલમ પદ્ધતિ’નો અનોખો પ્રયોગ

A Tree of Wonders

દિતલા ગામના વતની અને ૨૦ વીઘા જમીન ધરાવતા પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ ભટ્ટી પોતાના અવનવા કૃષિ પ્રયોગો માટે જાણીતા છે. મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન તેમને આ અનોખો વિચાર આવ્યો હતો. તેમણે પોતાના ઘર આંગણે ઉગેલા એક સાદા દેશી આંબાના વૃક્ષ પર વૈજ્ઞાનિક અભિગમ સાથે ખુટા કલમ પદ્ધતિ’ (Grafting) અજમાવીને અલગ-અલગ જાતોની કલમો ચડાવી હતી. આજે વૈશાખ મહિનાની શરૂઆતે આ આંબા પર અલગ-અલગ આકાર અને રંગની કેરીઓ લટકી રહી છે.

A Tree of Wonders: નામ પણ ન સાંભળ્યા હોય તેવી દુર્લભ જાતોનો ખજાનો

ઉકાભાઈએ આ એક જ આંબા પર જે ૧૪ પ્રકારની કેરીઓ વિકસાવી છે, તેમાંની ઘણી ખરી જાતો નવી પેઢીએ ક્યારેય જોઈ કે સાંભળી પણ નહીં હોય. આ આંબા પર લટકતી જાતો નીચે મુજબ છે:

  • આમ્રપાલી, નીલમ, દશેરી, બેગમ, નિલેશાન
  • નાળિયેરો, ગુલાબિયો, દાડમો, સિંદુરિય
  • કાળો જમાદાર, વરિયાળિયો, સરદાર, પાયલોટ અને આષાઢિયો.

A Tree of Wonders: લુપ્ત થતો ગીરનો વારસો બચાવવાનો ભગીરથ પ્રયાસ

ઇતિહાસ સાક્ષી છે કે જૂનાગઢના નવાબના શાસનકાળમાં ગીર પંથકમાં આશરે ૨૦૦ જેટલી કેરીની વિવિધ જાતો હતી. સમય જતાં કેસર કેરીનું ચલણ એટલું વધ્યું કે બાકીની ગુણકારી અને સ્વાદિષ્ટ જાતો લુપ્ત થવા લાગી. નવી પેઢી આ જૂની પરંપરાગત કેરીઓથી વંચિત ન રહી જાય તેવા ઉદ્દેશ્યથી ઉકાભાઈએ અલગ-અલગ વિસ્તારોમાં ફરીને આ દુર્લભ જાતો શોધી કાઢી અને પોતાના આંબા પર કલમ કરીને ગીરના આ વારસાને જીવંત રાખ્યો છે.

A Tree of Wonders: અન્ય ખેડૂતો માટે બન્યું પ્રેરણાતીર્થ

એક જ વૃક્ષ પરથી અલગ-અલગ આકાર, રંગ અને સ્વાદની ૧૪ પ્રકારની કેરીઓ ઉતારવાના આ સફળ બાગાયતી પ્રયોગને જોવા માટે આસપાસના તાલુકા અને અન્ય જિલ્લાના ખેડૂતો તથા સંશોધકો મોટી સંખ્યામાં દિતલા ગામે આવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી અને કલમ પદ્ધતિના સમન્વયથી ઉકાભાઈ ભટ્ટીએ સાબિત કરી દીધું છે કે જો મનમાં સંકલ્પ અને મહેનત હોય, તો ખેતી ક્ષેત્રે કોઈપણ અશક્ય લાગતી સિદ્ધિ હાંસલ કરી શકાય છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ઈંધણ બચાવવા અને સોનું ન ખરીદવાની PM મોદીની અપીલ બાદ સરકારના 5 મોટા એક્શન, બેન્કોને કડક આદેશ, ફરી યાદ આવ્યો લોકડાઉનનો સમય!