Home Desh Crude Crisis: ઈંધણ બચાવવા અને સોનું ન ખરીદવાની PM મોદીની અપીલ બાદ...

Crude Crisis: ઈંધણ બચાવવા અને સોનું ન ખરીદવાની PM મોદીની અપીલ બાદ સરકારના 5 મોટા એક્શન, બેન્કોને કડક આદેશ, ફરી યાદ આવ્યો લોકડાઉનનો સમય!

0
299
Crude Crisis
Crude Crisis

Crude Crisis: મિડલ-ઈસ્ટ (મધ્ય-પૂર્વ)માં સતત વધી રહેલા તણાવ અને હોર્મુજ દરિયાઈ માર્ગ પ્રભાવિત થવાને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ (કાચા તેલ)ના ભાવ આકાશે આંબી રહ્યા છે. દેશની આર્થિક અને ઊર્જા સુરક્ષા સામે સર્જાયેલા આ સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત ૧૦ મેના રોજ દેશવાસીઓને ઈંધણ બચાવવાની ખાસ અપીલ કરી હતી. પીએમની આ અપીલ બાદ દેશમાં ફરી લોકડાઉન લાગશે તેવી અફવાઓ ઉડી હતી, પરંતુ સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં લોકડાઉનની કોઈ જ Crude Crisis: શક્યતા નથી અને ઈંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.

સરકારનો મુખ્ય હેતુ દેશના વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserves)ને બચાવવાનો અને ઓઇલના વપરાશને નિયંત્રિત કરવાનો છે. આ માટે દેશભરમાં લોકડાઉનની યાદ અપાવે તેવા ૫ મોટા અને કડક પગલાં લાગુ કરવામાં આવ્યા છે:

Crude Crisis

Crude Crisis: બેન્કો અને સરકારી વિભાગોમાં હવે માત્ર ઓનલાઇન મીટિંગ

નાણાં મંત્રાલયના ‘નાણાકીય સેવા વિભાગ’ (DFS) દ્વારા તમામ સરકારી બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો અને સરકારી વીમા કંપનીઓને કડક આદેશ અપાયો છે. હવેથી તમામ બેઠકો ફરજિયાતપણે વીડિયો કોન્ફરન્સિંગ (ઓનલાઇન) દ્વારા જ કરવાની રહેશે. અત્યંત અનિવાર્ય સંજોગો સિવાય રૂબરૂ (Face-to-Face) બેઠકો યોજવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી અધિકારીઓની મુસાફરી પાછળ થતો પેટ્રોલ-ડીઝલનો ખર્ચ બચાવી શકાય.

Crude Crisis: ‘વર્ક ફ્રોમ હોમ’ (WFH) ની ધમાકેદાર વાપસી

વાહનોની સંખ્યા અને પેટ્રોલ-ડીઝલનો દૈનિક વપરાશ ઘટાડવા સરકારે ફરી ‘વર્ક ફ્રોમ હોમ’નો આશરો લીધો છે. દિલ્હી સરકારે પોતાના કર્મચારીઓ માટે અઠવાડિયામાં બે દિવસનું ‘Work From Home’ ફરજિયાત કરી દીધું છે. આ સાથે જ ખાનગી કંપનીઓને પણ સ્વેચ્છાએ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવા માટે અપીલ કરાઈ છે.

Crude Crisis: ૧ વર્ષ સુધી સોનું ખરીદવા અને વિદેશ પ્રવાસો પર બ્રેક

ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું સોનું વિદેશથી આયાત કરે છે, જેના લીધે દેશના કિંમતી ડૉલર બહાર ચાલ્યા જાય છે. ચાલુ ખાતાની ખાધ (Current Account Deficit) ઘટાડવા અને રૂપિયાને મજબૂત રાખવા માટે પીએમ મોદીએ દેશવાસીઓને આગામી એક વર્ષ સુધી લગ્ન કે ખાસ પ્રસંગોમાં પણ સોનું ન ખરીદવા ભાવુક અપીલ કરી છે. આ ઉપરાંત બિનજરૂરી વિદેશ પ્રવાસો ટાળવા પણ કહેવાયું છે, જેથી દેશનો એક-એક ડૉલર બચે અને તેનો ઉપયોગ માત્ર ક્રૂડ ઓઇલ જેવી અનિવાર્ય ચીજો માટે જ થાય.

Crude Crisis: સરકારી ગાડીઓના કાફલામાં કાપ, નવી ખરીદી પર રોક

મંત્રીઓ અને અધિકારીઓના દેશ-વિદેશના પ્રવાસો મર્યાદિત કરી દેવાયા છે. બેન્કના ચેરમેન અને એમડી (MD)ના વિદેશ પ્રવાસોની સીમા નક્કી કરાઈ છે. મંત્રીઓના કાફલામાં ગાડીઓની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે. એટલું જ નહીં, દિલ્હી જેવા રાજ્યોએ આગામી ૬ મહિના માટે કોઈ પણ નવા પેટ્રોલ, ડીઝલ કે સીએનજી (CNG) વાહનોની ખરીદી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે અને સરકારી વિભાગોને ઈલેક્ટ્રિક વાહનો (EVs) તરફ શિફ્ટ થવા આદેશ આપ્યો છે.

Crude Crisis: જાહેર ઉત્સવો રદ્દ, ‘નો-વ્હીકલ ડે’ પર ભાર

સરકારી સ્તરે યોજાતા મોટા જાહેર કાર્યક્રમો અને ઉત્સવોને આગામી ત્રણ મહિના માટે રદ્દ અથવા સ્થગિત કરવામાં આવ્યા છે. આ સાથે જ સામાન્ય જનતાને અંગત વાહનોને બદલે મેટ્રો અને બસો જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા, કારપૂલિંગ અપનાવવા અને અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ ‘નો-વ્હીકલ ડે’ (વાહન વગરનો દિવસ) રાખવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 સાણંદમાં ફેક્ટરીમાં ભીષણ આગ મોરૈયાની કલર કંપનીમાં કેમિકલના કારણે આગે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા!

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે