PM Modi in Netherlands: PM મોદીનું નેધરલેન્ડ્સમાં મોટું નિવેદન, ‘સ્થિતિ નહીં સુધરે તો વર્તમાન વૈશ્વિક આપત્તિઓ આવનારા દાયકાઓ સુધી ભારે પડશે’

0
123
PM Modi in Netherlands
PM Modi in Netherlands

PM Modi in Netherlands: હાલમાં ૫ દેશોના મહત્વપૂર્ણ પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેધરલેન્ડ્સના હેગ (The Hague) શહેરમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. આખી દુનિયામાં ‘સિટી ઓફ પીસ’ તરીકે જાણીતા આ શહેરમાં વસતા પ્રવાસી ભારતીયોના ઉત્સાહ અને અદ્ભુત પ્રેમને જોઈને પીએમ મોદી ભાવુક થયા હતા. તેમણે જણાવ્યું કે, “અહીંનો પ્રેમ જોઈને હું થોડીવાર માટે ભૂલી જ ગયો કે હું વિદેશમાં છું. સમય ભલે બદલાયો હોય, પરંતુ લોકોની અંદર રહેલા ભારતીય સંસ્કાર અને આપણું પોતાનું લોહી ક્યારેય બદલાયા નથી.”

PM Modi in Netherlands

PM Modi in Netherlands: વૈશ્વિક આપત્તિઓ પર ચિંતા અને ૨૦૧૪ના ઐતિહાસિક દિવસની યાદ

પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ચેતવણીભર્યા લહેકામાં મોટું નિવેદન આપતા કહ્યું કે, “આ દાયકો સમગ્ર વિશ્વ માટે આપત્તિઓનો દાયકો બની રહ્યો છે. જો હજુ પણ વૈશ્વિક સ્થિતિમાં સુધારો નહીં આવે, તો તેની આકરી અસરો આવનારા અનેક દાયકાઓ સુધી ભોગવવી પડશે અને તે ભારે પડશે.”

આ સાથે જ તેમણે ૧૬ મેના દિવસને અત્યંત વિશેષ ગણાવ્યો હતો. પીએમ મોદીએ યાદ અપાવ્યું કે, આજથી બરાબર ૧૨ વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૪માં આજના જ દિવસે (૧૬ મે) લોકસભા ચૂંટણીના ઐતિહાસિક પરિણામો આવ્યા હતા, જેણે દેશની દિશા અને દશા બદલી નાખી હતી.

PM Modi in Netherlands: ડિજિટલ ક્રાંતિ, ચંદ્રયાન અને નવા ભારતની ક્ષમતા

વડાપ્રધાને ગર્વભેર વૈશ્વિક મંચ પરથી ભારતના સામર્થ્યની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આજનું નવું ભારત બહુ મોટા સપના જોઈ રહ્યું છે અને તેને સાકાર પણ કરી રહ્યું છે. ભારતે ચંદ્રના એવા દુર્ગમ સ્થાને (દક્ષિણ ધ્રુવ) પહોંચીને ઇતિહાસ રચ્યો છે, જ્યાં દુનિયાનો કોઈ દેશ અત્યાર સુધી પહોંચી શક્યો નથી.

ભારતના બદલાતા અર્થતંત્રના આંકડા રજૂ કરતા તેમણે ઉમેર્યું કે, આજે ભારતમાં ૨૦ મિલિયનથી પણ વધારે UPI ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે અને ૨ લાખથી વધુ સ્ટાર્ટઅપ સફળતાપૂર્વક કાર્યરત છે. આજનો ભારતીય યુવાન માત્ર નોકરીઓ શોધવાને બદલે પોતે ડ્રોન અને નવીનતમ ઇનોવેશન તરફ આગળ વધી રહ્યો છે.

PM Modi in Netherlands: ભારત-નેધરલેન્ડ્સ સંબંધો અને લોકશાહીનો ઉત્સવ

બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોની સરખામણી કરતા પીએમ મોદીએ રસપ્રદ વાત કહી કે, “જેમ નેધરલેન્ડ્સ તેના સુંદર ટ્યુલિપના ફૂલો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, તેમ ભારત કમળના ફૂલ માટે જાણીતું છે.” તેમણે આગામી સમયમાં ગ્રીન હાઇડ્રોજનના ક્ષેત્રમાં ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચેની ભાગીદારીને અત્યંત મહત્વની ગણાવી હતી.

પોતાના સંબોધનના અંતે ભારતીય લોકશાહીની મજબૂતીનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, તાજેતરમાં ભારતમાં યોજાયેલી લોકશાહીના ઉત્સવ સમાન વિધાનસભા ચૂંટણીઓમાં પશ્ચિમ બંગાળમાં રેકોર્ડબ્રેક મતદાન નોંધાયું છે, જે ગૌરવની વાત છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

વાપીના રાતા ગામમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા લોકોમાં ગભરાટ!