Justice for Students: વડોદરામાં NEET પેપર લીક મામલે NSUI ના કેસરીયા; કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર સાથે ગજવી

0
140
Justice for Students
Justice for Students

Justice for Students: દેશભરમાં ગાજેલા NEET પેપર લીક કૌભાંડના પડઘા હવે વડોદરામાં પણ પડ્યા છે. આજે વડોદરા શહેર NSUI દ્વારા આ મુદ્દે કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી ન્યાયની માંગ કરવામાં આવી હતી.

Justice for Students

Justice for Students: સરકાર વિરોધી સૂત્રોચ્ચાર અને આવેદન

શહેર પ્રમુખની આગેવાનીમાં મોટી સંખ્યામાં NSUI કાર્યકરો કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા. કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા કેટલાક વર્ષોથી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓમાં પેપર ફૂટવાની અને ભ્રષ્ટાચારની ઘટનાઓ સતત વધી રહી છે, જે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં સમાન છે.

Justice for Students: મુખ્ય માંગણીઓ

NSUI દ્વારા કલેક્ટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી છે:

  • કડક કાર્યવાહી: પેપર લીક કૌભાંડમાં સામેલ તમામ જવાબદારો સામે દાખલારૂપ અને કડક પગલાં લેવામાં આવે.
  • પારદર્શક વ્યવસ્થા: ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પરીક્ષા પદ્ધતિમાં પારદર્શક અને મજબૂત વ્યવસ્થા અમલમાં મુકાય.
  • વિદ્યાર્થીઓને ન્યાય: પેપર લીકને કારણે માનસિક તણાવ અનુભવતા વિદ્યાર્થીઓને ન્યાય મળે.

વડોદરાના 6000 વિદ્યાર્થીઓને અસર

ઉલ્લેખનીય છે કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મેના રોજ લેવાયેલી પરીક્ષા રદ કરી નવેસરથી લેવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી આખા દેશના 22 લાખ વિદ્યાર્થીઓ સાથે વડોદરા શહેરના પણ 6000 થી વધુ વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા આપવી પડશે.

“વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓથી મહેનતુ વિદ્યાર્થીઓનું મનોબળ તૂટી રહ્યું છે. આ ભ્રષ્ટાચાર અટકવો જ જોઈએ.” – NSUI કાર્યકરો

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 જામનગરના સજુબા સ્કૂલ પાસે તંત્રનો ‘બુલડોઝર’ પ્રહાર; ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરાયા