Home State Gujarat Tragedy Near Shankheshwar: શંખેશ્વર પાસે કાળમુખો અકસ્માત સ્પોર્ટ્સ બાઇક અને રિક્ષા વચ્ચેની...

Tragedy Near Shankheshwar: શંખેશ્વર પાસે કાળમુખો અકસ્માત સ્પોર્ટ્સ બાઇક અને રિક્ષા વચ્ચેની ટક્કરમાં બે લોકોના કમકમાટીભર્યા મોત

0
317
Tragedy Near Shankheshwar
Tragedy Near Shankheshwar

શંખેશ્વર | રવિવાર

Tragedy Near Shankheshwar: શંખેશ્વર પાસે કાળમુખો અકસ્માત સ્પોર્ટ્સ બાઇક અને રિક્ષા વચ્ચેની ટક્કરમાં બે લોકોના કમકમાટીભર્યા મોતપાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના રાતનપુર ગામ પાસે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે જતી એક KTM સ્પોર્ટ્સ બાઇક અને મુસાફરો ભરેલી રિક્ષા વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ પ્રચંડ અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે.

Tragedy Near Shankheshwar

Tragedy Near Shankheshwar: ધડાકાભેર ટક્કર અને મોતની ચીસિયારીઓ

Tragedy Near Shankheshwar

રાતનપુર હાઈવે પર થયેલી આ ટક્કર એટલી જોરદાર હતી કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો. અકસ્માત બાદ રિક્ષામાં સવાર મુસાફરોની ચીસિયારીઓથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો. બંને વાહનોના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને રસ્તા પર લોહીલુહાણ હાલતમાં મૃતદેહો પડ્યા હતા.

Tragedy Near Shankheshwar: સ્થાનિકો અને તંત્રની કામગીરી

Tragedy Near Shankheshwar
  • બચાવ કામગીરી: અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો અને રસ્તે પસાર થતા વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ રિક્ષામાં ફસાયેલી લાશ અને ઈજાગ્રસ્તોને મહામહેનતે બહાર કાઢ્યા હતા.
  • સારવાર: ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડ્યા હતા.
  • પોલીસ તપાસ: શંખેશ્વર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિક હળવો કરાવી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. હાલ પોલીસ મૃતકોની ઓળખ વિધિની પ્રક્રિયા કરી રહી છે.
Tragedy Near Shankheshwar

અતિશય ઝડપ બની કાળ

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વાહનોની અતિશય ગતિ આ ગમખ્વાર અકસ્માતનું મુખ્ય કારણ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને વાહનચાલકોને રાત્રિના સમયે સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: જયપુરમાં ગુજરાત ટાઇટન્સનો દબદબો રાજસ્થાન રોયલ્સને 77 રને હરાવી નોંધાવી ઐતિહાસિક જીત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે