Historic Shift in Bengal: પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે એક નવો અધ્યાય લખાયો છે. ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. બંગાળમાં ભાજપના તેઓ પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ આર.એન. રવિએ તેમને અને અન્ય પાંચ મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. તમામ નેતાઓએ માતૃભાષા બાંગ્લામાં શપથ લઈને બંગાળી અસ્મિતાનો પરિચય આપ્યો હતો.

Historic Shift in Bengal: શપથ ગ્રહણ કરનારા મંત્રી મંડળના સભ્યો
સુવેન્દુ અધિકારીની સાથે બંગાળ ભાજપના પાંચ અનુભવી અને યુવા ચહેરાઓએ મંત્રી પદના શપથ લીધા:
- દિલીપ ઘોષ: પૂર્વ પ્રદેશાધ્યક્ષ અને અનુભવી નેતા.
- અગ્નમિત્રા પોલ: આસનસોલ દક્ષિણના લોકપ્રિય ધારાસભ્ય.
- નિશિથ પ્રામાણિક: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને યુવા નેતા.
- અશોક કીર્તનીયા: મતુઆ સમુદાયનો મોટો ચહેરો.
- ખુદીરામ ટુડુ: આદિવાસી વિસ્તારોમાં સક્રિય અને રાણીબાંધના ધારાસભ્ય.

Historic Shift in Bengal: પીએમ મોદીએ ટાગોરને આપી શ્રદ્ધાંજલિ, વડીલ કાર્યકર્તાના ચરણ સ્પર્શ કર્યા
આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને NDA શાસિત રાજ્યોના 20 મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા.
- ગુરુદેવને વંદન: પીએમ મોદીએ રવીન્દ્રનાથ ટાગોરની 165મી જયંતિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
- સંસ્કારનું દર્શન: મંચ પર પીએમ મોદીએ 98 વર્ષીય જનસંઘના કાર્યકર્તા માખનલાલ સરકારને શાલ ઓઢાડી સન્માનિત કર્યા અને તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. માખનલાલ 1952ના કાશ્મીર આંદોલન વખતે શ્યામા પ્રસાદ મુખર્જી સાથે જેલમાં ગયા હતા.

Historic Shift in Bengal: સંન્યાસી બનવાની ઈચ્છા ધરાવતા સુવેન્દુ હવે બંગાળના ‘સારથિ’
સુવેન્દુ અધિકારીના જીવનની સફર ખૂબ જ રસપ્રદ છે. 1970માં જન્મેલા સુવેન્દુ બાળપણમાં અત્યંત આધ્યાત્મિક હતા. રામકૃષ્ણ મિશન પ્રત્યેના લગાવને જોઈ પરિવારને ડર હતો કે તેઓ સંન્યાસી બની જશે. જોકે, તેમણે દેશસેવા માટે રાજનીતિનો માર્ગ પસંદ કર્યો અને આજીવન અવિવાહિત રહી બંગાળના ઉત્થાનનો સંકલ્પ લીધો.

Historic Shift in Bengal: રોડ શો અને ભવ્ય સ્વાગત
શપથવિધિ પૂર્વે પીએમ મોદીએ સુવેન્દુ અધિકારી અને સમિક ભટ્ટાચાર્ય સાથે ગ્રાઉન્ડમાં ભવ્ય રોડ શો કર્યો હતો. લાખોની મેદનીએ ‘જય શ્રી રામ’ અને ‘વંદે માતરમ’ના નારા સાથે નવા મુખ્યમંત્રીને વધાવ્યા હતા. શપથ લીધા બાદ સુવેન્દુએ પીએમ મોદીને નમીને પ્રણામ કર્યા હતા, જે દ્રશ્ય સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




