Home State Gujarat Gujarat Suicide Crisis: ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ, એક જ વર્ષમાં 8,984 લોકોએ કરી...

Gujarat Suicide Crisis: ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ, એક જ વર્ષમાં 8,984 લોકોએ કરી આત્મહત્યા, દરરોજ સરેરાશ 25 લોકો ટૂંકાવે છે જીવન

0
219
Gujarat Suicide Crisis
Gujarat Suicide Crisis

Gujarat Suicide Crisis: આજની ભાગદોડભરી જિંદગી અને વધતા માનસિક તણાવની સીધી અસર માનવીના જીવન પર પડી રહી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) ના વર્ષ 2024 ના તાજેતરના રિપોર્ટમાં ગુજરાતની ડરામણી તસવીર સામે આવી છે. રાજ્યમાં એક વર્ષમાં કુલ 8,984 લોકોએ આત્મહત્યા કરી છે, જેનો અર્થ છે કે દરરોજ સરેરાશ 24 થી 25 વ્યક્તિઓ ગમખ્વાર પગલું ભરી રહ્યા છે.

Gujarat Suicide Crisis

Gujarat Suicide Crisis: પુરુષોમાં આપઘાતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધુ

Gujarat Suicide Crisis

રિપોર્ટના આંકડા મુજબ, જીવન ટૂંકાવનારાઓમાં પુરુષોની સંખ્યા સ્ત્રીઓ કરતા ઘણી વધારે છે. કુલ આત્મહત્યાના કિસ્સાઓમાં 71% પુરુષો છે, જ્યારે 29% મહિલાઓ છે. સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે, આમાં 18 થી 45 વર્ષના યુવાનોનું પ્રમાણ 60 થી 65 ટકા જેટલું છે, જે રાજ્યના ભવિષ્ય માટે ખતરાની ઘંટડી સમાન છે.

Gujarat Suicide Crisis: મહાનગરોમાં ‘ડેથ ટ્રેપ’: રાજકોટ દેશમાં બીજા ક્રમે

ગુજરાતના ચાર મુખ્ય મહાનગરો—અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ—રાજ્યના કુલ આપઘાતના 30% કિસ્સાઓ માટે જવાબદાર છે. તેમાં પણ રાજકોટ શહેર સમગ્ર દેશમાં સૌથી વધુ આત્મહત્યાના દરમાં બીજા ક્રમે આવતા તંત્ર અને સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો છે.

Gujarat Suicide Crisis: શા માટે લોકો ભરી રહ્યા છે આવું પગલું?

આત્મહત્યા પાછળના મુખ્ય કારણોમાં આર્થિક અને સામાજિક પરિબળો જવાબદાર જણાય છે:

  • પારિવારિક અને શારીરિક: 40% કિસ્સાઓમાં કૌટુંબિક વિખવાદ અથવા કેન્સર અને પેરાલીસિસ જેવી ગંભીર બીમારીઓ કારણભૂત છે.
  • માનસિક સ્વાસ્થ્ય: બીમારીના કારણે થતા આપઘાતમાં 50% કિસ્સામાં માનસિક બીમારી જવાબદાર છે.
  • વ્યવસાયિક વર્ગ: સૌથી વધુ 35% દૈનિક વેતન મેળવતા મજૂરોએ આત્મહત્યા કરી છે. જ્યારે 20% ગૃહિણીઓ, ધંધાર્થીઓ અને વિદ્યાર્થીઓનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે.

Gujarat Suicide Crisis: રાષ્ટ્રીય સરેરાશ કરતા ગુજરાતનો દર વધુ

જ્યાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પંજાબ જેવા રાજ્યોમાં આત્મહત્યાના દરમાં ઘટાડો નોંધાયો છે, તેની સામે ગુજરાતમાં આ દરમાં 0.4% નો વધારો થયો છે. ગુજરાતમાં આત્મહત્યાની સરેરાશ રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ વધી ગઈ છે, જે ખૂબ જ ગંભીર બાબત છે.

નિષ્ણાતોનું મંતવ્ય: સામાજિક કાર્યકરો અને મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આર્થિક સંકડામણ અને એકલતા આત્મહત્યાના મુખ્ય કારણો છે. જો પરિવાર અને મિત્રોમાં યોગ્ય સંવાદ જળવાય અને માનસિક મદદ મળી રહે, તો ઘણા કિંમતી જીવ બચાવી શકાય તેમ છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગુજરાતમાં રોડ સેફ્ટી કટોકટી એક વર્ષમાં 7,717 લોકોના મોત, 82% કિસ્સામાં ઓવરસ્પીડ જવાબદાર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે