Ahmedabad Bike Theft: ગર્લફ્રેન્ડના મોંઘા શોખ પૂરા કરવા સ્પોર્ટ્સ બાઇક ચોરતી રાજસ્થાની ગેંગ ઝડપાઈ; 12 બાઇક સાથે 3ની ધરપકડ

0
164
Ahmedabad Bike Theft
Ahmedabad Bike Theft

Ahmedabad Bike Theft: અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી માત્ર મોંઘીદાટ સ્પોર્ટ્સ બાઇકને જ નિશાન બનાવતી એક શાતીર અને પ્રોફેશનલ ગેંગનો એલસીબી (LCB) ઝોન-૧ની ટીમે પર્દાફાશ કર્યો છે. પોતાની ગર્લફ્રેન્ડને મોંઘી ખરીદી કરાવવા, ફરવા લઈ જવા અને અંગત મોજ-શોખ પૂરા કરવા માટે ચોરીના રસ્તે ચડેલા ત્રણ આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. આ સફળ ઓપરેશનમાં પોલીસે વાહન ચોરીના કુલ ૧૨ ગુનાઓનો ભેદ ઉકેલી, આશરે રૂપિયા ૧૩ લાખની કિંમતના ૧૨ સ્પોર્ટ્સ બાઇક કબજે કર્યા છે.

Ahmedabad Bike Theft

Ahmedabad Bike Theft: ડિલિવરી બોય અને હાઉસકીપિંગ સ્ટાફ નીકળ્યા માસ્ટરમાઇન્ડ

પોલીસના સકંજામાં આવેલા આ વાહનચોરો સામાન્ય નોકરીની આડમાં આ કાળા કારનામા કરતા હતા. પકડાયેલા આરોપીઓમાં:

  • સુનીલકુમાર ગરાસિયા (મૂળ સિરોહી, રાજસ્થાન) – ઓનલાઈન ડિલિવરી બોય
  • કૈલાશ ઉર્ફે રોકી પુંજીલાલ રોત (મૂળ ડુંગરપુર, રાજસ્થાન) – ઓનલાઈન ડિલિવરી બોય
  • વિજેશ ઉર્ફે વિજ્જુ દેવીલાલ નનોમાં (મૂળ ડુંગરપુર, રાજસ્થાન) – હાઉસકીપિંગ સ્ટાફ

જ્યારે આ ચોરીઓમાં તેમને સાથ આપનારા રાજસ્થાનના સિરોહી જિલ્લાના અન્ય ત્રણ સાગરીતો—થાવરા ઉર્ફે થાવો ગરાસીયા, વિકાસ કુમાર ગરાસીયા અને પ્રવીણ હજુ પોલીસ પકડથી દૂર છે, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Ahmedabad Bike Theft: ખાસ ડીસમિસથી લોક તોડતા, પશ્ચિમ અમદાવાદ હતું સોફ્ટ ટાર્ગેટ

ઝોન-૧ LCBની ટીમે પશ્ચિમ અમદાવાદના અલગ-અલગ વિસ્તારોના સીસીટીવી (CCTV) ફૂટેજ, ડમ્પ ડેટા અને ટેકનિકલ સોર્સની મદદથી આ ગેંગને ટ્રેક કરી હતી. આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે:

  • રેકી: મુખ્ય આરોપી સુનીલકુમાર ગુજરાત યુનિવર્સિટી, સોલા, હાઈકોર્ટ અને સાબરમતી જેવા વિસ્તારોમાં જ્યાં ચાર-પાંચ કલાક સુધી બાઈક પાર્ક રહેતા હોય તેવી જગ્યાઓની રેકી કરતો હતો.
  • પ્લાનિંગ: રેકી પૂરી થયા બાદ તે રાજસ્થાનથી તેના સાગરીતોને અમદાવાદ બોલાવતો અને તેઓ થલતેજમાં કૈલાશના ઘરે રોકાતા હતા.
  • ચોરી: આરોપીઓ એક ખાસ પ્રકારના ડિસમિસ (Screwdriver)નો ઉપયોગ કરીને ગણતરીની સેકન્ડોમાં બાઇકનું હેન્ડલ લોક તોડીને રફુચક્કર થઈ જતા હતા.

Ahmedabad Bike Theft: ગર્લફ્રેન્ડના ખર્ચા ઉઠાવવા ગુનાખોરીનો શોર્ટકટ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ છેલ્લા પાંચ મહિનાથી વાહન ચોરીના રવાડે ચડ્યા હતા. પકડાયેલા એક આરોપીએ પોલીસ સમક્ષ પોપટની જેમ કબૂલાત કરી હતી કે, તેણે પોતાની ગર્લફ્રેન્ડને મોંઘી ગિફ્ટ આપવા, શોપિંગ કરાવવા અને તેના ખર્ચા પૂરા કરવા માટે બાઇક ચોરીનું નેટવર્ક શરૂ કર્યું હતું. તેઓ જાણીજોઈને માત્ર મોંઘી સ્પોર્ટ્સ બાઇક જ ચોરતા હતા કારણ કે બજારમાં તેની રિસેલ વેલ્યુ વધુ મળે છે. તેઓ આ તમામ બાઇક અડધી કિંમતે વેચીને રોકડી કરવાની પેરવીમાં હતા, પરંતુ તે પહેલા જ એલસીબીની ટીમે ત્રાટકીને તેમનો ખેલ ખતમ કરી નાખ્યો હતો.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 રાજુલામાં લોહીયાળ ખેલ, પુત્રને બચાવવા વચ્ચે પડેલી માતા પર કાર ચડાવી નિર્મમ હત્યા; મહિલા સહિત 7 ઝડપાયા