₹50 Lakh Bank Robbery: સુરત SBI લૂંટકાંડશાતિર લૂંટારુઓએ પોલીસને ચકરાવે ચડાવ્યા, બોગસ આધારકાર્ડના સહારે ખેલાયો આખો ખેલ

0
136
₹50 Lakh Bank Robbery
₹50 Lakh Bank Robbery

₹50 Lakh Bank Robbery: વરાછા વિસ્તારમાં આવેલી SBI બેંકની શાખામાં થયેલી ₹50 લાખની સનસનાટીભર્યા લૂંટના કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. લૂંટારુઓએ અત્યંત ચાલાકીપૂર્વક આયોજન કરીને પોલીસને થાપ આપવા માટે ડુપ્લિકેટ દસ્તાવેજોનો સહારો લીધો હોવાનું સામે આવ્યું છે.

₹50 Lakh Bank Robbery: તેલંગાણાથી બાઈકની ખરીદી અને બોગસ દસ્તાવેજો

₹50 Lakh Bank Robbery

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે લૂંટમાં વપરાયેલી ત્રણ બાઈક પૈકીની ‘અપાચે’ બાઈક તેલંગાણાથી ખરીદવામાં આવી હતી. આ બાઈક ખરીદવા માટે લૂંટારુઓએ ‘રાકેશ’ નામના વ્યક્તિના બોગસ આધારકાર્ડનો ઉપયોગ કર્યો હતો. પોલીસ જ્યારે અસલી માલિક સુધી પહોંચી ત્યારે ખબર પડી કે તેણે બાઈક વેચી દીધું હતું, પરંતુ ખરીદનારના દસ્તાવેજો નકલી નીકળ્યા હતા.

લૂંટારુઓએ માત્ર બાઈક જ નહીં, પણ સુરતના રાંદેર વિસ્તારમાં રહેવા માટે જે રૂમ ભાડે રાખ્યો હતો ત્યાં પણ ફેક આધારકાર્ડ જ આપ્યા હતા. તેઓ લૂંટના 10 દિવસ પહેલા જ રૂમ ખાલી કરીને ફરાર થઈ ગયા હતા.

₹50 Lakh Bank Robbery: ચોરીના વાહનો અને પુરાવા નાશ કરવાનો પ્રયાસ

₹50 Lakh Bank Robbery

પોલીસને કીમ નજીકના કન્યાસી ગામના ખેતરમાંથી બિનવારસી હાલતમાં સ્પ્લેન્ડર, અપાચે અને પલ્સર બાઈક મળી આવી છે.

  • સ્પ્લેન્ડર: આ બાઈક 15 ફેબ્રુઆરીના રોજ સુરતના ખટોદરા વિસ્તારમાંથી ચોરાઈ હોવાનું ખુલ્યું છે.
  • પલ્સર: આરોપીઓએ પલ્સરના ચેસીસ નંબર કોઈ ધારદાર વસ્તુથી ઘસી નાખ્યા હતા જેથી તેની ઓળખ ન થઈ શકે. જોકે, એન્જિન નંબરના આધારે આ બાઈક ગુજરાત બહારની હોવાની આશંકા છે.

યુપી કનેક્શન અને ટેકનિકલ તપાસ

₹50 Lakh Bank Robbery

બેંકમાં લૂંટ દરમિયાન લૂંટારુઓ જે રીતે વાતચીત કરતા હતા, તેના આધારે તેઓ ઉત્તર પ્રદેશના હોવાની પ્રબળ શક્યતા છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ ટાવરના ડેટાનું ટેકનિકલ એનાલિસિસ કરીને ત્રણ શંકાસ્પદ મોબાઈલ નંબર મેળવ્યા છે. આ નંબરો લૂંટારુઓની હલચલ સાથે મેળ ખાતા હોવાથી પોલીસ હવે તે દિશામાં તપાસ તેજ કરી રહી છે.

120 પોલીસ જવાનોની ટીમ મેદાને

ભરબપોરે ખુલ્લા ચહેરા સાથે લૂંટ કરનાર આ ટોળકીને પકડવા માટે સુરત પોલીસના 120થી વધુ જવાનો રાત-દિવસ એક કરી રહ્યા છે. સાત દિવસ વીતી ગયા હોવા છતાં, શાતિર લૂંટારુઓ હજુ પોલીસ પકડથી દૂર છે. હવે જોવાનું એ રહે છે કે આ હાઈ-ટેક લૂંટારુઓ ક્યારે જેલના સળિયા પાછળ ધકેલાય છે.

વધુ સમાચાર વાંચવ માટે અંહી ક્લિક કરો: ગુજરાત બોર્ડ ધોરણ-12નું પરિણામ જાહેર: સામાન્ય પ્રવાહમાં દીકરીઓએ મેળવી સફળતા, મોરબી જિલ્લો રાજ્યમાં મોખરે