High-Voltage Drama in Vadodara: ગુજરાતમાં લોકસભા ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ ટ્રાફિક નિયમોના પાલન માટે પોલીસ ફરી એક્શન મોડમાં આવી છે. આજથી 1 મેથી 31 મે સુધી રાજ્યવ્યાપી હેલ્મેટ ડ્રાઇવનો પ્રારંભ થયો છે, જેના ભાગરૂપે વડોદરામાં સરકારી કચેરીઓ બહાર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન નર્મદા ભવન પાસે એક મહિલા કર્મચારી અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દૃશ્યો સર્જાયા હતા.

પોલીસે તેને રોકીને દંડ ભરવાનું કહેતા મહિલાનો પિત્તો ગયો વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા નર્મદા ભવન અને પોલીસ ભવન બહાર સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન નર્મદા નિગમની કચેરીમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતી એક મહિલા કર્મચારી હેલ્મેટ પહેર્યા વિના ટુ-વ્હીલર પર ઓફિસે પહોંચી હતી. પોલીસે તેને રોકીને દંડ ભરવા જણાવ્યું હતું, પરંતુ મહિલાએ દંડ ભરવાનો ઇનકાર કરતા પોલીસે તેનું વાહન ડિટેઇન કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ બાબતે મહિલાનો પિત્તો ગયો હતો અને તેણે ટ્રાફિક ACP ડી.એમ. વ્યાસ તેમજ અન્ય પોલીસકર્મીઓ સાથે જાહેરમાં જ ઉગ્ર દલીલો કરી હતી.
High-Voltage Drama in Vadodara: મહિલાએ દંડ ભરવાની ના પાડતા પોલીસે વાહન ડિટેઈન કર્યું

મહિલા કર્મચારી અને ACP વચ્ચેની ઉગ્ર બોલાચાલી વાહન ડિટેઇન થતા રોષે ભરાયેલી મહિલાએ પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, “તમે મોટા ગુનેગારોને પકડતા નથી અને અમારા જેવી સામાન્ય જનતાને હેરાન કરો છો. મેં એવો કયો ગુનો કર્યો છે કે તમે મારી ગાડીની ચાવી લઈ લો છો?” મહિલાએ વધુમાં દલીલ કરી હતી કે, તે કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે અને મોડું થશે તો સાહેબ પૂછશે. જ્યારે ACP ડી.એમ. વ્યાસે મહિલાને નિયમ સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે મહિલાએ કટાક્ષમાં કહ્યું હતું કે, “તમે ગભરાઓ કે ન ગભરાઓ, મને કંઈ ફરક પડતો નથી, મને મારી ગાડીની ચાવી આપો.”
High-Voltage Drama in Vadodara: મારો ગુનો એટલો મોટો નથી કે તમે ચાવી લઈ લો છો – મહિલા

કાયદો દરેક વ્યક્તિ માટે સરખો છે પછી તે સરકારી કર્મચારી હોય કે પબ્લિક આ મામલે ACP ટ્રાફિક ડી.એમ. વ્યાસે જણાવ્યું હતું કે, “પોલીસ કમિશનરની સૂચના મુજબ શહેરની તમામ સરકારી કચેરીઓ અને જાહેર માર્ગો પર હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરાઈ છે. આ મહિલા કર્મચારીને હેલ્મેટ પહેરવું નહોતું અને તેઓ ગરમી લાગે છે એવા બહાના કાઢતા હતા. નિયમો તમામ નાગરિકો માટે સમાન છે, પછી તે સરકારી કર્મચારી હોય કે સામાન્ય જનતા. કાયદાના ઉલ્લંઘન બદલ તેમની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.”
High-Voltage Drama in Vadodara: હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકો સામે ઝુંબેશ

આજથી 31 મે સુધી રાજ્યવ્યાપી ડ્રાઇવનો પ્રારંભ નોંધનીય છે કે, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના આદેશ મુજબ આજથી આખા મે મહિના દરમિયાન હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકો સામે ઝુંબેશ ચલાવવામાં આવશે. ખાસ કરીને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ નિયમનું પાલન કરે તે માટે કચેરીઓના પ્રવેશદ્વાર પર જ પોલીસ તૈનાત કરવામાં આવી છે. વડોદરામાં પ્રથમ દિવસે જ થયેલા આ હોબાળાએ શહેરમાં ચર્ચા જગાવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સુરતમાં દેશનો પ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ પ્લાઝા શરૂ હવે હાઈવે પર ગાડી ઉભી રાખ્યા વગર કપાશે ટેક્સ, જાણો કેવી રીતે કામ કરશે આ ટેકનોલોજી




