Surat SBI Robbery: સુરતમાં SBI લૂંટ કાંડ 7 લૂંટારા, 17 દિવસની રેકી અને ગનમેનની નજર સામેથી જ બિન્દાસ્ત ફરાર, CCTV માં કેદ ઘટના

0
125
Surat SBI Robbery
Surat SBI Robbery

Surat SBI Robbery: વરાછા વિસ્તારમાં એલ.એચ. રોડ પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં થયેલી ₹50 લાખની લૂંટના મામલે નવા અને ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજમાં લૂંટારાઓની હિંમત અને પોલીસ તંત્રની નિષ્ફળતાના જીવતા પુરાવા જોવા મળી રહ્યા છે.

Surat SBI Robbery

Surat SBI Robbery: ગનમેનની બાજુમાંથી જ ટહેલતા નીકળ્યા લૂંટારા

નવા CCTV ફૂટેજ મુજબ, લૂંટારાઓની સંખ્યા 5 કે 6 નહીં પણ 7 હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, બેંકમાં લૂંટ ચલાવ્યા બાદ લૂંટારાઓ રોકડ ભરેલી બેગ લઈને બેંકની નીચે ઉભેલા કેશવાનના બે સશસ્ત્ર ગનમેનની બાજુમાંથી જ આરામથી પસાર થઈ ગયા હતા. ગનમેનને ભનક પણ ન લાગી કે તેમની બાજુમાંથી પસાર થતા શખ્સો હમણાં જ બેંક લૂંટીને આવ્યા છે.

Surat SBI Robbery

Surat SBI Robbery: ફિલ્મી સ્ટાઈલમાં લૂંટનું પ્લાનિંગ

  • 17 દિવસની રેકી: લૂંટારાઓએ આ લૂંટને અંજામ આપવા માટે સતત 17 દિવસ સુધી બેંકની રેકી કરી હતી.
  • ચોકસાઈભર્યું ટાઈમિંગ: સોમવારે બપોરે 1:10 કલાકે સાતેય લૂંટારાઓ ત્રણ બાઈક (પલ્સર, અપાચે અને સ્પ્લેન્ડર) પર આવ્યા હતા. તેઓ ફોન દ્વારા એકબીજાના સંપર્કમાં હતા.
  • 5 મિનિટમાં ખેલ ખતમ: બપોરે 2:01 કલાકે કેશવાન આવી અને 2:03 કલાકે જેવી ₹38 લાખની રોકડ ભરેલી પેટી બેંકમાં ગઈ, લૂંટારાઓએ ત્રાટકીને ગન પોઈન્ટ પર કર્મચારીઓને બંધક બનાવ્યા. તેમણે પેટીના 38 લાખ અને કેશ કાઉન્ટરના 12 લાખ મળી કુલ ₹50 લાખની લૂંટ કરી હતી.
Surat SBI Robbery

Surat SBI Robbery: શ્રમિકો હોવાનો વેશ અને શંકા

લૂંટારાઓ બુકાની બાંધ્યા વગર ખુલ્લા મોઢે બેંકમાં ઘૂસ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના મતે:

  • આરોપીઓની ઉંમર 25 થી 30 વર્ષની હતી.
  • તેમના કપડાં રદ્દી જેવા હતા અને બૂટ પર કાદવ લાગેલો હતો, જાણે તેઓ મજૂરી કામ કરતા હોય.
  • બેંકની બહાર ચાલી રહેલા ખોદકામના કામમાં રોકાયેલા મજૂરોની સંડોવણી હોવાની શંકા સેવાઈ રહી છે, કારણ કે એક આરોપી અગાઉ ખાતું ખોલાવવાના બહાને બેંકમાં દેખાયો હતો.
Surat SBI Robbery

Surat SBI Robbery: પોલીસનો તપાસનો ધમધમાટ

  • મહારાષ્ટ્રમાં ધામા: ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ મહારાષ્ટ્રમાં તપાસ તેજ કરી છે.
  • રાજ્યોમાં એલર્ટ: યુપી, બિહાર, એમપી અને દિલ્હી પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે.
  • ટ્રેકિંગ: સીસીટીવીના આધારે લૂંટારાઓ વાલક જંક્શનથી સાયણ તરફ ગયા હોવાનું ટ્રેક થયું છે.

હાલમાં ક્રાઈમ બ્રાન્ચના 5 PI અને 10 PSI સહિતની 8 ટીમો રાઉન્ડ ધ ક્લોક સર્ચ ઓપરેશન ચલાવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ મુખ્ય કડી હાથ લાગી નથી.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

મે મહિનાના 4 મોટા ફેરફારો: કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹993નો તોતિંગ વધારો, ઓનલાઇન ગેમિંગના નિયમો બદલાયા