CNG Car Turns Into Fireball on Expressway: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કાળમુખી આગ: વૈષ્ણોદેવીથી પરત ફરતા એક જ પરિવારના 5 સભ્યો જીવતા સળગ્યા

0
131
CNG Car Turns Into Fireball on Expressway
CNG Car Turns Into Fireball on Expressway

CNG Car Turns Into Fireball on Expressway: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર બુધવારે રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. અલવરના મૌજપુર પાસે ચાલતી કારમાં અચાનક આગ લાગતા તેમાં સવાર 5 લોકોના કરુણ મોત નીપજ્યા છે. આગ એટલી ભયાનક હતી કે બચાવ કામગીરી પૂરી થયા બાદ કારમાંથી માત્ર હાડકાંના અવશેષો જ મળી આવ્યા હતા.

CNG Car Turns Into Fireball on Expressway: બુધવારે રાત્રે સર્જાયો કાળો કેર

CNG Car Turns Into Fireball on Expressway

માહિતી મુજબ, આ દુર્ઘટના રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ મૌજપુર સ્થિત SSB ટ્રેનિંગ સેન્ટર પાસે બની હતી. મધ્યપ્રદેશના શ્યોપુરના રહેવાસી આ શ્રદ્ધાળુઓ માતા વૈષ્ણોદેવીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે કાળે તેમને રસ્તામાં આંબી લીધા હતા. કારમાં સવાર ત્રણ મહિલાઓ, એક બાળકી અને એક પુરુષને બહાર નીકળવાની તક પણ મળી નહોતી અને તેઓ અંદર જ હોમાઈ ગયા હતા.

CNG Car Turns Into Fireball on Expressway: સીએનજી (CNG) અને શોર્ટ સર્કિટના કારણે આગ ભડકી

CNG Car Turns Into Fireball on Expressway

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, કારમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા છે. કારમાં સીએનજી કીટ હોવાને કારણે આગ પલકવારમાં આખી ગાડીમાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે મુસાફરો લોક થઈ ગયેલી ગાડીમાંથી બહાર નીકળી શક્યા નહોતા.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ધુરંધર 2: 500 લિટર પેટ્રોલ અને અસલી દારૂગોળા વચ્ચે રણવીર સિંહે આપ્યો ખતરનાક શોટ