Home Desh High-Voltage Love Drama: પ્રેમનો હાઈવોલ્ટેજ ડ્રામા પ્રેમી માટે યુવતી ૨૦૦ ફૂટ ઊંચા...

High-Voltage Love Drama: પ્રેમનો હાઈવોલ્ટેજ ડ્રામા પ્રેમી માટે યુવતી ૨૦૦ ફૂટ ઊંચા ટાવર પર ચઢી, રીલ્સ બનાવી સુસાઈડ નોટ લખી

0
258
High-Voltage Love Drama
High-Voltage Love Drama

High-Voltage Love Drama: બિહારના છપરા જિલ્લાના ઇનાયતપુર પંચાયતના તકિયા ગામમાં રવિવારે એક યુવતીએ પ્રેમી સાથે લગ્ન કરવાની જીદમાં ૨૦૦ ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચઢી જઈ ભારે હોબાળો મચાવ્યો હતો. ઉત્તર પ્રદેશની રહેવાસી આ યુવતી લગભગ ૬ કલાક સુધી ટાવર પર રહી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

High-Voltage Love Drama: ઇન્સ્ટાગ્રામ પર શરૂ થઈ હતી લવ સ્ટોરી

High-Voltage Love Drama

યુપીના આઝમગઢની રહેવાસી ૨૮ વર્ષીય અંજલિ રાજભરને ૩ વર્ષ પહેલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ દ્વારા તકિયા ગામના અજય માંઝી સાથે પ્રેમ થયો હતો. અજય દિલ્હીમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. બંને અવારનવાર દિલ્હી અને અન્ય સ્થળોએ મળતા હતા. અંજલિએ ઇન્સ્ટાગ્રામ પર અજય સાથેના લગ્નના અને સિંદૂર લગાવતા અનેક વીડિયો પણ પોસ્ટ કર્યા હતા.

High-Voltage Love Drama: પરિવારના વિરોધ બાદ ઉગ્ર પગલું

High-Voltage Love Drama

અજયના પરિવારને જ્યારે આ સંબંધની જાણ થઈ ત્યારે તેમણે લગ્નનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. પરિવારના દબાણમાં આવી અજયે અંજલિ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. આથી નારાજ થયેલી અંજલિ શનિવારે આઝમગઢથી સીધી અજયના ઘરે પહોંચી ગઈ હતી. ત્યાં પણ પરિવારજનો ન માનતા રવિવારે સવારે ૮ વાગ્યે તે ગામના મોબાઈલ ટાવર પર ચઢી ગઈ હતી.

High-Voltage Love Drama: ટાવર પરથી રીલ્સ બનાવી અને સુસાઈડ નોટ લખી

High-Voltage Love Drama

ટાવર પર ચઢ્યા બાદ અંજલિએ ઇન્સ્ટાગ્રામ માટે ૩-૪ રીલ્સ બનાવી, જેમાં તેણે ધમકી આપી હતી કે જો અજયના પરિવારજનો તેને નહીં અપનાવે તો તે નીચે કૂદીને જીવ આપી દેશે. ટાવર પર ચઢતા પહેલા તેણે એક સુસાઈડ નોટ પણ લખી હતી, જેમાં તેણે પોતાના સંભવિત મૃત્યુ માટે અજય અને તેના પરિવારને જવાબદાર ઠેરવ્યા હતા.

૬ કલાકનો ડ્રામા અને પોલીસનું રેસ્ક્યુ

High-Voltage Love Drama

આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે ૫ હજારથી વધુ લોકોની ભીડ ઉમટી પડી હતી. કાળઝાળ ગરમી અને માનસિક તણાવને કારણે અંજલિ ટાવર પર જ બેભાન થઈ ગઈ હતી. પરિસ્થિતિ ગંભીર બનતા દાઉદપુર પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અંતે, એક પોલીસકર્મી અને ટાવરકર્મીએ જીવના જોખમે ઉપર ચઢી અંજલિને સુરક્ષિત રીતે નીચે ઉતારી હતી.

પોલીસ કાર્યવાહી: હાલ પોલીસ આ મામલે બંને પક્ષોની પૂછપરછ કરી રહી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યુવતીને સુરક્ષિત નીચે ઉતારવા બદલ ગ્રામજનોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગુજરાત મહાનગરપાલિકા ચૂંટણી ગરમીના પારા વચ્ચે લોકશાહીનો ઉત્સાહ, 15 મનપામાં સરેરાશ 53% મતદાન

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે