Chaos in Washington: વોશિંગ્ટનમાં હડકંપ, ટ્રમ્પના ડિનર દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ; મહેમાનો ટેબલ નીચે સંતાયા, હુમલાખોર ઝડપાયો

0
101
Chaos in Washington
Chaos in Washington

Chaos in Washington: અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં આયોજિત વાર્ષિક ‘વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર’ (WHCD) દરમિયાન ફાયરિંગની ઘટના બનતા સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. આ હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સહિતના દિગ્ગજો હાજર હતા.

Chaos in Washington

Chaos in Washington: ઘટનાક્રમ: જ્યારે હોટલનો બોલરૂમ ગોળીબારથી ગાજી ઉઠ્યો

  • અચાનક ફાયરિંગ: હિલ્ટન હોટલના બોલરૂમની બહાર, સુરક્ષા સ્ક્રિનિંગ એરિયા (મેગ્નેટોમીટર પાસે) હુમલાખોરે અચાનક ફાયરિંગ શરૂ કર્યું હતું.
  • 7 રાઉન્ડ ફાયરિંગ: પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, લગભગ 7 રાઉન્ડ ગોળીબાર થયો હતો. શરૂઆતમાં મહેમાનોને લાગ્યું કે વાસણો પડવાનો અવાજ છે, પરંતુ વેઈટરો અને સુરક્ષાકર્મીઓની દોડધામ જોઈને અસલી ખતરાનો અહેસાસ થયો હતો.
  • અફરાતફરી: ગોળીબારનો અવાજ સાંભળતા જ હોલમાં હાજર પત્રકારો, સેલિબ્રિટીઓ અને નેતાઓ જીવ બચાવવા ટેબલ નીચે સંતાઈ ગયા હતા.
Chaos in Washington

Chaos in Washington: સિક્રેટ સર્વિસની ત્વરિત કાર્યવાહી

જેવા ગોળીબારના અવાજ આવ્યા કે તરત જ સિક્રેટ સર્વિસના એજન્ટોએ મંચ પર બેઠેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઘેરી લીધા હતા અને તેમને સુરક્ષિત રીતે બહાર લઈ ગયા હતા. આ સાથે જ કેબિનેટના અન્ય મંત્રીઓ જેવા કે સ્કોટ બેસેન્ટ અને કાશ પટેલને પણ તત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

Chaos in Washington: હુમલાખોરની ઓળખ અને ધરપકડ

હુમલાખોરની ઓળખ કોલ ટોમસ એલન (31 વર્ષ, કેલિફોર્નિયા) તરીકે થઈ છે.

  • તે હોટલનો મહેમાન હોવાનું મનાય છે અને તેની પાસેથી શૉટગન, હેન્ડગન અને અનેક છરીઓ મળી આવી છે.
  • ફાયરિંગ દરમિયાન એક સુરક્ષા અધિકારીને ગોળી વાગી હતી, પરંતુ બુલેટપ્રૂફ જેકેટ પહેરેલું હોવાથી તેમનો બચાવ થયો હતો.
Chaos in Washington

Chaos in Washington: ટ્રમ્પની પ્રતિક્રિયા: “અમેરિકાના બંધારણ પર હુમલો”

હુમલાના લગભગ દોઢ કલાક પછી ટ્રમ્પે મીડિયાને સંબોધિત કરતા કહ્યું:

“આજની સાંજ ઘણી હલચલભરી રહી. સિક્રેટ સર્વિસે બહાદુરીથી કામ કરીને મારો જીવ બચાવ્યો છે. હુમલાખોર પાસે શક્તિશાળી હથિયાર હતા. અમેરિકાના બંધારણ પર આ હુમલો થયો છે, પરંતુ અમે ડરવાના નથી.”

Chaos in Washington

ઐતિહાસિક સંદર્ભ: બીજી વખત જીવલેણ હુમલો

ડોનાલ્ડ ટ્રમ્પ પર આ અગાઉ 13 જુલાઈ 2024 ના રોજ પેન્સિલવેનિયાની રેલીમાં પણ હુમલો થયો હતો, જેમાં એક ગોળી તેમના કાનને અડીને નીકળી ગઈ હતી. આ બીજી એવી મોટી ઘટના છે જ્યાં ટ્રમ્પની સુરક્ષામાં ગાબડું પડ્યું હોય.

Chaos in Washington

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 ગુજરાત પંચાયત-મનપા ચૂંટણી, ગોધરામાં આગ, આણંદમાં હિંસા અને ખોટકાયેલા ઈવીએમ વચ્ચે મતદાન