The Silent War: કોણ કરી રહ્યું છે દુનિયાના શ્રેષ્ઠ મગજોનો શિકાર? અમેરિકા-ચીનના 20 ટોચના વૈજ્ઞાનિકો ગાયબ કે મૃત, વૈશ્વિક ફફડાટ

0
128
The Silent War
The Silent War

The Silent War: વિશ્વની બે મહાસત્તાઓ, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલું ‘કોલ્ડ વોર’ હવે એક અત્યંત ખતરનાક અને રહસ્યમય વળાંક પર આવી ગયું હોય તેમ જણાય છે. છેલ્લા કેટલાક સમયથી બંને દેશોના પરમાણુ ટેક્નોલોજી, AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને સ્પેસ રિસર્ચ જેવા સંવેદનશીલ ક્ષેત્રોના ૨૦ જેટલા દિગ્ગજ વૈજ્ઞાનિકો કાં તો રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે અથવા શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામ્યા છે.

The Silent War

The Silent War: અમેરિકા: UFO નિષ્ણાતથી લઈને NASA એન્જિનિયર સુધીના 11 નિષ્ણાતો લાપતા

અમેરિકામાં બનેલી ઘટનાઓએ સુરક્ષા એજન્સીઓની ઊંઘ ઉડાડી દીધી છે. સૌથી વધુ ચોંકાવનારો કિસ્સો મેજર જનરલ વિલિયમ નીલ મેકકેસલેન્ડનો છે. UFOની તપાસમાં મહત્વની ભૂમિકા ભજવનાર આ દિગ્ગજ ફેબ્રુઆરી 2026માં વોક પર નીકળ્યા બાદ ક્યારેય પાછા ફર્યા નથી.

The Silent War

The Silent War: રહસ્યમય સમાનતા:

  • NASAના એરોસ્પેસ એન્જિનિયર મોનિકા રેઝા ટ્રેકિંગ દરમિયાન ગાયબ થયા.
  • ન્યુક્લિયર પ્રોજેક્ટના એક્સપર્ટ જોશુઆ લે બ્લેન્કનું ટેસ્લા કારમાં બળી જવાથી મોત થયું.
  • આશ્ચર્યની વાત એ છે કે, મોટાભાગના કિસ્સામાં વૈજ્ઞાનિકો પોતાનો ફોન, વોલેટ અને ચશ્મા જેવી જરૂરી ચીજો ઘરે જ મૂકીને નીકળ્યા હતા.

The Silent War: ચીન: ‘બલિદાન’ના નામે રહસ્ય પર પડદો પાડવાનો પ્રયાસ?

ચીનમાં પણ સ્થિતિ આવી જ ગંભીર છે. AI સિમ્યુલેશન પર કામ કરતા માત્ર 38 વર્ષના તેજસ્વી પ્રોફેસર ફેંગ યાંગહેનું બેઇજિંગમાં એક ભેદી કાર અકસ્માતમાં મોત થયું છે. માઇક્રોઇલેક્ટ્રોનિક્સ અને સ્પેસ એક્સપર્ટ્સના પણ અચાનક મોતના અહેવાલો છે. ચીની સરકાર આ મોતોને ‘સરકારી ડ્યુટી પર બલિદાન’ ગણાવી રહી છે, પરંતુ સત્ય કંઈક અલગ હોવાની આશંકા છે.

The Silent War: શું આ કોઈ આંતરરાષ્ટ્રીય ‘શેડો વોર’ છે?

નિષ્ણાતોના મતે, આ કોઈ સામાન્ય અકસ્માતો નથી પરંતુ ટેક્નોલોજીની રેસમાં એકબીજાને પછાડવા માટેનું મોટું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોઈ શકે છે.

  • FBIની તપાસ: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને FBI દ્વારા ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
  • ટાર્ગેટ: હાઈપરસોનિક હથિયારો અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવા ક્ષેત્રોમાં જે દેશ આગળ નીકળશે તે દુનિયા પર રાજ કરશે, તેથી જ કદાચ આ ક્ષેત્રના નિષ્ણાતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

દુનિયાભરના વિજ્ઞાનીઓમાં અત્યારે ફફડાટનો માહોલ છે. સવાલ એ છે કે, શું કોઈ ત્રીજી શક્તિ આ બંને દેશોને નબળા પાડી રહી છે કે પછી આ મહાસત્તાઓ વચ્ચેનું અદ્રશ્ય યુદ્ધ હવે વૈજ્ઞાનિકોના લોહી સુધી પહોંચી ગયું છે?

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સસ્તામાં થાઈલેન્ડ જવાની લાલચ પડી ભારે અમદાવાદના ટ્રાવેલ એજન્ટો લાખો રૂપિયા ઉસેડી રફુચક્કર