Outrage in Surat: શહેરના અલથાણ વિસ્તારમાં 12 વર્ષની સગીરાની છેડતીની ઘટનાને પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ટ્યુશનથી ઘરે જઈ રહેલી પાટીદાર સમાજની દીકરીની છેડતી કરનાર 35 વર્ષીય મહંમદ અઝીઝને લોકોએ રંગેહાથ ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો હતો. આ ઘટનાને પગલે હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો.

Outrage in Surat: શું હતી સમગ્ર ઘટના?
ગઈકાલે રાત્રે આશરે સવા આઠ વાગ્યાના સુમારે અલથાણના એટલાન્ટા મોલ પાસે આવેલા ટ્યુશન ક્લાસીસથી સગીરા ઘરે જઈ રહી હતી. આ દરમિયાન મહંમદ અઝીઝ નામના શખ્સે તેની છેડતી કરી હતી. સગીરાએ હિંમત બતાવી બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આરોપીને પકડી પાડ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ શખ્સ છેલ્લા ત્રણ દિવસથી સગીરાનો પીછો કરી હેરાન કરતો હતો.

Outrage in Surat: લોકોનો રોષ: પોલીસ વાનમાંથી ખેંચીને આરોપીને માર્યો
ઘટનાની જાણ થતાં જ પાટીદાર સમાજના અગ્રણીઓ, SPG (સરદાર પટેલ ગ્રુપ) અને હિન્દુ સંગઠનોના કાર્યકરો સહિત 4000થી વધુ લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. સ્થિતિ એટલી તંગ હતી કે:
- લોકોએ પોલીસ વાનમાંથી આરોપીને ખેંચી બહાર કાઢી ફરીથી માર માર્યો હતો.
- અલથાણ પોલીસ સ્ટેશનને ચારેબાજુથી ઘેરી લેવામાં આવ્યું હતું, જેના કારણે 3 કિમી સુધી ટ્રાફિકજામ થયો હતો.
- ભીડ કાબૂ બહાર જતાં પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જેમાં કેટલાક લોકોને ઈજાઓ પહોંચી છે.

Outrage in Surat: રાજકીય અને સામાજિક પડઘા
ઘટનાસ્થળે ધારાસભ્ય મનુ પટેલ પણ દોડી આવ્યા હતા અને લોકોને શાંત પાડવા પ્રયાસ કર્યો હતો. સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે આરોપીનું આ જ વિસ્તારમાં જાહેરમાં સરઘસ કાઢવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ દીકરી સામે જોવાની હિંમત ન કરે. પીડિતાની માતાએ પણ આટલી મોટી સંખ્યામાં દીકરીના સમર્થનમાં ઉમટી આવેલા લોકો અને સમાજનો આભાર માન્યો હતો.

Outrage in Surat: પોલીસ કાર્યવાહી અને સુરક્ષા
DCP નિધિ ઠાકુરના જણાવ્યા અનુસાર, આરોપી વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરક્ષાના કારણોસર આરોપીને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ હાલ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આરોપી સાથે અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ હતી કે કેમ.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
ટીવીની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ; ₹67 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બુટલેગરોમાં ફફડાટ




