Home Videsh Trump’s 7-Day Ultimatum: ટ્રમ્પ પાસે ઈરાન યુદ્ધ માટે માત્ર 7 દિવસ, જો...

Trump’s 7-Day Ultimatum: ટ્રમ્પ પાસે ઈરાન યુદ્ધ માટે માત્ર 7 દિવસ, જો 1 મે પહેલા સંસદની મંજૂરી નહીં મળે તો મુશ્કેલી વધશે, પોતાની જ પાર્ટીના 10 સાંસદો વિરોધમાં

0
207
Trump’s 7-Day Ultimatum
Trump’s 7-Day Ultimatum

Trump’s 7-Day Ultimatum: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે બેવડા મોરચે લડી રહ્યા છે. એક તરફ ઈરાન સામેનું યુદ્ધ છે અને બીજી તરફ ઘરઆંગણે અમેરિકી સંસદ (સેનેટ) ના કાયદાકીય અવરોધો છે. અમેરિકી બંધારણ મુજબ ટ્રમ્પ પાસે યુદ્ધ ચાલુ રાખવા માટે હવે ગણતરીના દિવસો જ બાકી છે. જો તેઓ 1 મે પહેલા સેનેટની મંજૂરી મેળવવામાં નિષ્ફળ રહેશે, તો તેમને યુદ્ધ વિરામ કરવાની ફરજ પડી શકે છે.

Trump’s 7-Day Ultimatum

Trump’s 7-Day Ultimatum: શું છે 60 દિવસનું ગણિત?

અમેરિકાના કાયદા મુજબ, રાષ્ટ્રપતિ જ્યારે કોઈ સૈન્ય કાર્યવાહી શરૂ કરે, ત્યારે તેના 60 દિવસમાં સંસદની મંજૂરી લેવી ફરજિયાત છે.

  • ટ્રમ્પે ઈરાન સામે યુદ્ધની શરૂઆત 28 ફેબ્રુઆરીએ કરી હતી.
  • સંસદને સત્તાવાર જાણ 2 માર્ચે કરવામાં આવી હતી.
  • આ હિસાબે 1 મે સુધીમાં સંસદમાં બહુમતી સાબિત કરી યુદ્ધ ચાલુ રાખવા માટેની મંજૂરી લેવી પડે તેમ છે.

Trump’s 7-Day Ultimatum: પોતાની જ પાર્ટીના સાંસદોએ ફેરવી તોળ્યું

ટ્રમ્પ માટે સૌથી મોટી ચિંતા 100 સભ્યોની સેનેટનું ગણિત છે.

  • ભાજપ (રિપબ્લિકન પાર્ટી) પાસે 53 બેઠકો છે, જ્યારે કમલા હેરિસની ડેમોક્રેટિક પાર્ટી પાસે 47 બેઠકો છે.
  • ચિંતાની વાત એ છે કે, ટ્રમ્પની પોતાની જ પાર્ટીના અંદાજે 10 સાંસદો ઈરાન યુદ્ધના વિરોધમાં છે.
  • જો વિપક્ષી ડેમોક્રેટ્સ એકજૂટ રહે અને રિપબ્લિકન બળવાખોરો જોડાય, તો ટ્રમ્પ સંસદમાં હારી શકે છે. આથી જ તેઓ સંસદનો સામનો કરવાથી દૂર ભાગી રહ્યા છે.

Trump’s 7-Day Ultimatum: 30 દિવસની વધારાની મુદત પણ કામ નહીં લાગે?

કાયદામાં 60 દિવસ બાદ વધુ 30 દિવસનો સમય મેળવવાની જોગવાઈ છે, પરંતુ તે શરતી છે. આ વધારાનો સમય માત્ર સૈનિકોની સુરક્ષિત વાપસી (Safe Withdrawal) માટે મળે છે, યુદ્ધને આગળ વધારવા માટે નહીં. આમ, ટ્રમ્પ માટે યુદ્ધ ચાલુ રાખવાનો રસ્તો સાંકડો થઈ રહ્યો છે.

Trump’s 7-Day Ultimatum: શું ટ્રમ્પ કાયદાને અવગણી શકે?

અમેરિકી ઈતિહાસમાં અગાઉ પણ રાષ્ટ્રપતિઓએ પોતાની શક્તિનો ઉપયોગ કરી સમય મર્યાદા તોડી છે:

  1. બરાક ઓબામા (2011): લિબિયામાં 60 દિવસથી વધુ કાર્યવાહી ચાલુ રાખી હતી.
  2. ટ્રમ્પ (2019): યમન યુદ્ધ મુદ્દે સંસદના પ્રસ્તાવને વીટો (Veto) કર્યો હતો.

જોકે, આ વખતે સ્થિતિ અલગ છે. જો ટ્રમ્પ મર્યાદા તોડશે, તો તે તેમની પાર્ટી માટે રાજકીય આત્મહત્યા સમાન સાબિત થઈ શકે છે અને કાયદાકીય લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

બંગાળમાં શાહની ગર્જના: ‘સીએમ બંગાળી જ હશે પણ દીદીનો ભત્રીજો નહીં’, હુગલીમાં પીએમ મોદીની નૌકા સવારી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે